- National
- 'રેલવે સ્ટેશનોના વીડિયો કે ફોટા નહીં લેતા', જાણો શા માટે જાહેર કરાયો આવો આદેશ?
'રેલવે સ્ટેશનોના વીડિયો કે ફોટા નહીં લેતા', જાણો શા માટે જાહેર કરાયો આવો આદેશ?

પૂર્વીય રેલ્વેએ બધા બ્લોગર્સ અને યુટ્યુબર્સને ખાસ વિનંતી કરી છે. પૂર્વીય રેલ્વેએ કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં, તેના અધિકારક્ષેત્ર હેઠળના સ્ટેશનોના ના તો વિગતવાર ફોટોગ્રાફ્સ ખેંચો કે ના તો વીડિયો લો. તેમણે કહ્યું કે સંબંધિત અધિકારીઓ દેખરેખ વધારશે અને ખાતરી કરશે કે કોઈ પણ મહત્વપૂર્ણ સ્ટેશનોના વિગતવાર ફોટોગ્રાફ્સ ન લઈ શકે.
જાસૂસ જ્યોતિ મલ્હોત્રા પછી લેવામાં આવ્યો આ નિર્ણય
પૂર્વીય રેલ્વે અધિકારીઓની આ અપીલ હરિયાણાના યુટ્યુબર જાસૂસ જ્યોતિ મલ્હોત્રાની પાકિસ્તાની ગુપ્તચર એજન્ટોને સંવેદનશીલ માહિતી પૂરી પાડવાના આરોપમાં ધરપકડ કરવામાં આવ્યાના થોડા દિવસો પછી આવી છે. ત્યારથી, રેલ્વે અધિકારીઓ હવે જાસૂસીને લઈ ડરી રહ્યા છે.

સ્ટેશન પરિસરના ફોટા અને વીડિયો લેવા પર અમલમાં છે પ્રતિબંધ
પૂર્વીય રેલ્વેના પ્રવક્તાએ કહ્યું, 'સ્ટેશન પરિસર અને પ્લેટફોર્મના ફોટા અથવા વીડિયો લેવા પર પ્રતિબંધ અમલમાં છે. હવે અમે ઉભરતી પરિસ્થિતિઓ અને દેશભરમાં સુરક્ષા ચેતવણીઓને ધ્યાનમાં રાખીને દેખરેખ વધારવાનો નિર્ણય લીધો છે.'
રેલ્વે સ્ટેશનોના 'વીડિયો બ્લોગ' બનાવવા ખૂબ જ ચિંતાજનક
રેલ્વે અધિકારીએ કહ્યું કે કેટલાક બ્લોગર્સ અથવા યુટ્યુબર્સ રેલ્વે સ્ટેશનોના 'વીડિયો બ્લોગ' બનાવવાનો પ્રયાસ કરે છે, જે ખૂબ જ ચિંતાજનક છે. તેમણે કહ્યું કે તમામ સેક્શન અને વિભાગોમાં પ્રતિબંધો લાગુ છે, પરંતુ કેટલાક લોકો માર્ગદર્શિકાનું પાલન કરવા માંગતા નથી.

સુરક્ષા સાથે કોઈ બાંધછોડ નહીં
તેમણે કહ્યું, 'અમે બધા બ્લોગર્સ અને યુટ્યુબર્સને વિનંતી કરીએ છીએ કે હવે આવી પ્રવૃત્તિઓ ન કરે. સુરક્ષા સાથે કોઈ બાંધછોડ કરી શકાય નહીં, તેથી આ પ્રતિબંધ જરૂરી હતો.
Related Posts
Top News
તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે
'પહેલા 40-50 વર્ષ સુધી ગાડીઓ ચાલતી હતી', જૂના વાહનો ભંગારમાં આપવાના નિર્ણય પર સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ
કોંગ્રેસના સમર્થનથી BJP નેતાએ બીજા BJP નેતાને હરાવ્યા, અમિત શાહ, સોનિયા ગાંધી સહિત 600થી વધુ નેતાઓનું વોટિંગ
Opinion
-copy.jpg)