પંજાબમાં BJP સરકાર કેમ બનાવી શકતી નથી, કેપ્ટન અમરિંદર સિંહે સમજાવ્યું અને એક ફોર્મ્યુલા પણ આપી

પંજાબના ભૂતપૂર્વ CM કેપ્ટન અમરિંદર સિંહે ભારતીય જનતા પાર્ટી (BJP)ને રાજ્યમાં સરકાર બનાવવા માટે એક ફોર્મ્યુલા ઓફર કરી છે. તાજેતરમાં એક ન્યૂઝ ચેનલ સાથેની મુલાકાતમાં, તેમણે BJP સાથે જોડાણ અને રાજ્યમાં પાર્ટીની ચૂંટણી તૈયારીઓ વિશે ખુલ્લેઆમ વાત કરી. તેમણે સ્પષ્ટ કર્યું કે વર્તમાન પરિસ્થિતિમાં BJP એકલા ચૂંટણી જીતી શકશે નહીં. કેપ્ટન અમરિંદર સિંહ 2022માં કોંગ્રેસથી અલગ થયા પછી BJPમાં જોડાઈ ગયા હતા.

એક ન્યુઝ ચેનલની પોડકાસ્ટમાં, કેપ્ટન અમરિંદર સિંહને પૂછવામાં આવ્યું હતું કે, શું BJP પંજાબને ચૂંટણીલક્ષી રીતે સમજવામાં નિષ્ફળ ગયું છે. આના પર, કેપ્ટન અમરિંદર સિંહે જવાબ આપ્યો, '...શરૂઆતના BJPના નેતાઓએ જે કર્યું તે ખોટું હતું. તમારે દરેક ચૂંટણી લડવી જોઈતી હતી. તમે યુદ્ધથી ભાગી શકતા નથી. પહેલી ચૂંટણી 1950માં થઈ હતી. BJPએ જેટલી પણ બેઠક હતી તે દરેક બેઠક પર લડવું જોઈતું હતું. તમારે દરેક બેઠક પર લડવું જોઈતું હતું; પછી તમારા કાર્યકર્તા તૈયાર થાય છે.'

Amrinder-Singh

તેમણે કહ્યું, 'તેઓ એવું કરી રહ્યા હતા કે, અકાલી દળ સાથે ગઠબંધન કરી 10 થી 15 લોકોને ચૂંટણી લડાવતા હતા. અકાલીઓને તેમનાથી ફાયદો થઈ રહ્યો હતો, પરંતુ તેમને કોઈથી ફાયદો થઈ રહ્યો ન હતો. જો તમે આજે આ કટોકટીનો સામનો કરી રહ્યા છો, તો તેનું કારણ એ છે કે તમે તમારા પોતાના કાર્યકર્તા જ તૈયાર નથી કર્યા.

તેમણે કહ્યું, 'જો તેઓ આ વખતે જીતવા માંગતા હોય તો... જુઓ, આને બે રીતે જોઈ શકાય છે. કાં તો તમે તમારી પોતાની કેડર બનાવો અથવા ગઠબંધન બનાવો અને સરકાર બનાવો. જો તમે સરકાર બનાવવા માંગતા હો, તો તમારે અકાલી દળ સાથે બનાવવી પડશે. BJP માટે સરકાર બનાવવાનો અથવા પંજાબમાં કોઈપણ પ્રકારની સરકારમાં જોડાવાનો બીજો કોઈ રસ્તો નથી.'

Amrinder-Singh.jpg-3

તેમણે કહ્યું, 'જો તમે તમારી પોતાની કેડર બનાવવા માંગતા હો, તો બધી બેઠકો પર લડવા માટે બે કે ત્રણ ચૂંટણીઓ સુધી રાહ જુઓ.'

શિરોમણી અકાલી દળના પ્રવક્તા દલજીત સિંહ ચીમાએ મીડિયા સૂત્રને જણાવ્યું હતું કે, 'અમે કોઈપણ ગઠબંધનની શક્યતાઓ પર સંબંધિત પક્ષો ઔપચારિક રીતે સંમત થયા પછી જ ચર્ચા કરીશું. આ કેપ્ટન અમરિંદર સિંહનો વ્યક્તિગત અભિપ્રાય લાગે છે.' તેમણે ઉમેર્યું કે, અકાલી દળ આગામી સ્થાનિક ચૂંટણીઓ માટે સંપૂર્ણપણે તૈયાર છે.

About The Author

Related Posts

Top News

અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

અમદાવાદના 52 વર્ષ જૂના સુભાષ બ્રિજના મધ્ય ભાગમાં તિરાડ પડી હોવાની રિપેરિંગ માટે બ્રિજ 5 દિવસ બંધ રહેશે. એકાએક બ્રિજ...
Gujarat 
અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આણંદ શહેરના લોટિયા ભાગોળ થી કપાસિયા બજાર તરફ જવાના માર્ગ પર 28 લાખ રૂપિયાના ખર્ચે 180 મીટરનો RCC રોડ તૈયાર...
Gujarat 
23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બંપર જીત પછી ભાજપે હવે રાષ્ટ્રીય અધ્યક્ષના નામની પસંદગીનો ધમધમાટ શરૂ કરી દીધો છે. દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષના...
National 
આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા

કોંગ્રેસ સાસંદ મુરારીલાલ મીણાએ લોકસભાના શિયાળુ સત્રમાં સવાલ પુછ્યો હતો કે દેશમા અત્યાર સુધીમાં કેટલા આર્થિક અપરાધીઓ વિદેશ ભાગી ગયા...
National 
બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.