- Politics
- સિદ્ધુના પત્ની નવજોત કૌરને કોંગ્રેસે પાર્ટીમાંથી કાઢી મૂક્યા, મામલો છે 500 કરોડના મુદ્દાનો
સિદ્ધુના પત્ની નવજોત કૌરને કોંગ્રેસે પાર્ટીમાંથી કાઢી મૂક્યા, મામલો છે 500 કરોડના મુદ્દાનો
કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધૂના પત્ની ડૉ. નવજોત કૌર સિદ્ધૂને પાર્ટીના પ્રાથમિક સભ્યપદમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ડૉ. નવજોત કૌર સિદ્ધૂના વિવાદાસ્પદ નિવેદન બાદ પંજાબ કોંગ્રેસના પ્રમુખ અમરિંદર સિંહ રાજા વારિંગે આ કાર્યવાહી કરી છે.
પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધૂના પત્ની નવજોત કૌર સિદ્ધૂએ શનિવારે કહ્યું હતું કે, જે કોઈ 500 કરોડ રૂપિયાનું 'સુટકેસ' આપે છે તે મુખ્યમંત્રી બની જાય છે. જો કોંગ્રેસ તેમને પંજાબમાં પાર્ટીના મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર કરે છે, તો તેમના પતિ સક્રિય રાજકારણમાં પાછા ફરશે.
https://twitter.com/RajaBrar_INC/status/1998021390088520174?s=20
પંજાબમાં ચૂંટણી 2027માં થવાની છે. તેમણે એમ પણ કહ્યું કે, તેમની પાસે કોઈપણ પક્ષને આપવા માટે પૈસા નથી, પરંતુ તેઓ પંજાબને સુવર્ણિમ રાજ્ય બનાવી શકે છે. રાજ્યમાં કથિત રીતે બગડતી કાયદો-વ્યવસ્થાની સહિત અનેક મુદ્દાઓ પર રાજ્યપાલ ગુલાબ ચંદ કટારિયાને મળ્યા બાદ તેમણે પત્રકારોને કહ્યું કે, અમે હંમેશાં પંજાબ અને પંજાબિયત અંગે વાત કરીએ છીએ, પરંતુ મુખ્યમંત્રીની ખુરશી પર કબજો કરવા માટે અમારી પાસે 500 કરોડ રૂપિયા આપવાના નથી.
https://twitter.com/AngrySaffron/status/1997516011747397937?s=20
કોઇએ પૈસાઓની માંગ કરવાના સવાલ પર તેમણે કહ્યું કે કોઈ માંગ્યા નથી, પરંતુ જે કોઈ 500 કરોડ રૂપિયાની 'સૂટકેસ' આપે છે તે મુખ્યમંત્રી બની જાય છે. ભાજપ અને આમ આદમી પાર્ટીએ તેમના નિવેદન પર તીખી પ્રતિક્રિયા આપતા દાવો કર્યો હતો કે તેનાથી કોંગ્રેસની કામગીરીનું ધૃણાસ્પદ સત્ય સામે આવી ગયું છે.
કોંગ્રેસ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા બાદ નવજોત સિંહ સિદ્ધૂના પત્ની નવજોત કૌરે પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે. પોતાની પોસ્ટમાં તેમણે પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ અમરિંદર રાજા વારિંગ પર નિશાન સાધ્યું છે. તેમણે લખ્યું કે, હું એક અસંવેદનશીલ, બેજવાબદાર, નૈતિક રૂપે બેઇમાન અને ભ્રષ્ટ અધ્યક્ષનો સાથ આપવાનો ઇનકાર કરું છું. હું પોતાના બધા ભાઈઓ અને બહેનો માટે ઊભી છું, જેમને તેમની અક્ષમતા અને બેજવાબદાર વ્યવહારથી દુઃખ થયું છે. હું તેમને અધ્યક્ષ તરીકે સ્વીકારવાનો ઇનકાર કરું છું. મને આશ્ચર્ય છે કે મુખ્યમંત્રી તેમને કેમ બચાવી રહ્યા છે?

