- National
- ‘2029માં જ કેમ, 2026માં પણ તો લડી શકું છું ચૂંટણી.’, પોલિટિકલ કમબેક પર સ્મૃતિ ઈરાનીનો જવાબ
‘2029માં જ કેમ, 2026માં પણ તો લડી શકું છું ચૂંટણી.’, પોલિટિકલ કમબેક પર સ્મૃતિ ઈરાનીનો જવાબ
ભાજપના ફાયરબ્રાન્ડ નેતા અને અમેઠીના પૂર્વ સાંસદ સ્મૃતિ ઈરાનીએ આજતક સાથે ખાસ વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે પોતાના પોલિટિકલ કમબેકને લઈને પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે, ‘ભાજપ 2029માં શું કહે, એ ન તો હું જાણું છુ અને ન તમે જાણો છો. ભાજપ 2029માં જ કેમ કહેશે, ભાજપ 2026માં કંઈક કહી દે... 2025માં કંઈક કહી દે તો..? મારું એવું માનવું છે કે મારી બાબતે ઘણી ચર્ચાઓ થાય છે. જો મેયરની ચૂંટણી હોય તો મારી વાત થશે, ધારાસભ્યની ચૂંટણી હોય તો મારી વાત થશે. જો સાંસદની ચૂંટણી હોય તો મારી વાત થશે, કારણ કે મારું નામ સ્મૃતિ ઈરાની છે.
તેમણે કહ્યું કે, આ પોલિટિકલ રિટાયરમેન્ટ નથી. 49ની ઉંમરમાં લોકોનું કરિયર શરૂ થાય છે. હું 3 વખતની સાંસદ રહી છું. હું 5 વિભાગોની મંત્રી રહી ચૂકી છું, અત્યારે તો લાંબુ ચાલશે. મને ખબર નથી કે પાર્ટી મને ક્યારે અને ક્યાં શું દાયિત્વ આપી દે. હું એટલું જાણું છું કે મેં સંસદ દ્વારા મારી ક્ષમતા સાબિત કરી છે. તેમણે વધુમાં કહ્યું, 'મેં 10 વર્ષ UPA સરકાર દરમિયાન પણ રાજનીતિ કરી છે. જેલવાસ પણ ભોગવ્યો છે. મેં અમેઠીમાં એ સમયે કામ કર્યું હતું, જ્યારે અખિલેશ યાદવની સરકાર ઉત્તર પ્રદેશમાં હતી. અને મેં અમેઠીની ચૂંટણી ત્યારે લડી, જ્યારે UPA સરકાર દેશમાં હતી. મતલબ મોતના કૂવામાં છલાંગ... એ બધુ હું કરી ચૂકી છુ.'
તેમણે અમેઠીનો ઇતિહાસ બતાવતા કહ્યું કે અમેઠી ક્યારેય જીતાય તેવી બેઠક નથી, અમેઠીમાં ઘણા રાજનીતિક દિગ્ગજો હાર્યા, શરદ યાદવ હાર્યા. મેનકા ગાંધી પોતે હારી ગયા જે ગાંધી પરિવારમાંથી છે. ગાંધી પરિવારે આ બેઠકને પસંદ જ એટલા માટે કરી કેમ કે ત્યાં સામાજિક સમીકરણ એવું હતું કે જે પણ મત પડે તે માત્ર એ પરિવારને પડે. તો કોઈ પણ સમજદાર રાજનેતા એવી બેઠક પસંદ કરતો નથી, જ્યાં તેની હાર નિશ્ચિત હોય.
જો કોઈ બેઠક આપવામાં આવી છે, તો તેને પાર્ટીની જવાબદારીના રૂપમાં સ્વીકારવી પડે છે અને તમે 90ના દાયકામાં શક્યને અશક્ય કરી દે, અને અશક્યને શક્ય કરી દેનારી પરિસ્થિતિ જોઈ. કેમ કે અમે 2014માં હારી હતી, પરંતુ 2014-2019 સુધી મેં ઘણું કામ કર્યું. ક્યાંક ને ક્યાંક લોકોમાં એવો ભાવ હતો કે દીદીએ આટલું કામ કર્યું છે, તો એક અવસર આપવો જોઈએ.

