- National
- ‘અજમેર શરીફ દરગાહ પહેલા શિવ મંદિર હતું’, ASI સર્વેની માંગણી કરતી અરજી કોર્ટમાં દાખલ
‘અજમેર શરીફ દરગાહ પહેલા શિવ મંદિર હતું’, ASI સર્વેની માંગણી કરતી અરજી કોર્ટમાં દાખલ
અજમેરની જિલ્લા કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે અજમેર દરગાહ મૂળ રૂપે શિવ મંદિર હતું અને તેના સર્વેની માંગણી કરવામાં આવી છે. આ અરજી મહારાણા પ્રતાપ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજવર્ધન સિંહ પરમારે દાખલ કરી છે.
અરજદારનો દાવો શું છે?
રાજવર્ધન સિંહ પરમારે કહ્યું કે, ‘અજમેર દરગાહ પહેલા શિવ મંદિર હતું અને બાદમાં તેને દરગાહમાં રૂપાંતરિત કરી દેવામાં આવ્યું હતું. હું લાંબા સમયથી આ મુદ્દા સામે લડી રહ્યો છું. અગાઉ રાષ્ટ્રપતિને પણ અરજી આપવામાં આવી હતી, જેને રાજસ્થાનના મુખ્ય સચિવને મોકલવામાં આવી હતી.’ તેમણે ASI દ્વારા સર્વેની પણ માંગ કરી છે.
વરિષ્ઠ વકીલ એ.પી. સિંહે જણાવ્યું હતું કે આજે અજમેરના જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. તેમણે દાવો કર્યો હતો કે આ સ્થળ પ્રાચીન સમયમાં ભગવાન શિવને સમર્પિત મંદિર હતું. વર્ષ 2024માં, હિન્દુ સેનાના પ્રમુખ વિષ્ણુ ગુપ્તાએ પણ આવી જ અરજી દાખલ કરી હતી. તેમણે માંગ કરી હતી કે દરગાહને હિન્દુ મંદિર જાહેર કરવામાં આવે.
અજમેર શરીફ દરગાહનો ઇતિહાસ શું છે?
અજમેર શરીફ દરગાહને ભારતના મુખ્ય મુસ્લિમ તીર્થસ્થળોમાંથી એક માનવામાં આવે છે અને તે અજમેરમાં એક પ્રખ્યાત સ્થળ પણ છે. ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી એક ફારસના સૂફી સંત હતા. તેમને 1192 થી 1236 AD સુધી અજમેરમાં નિવાસ કર્યો હતો. મુઘલ સમ્રાટ હુમાયુએ સંતની યાદમાં આ દરગાહનું નિર્માણ કરાવ્યું હતું અને તેમની કબર અહીં આવેલી છે. અકબર અને શાહજહાંના શાસનકાળ દરમિયાન દરગાહ સંકુલમાં મસ્જિદો બનાવવામાં આવી હતી.

