‘એન્ટિ ડોપિંગથી લઈને ટેક્સ કાયદા બિલ સુધી..’, ચોમાસુ સત્રમાં આ 8 બિલ લાવી શકે છે મોદી સરકાર

સંસદનું આગામી ચોમાસુ સત્ર 21 જુલાઈથી શરૂ થશે અને 12 ઑગસ્ટ સુધી ચાલુ રહેશે. ચોમાસુ સત્રમાં સરકાર 8 નવા બિલ રજૂ કરી શકે છે, જેમાં રમત, ખનિજ, શિક્ષણ અને ટેક્સ સાથે જોડાયેલા કાયદાઓ સામેલ છે.

ચોમાસુ સત્રમાં સરકાર લાવી શકે છે આ નવા બિલ

મીડિયા રિપોર્ટ મુજબ, સરકાર આ સત્રમાં કેટલાક નવા બિલ રજૂ કરવાની તૈયારીમાં છે.

1.   નેશનલ સ્પોર્ટ્સ ગવર્નેન્સ બિલ:

આ બિલ દ્વારા, સ્પોર્ટ્સ સંગઠનોમાં જવાબદારી અને પારદર્શિતા લાવવાનો પ્રયાસ હશે. તેનો હેતુ ખેલાડીઓના અધિકારોનું રક્ષણ કરવાનો અને રમતગમત સાથે જોડાયેલા વિવાદોને ઉકેલવા માટે સ્પષ્ટ નિયમો બનાવવાનો છે.

2.   નેશનલ એન્ટિ ડોપિંગ સંશોધન બિલ

આ બિલના માધ્યમથી ડોપિંગ વિરોધી પ્રણાલીને વધુ મજબૂત કરવામાં આવશે. તેનો હેતુ આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર ડોપિંગ પર કડક કાર્યવાહી અને ખેલાડીઓની નિષ્પક્ષ તપાસ સુનિશ્ચિત કરવાનો છે.

3.   જિઓહેરિટેજ સાઇટ્સ એન્ડ જિઓરેલિક્સ પ્રિઝર્વેશન એન્ડ મેન્ટેનેન્સ બિલ

આ બિલ ભારતના ભૂ-વૈજ્ઞાનિક વારસા એટલે કે જિઓહેરિટેજ સાઇટ્સ અને મહત્ત્વપૂર્ણ ખડક સંરચનાઓના સંરક્ષણ અને મેન્ટેનેન્સ સાથે જોડાયેલુ હશે.

monsoon-session-of-parliament1
hindustantimes.com

4. IIM સંશોધન બિલ

ભારતીય મેનેજમેન્ટ સંસ્થાઓ (IIM) સાથે સંબંધિત આ સંશોધનમાં તેમના પ્રશાસનિક માળખા અને સંચાલનમાં કેટલાક બદલાવ લાવવાનો પ્રસ્તાવ છે, જેથી શિક્ષણની ગુણવત્તા અને પારદર્શિતાને સારી કરી શકાય.

5. મણિપુર GST સંશોધન બિલ

આ બિલનો હેતુ મણિપુર રાજ્યના ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કાયદામાં જરૂરી ટેક્નિકલ અથવા માળખાકીય બદલાવ કરવાનો છે.

6. ટેક્સેશન સંશોધન બિલ

આ બિલના માધ્યમથી આવકવેરા અથવા અન્ય ટેક્સ કાયદાઓમાં સંશોધન કરીને તેમને વધુ સરળ અને પારદર્શક બનાવવામાં આવશે, જેથી ટેક્સદાતાઓને લાભ પહોંચે.

7. જનવિશ્વાસ સંશોધન બિલ

આ બિલનો હેતુ નાના ગુનાઓ અથવા પ્રક્રિયાગત ઉલ્લંઘનોને ગુનાહિત સીરિઝમાંથી હટાવીને પ્રશાસનિક ગુનામાં બદલવાનો છે, જેનાથી નાગરિકો અને વેપારીઓ વચ્ચે સરકાર પ્રત્યે વિશ્વાસ વધે.

monsoon-session-of-parliament
thehindu.com

8. માઇન્સ અને ખનિજ સંશોધન બિલ

આ બિલમાં ખનિજ સંસાધનોના ખનન, ફાળવણી અને તેના મેનેજમેન્ટને સરળ બનાવવા સાથે-સાથે રોકાણને પ્રોત્સાહિત કરવાના પગલાંનો સમાવેશ થશે.

આ નવા બિલો ઉપરાંત 8 એવા બિલ છે જે અગાઉથી સંસદમાં પેન્ડિંગ છે. સરકાર તેમને પણ આ સત્રમાં પાસ કરાવવાનો પણ પ્રયાસ કરશે. તેમાં સૌથી મહત્ત્વપૂર્ણ ટેક્સ બિલ 2025 અને ભારતીય બંદરગાહ બિલ છે, જે દેશની આર્થિક અને બંદરગાહ વ્યવસ્થા સાથે જોડાયેલા છે.

About The Author

Related Posts

Top News

'જન ગન મન'ને રાષ્ટ્રગાન અને 'વન્દે માતરમ્'ને રાષ્ટ્રગીતનો દરજ્જો કંઈ રીતે અપાયો

વંદે માતરમના 150 વર્ષ પૂરા થવાના પ્રસંગે સંસદભવનમાં ચર્ચા થઈ રહી છે, ત્યારે સૌ કોઈ તેમના ઈતિહાસ વિશે જાણવા ઈચ્છતા...
National 
'જન ગન મન'ને રાષ્ટ્રગાન અને 'વન્દે માતરમ્'ને રાષ્ટ્રગીતનો દરજ્જો કંઈ રીતે અપાયો

સોનુ સૂદ અને ખલીને કાનપુર પોલીસે નોટિસ મોકલી, 1500 કરોડનો મામલો છે

કાનપુરના રૂ. 1,500 કરોડના કાનપુર છેતરપિંડીના કેસમાં અભિનેતા સોનુ સૂદ અને કુસ્તીબાજ ધ ગ્રેટ ખલીનું નામ માસ્ટરમાઇન્ડ રવિન્દ્રનાથ સોનીના છેતરપિંડીના...
National 
સોનુ સૂદ અને ખલીને કાનપુર પોલીસે નોટિસ મોકલી, 1500 કરોડનો મામલો છે

રાજકોટઃ ચકડોળમાં 100 ફૂટ ઊંચાઈએ લોકો બેઠા હતા અને રાઇડ બંધ કરીને જતો રહ્યો ઓપરેટર

રાજકોટ મહાનગર પાલિકા સંચાલિત રાઈડ્સમાં ફરી એકવાર ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે, જેના કારણે લોકોના જીવ જોખમમાં મુકાયા...
Gujarat 
રાજકોટઃ ચકડોળમાં 100 ફૂટ ઊંચાઈએ લોકો બેઠા હતા અને રાઇડ બંધ કરીને જતો રહ્યો ઓપરેટર

જિગ્નેશ મેવાણીએ PM મોદી વિરુદ્ધ આપેલા નિવેદન બાદ મોદી સમાજમાં રોષ, અમદાવાદમાં...

વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ વડનગરમાં યોજાયેલી જાહેર સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર...
Gujarat 
જિગ્નેશ મેવાણીએ PM મોદી વિરુદ્ધ આપેલા નિવેદન બાદ મોદી સમાજમાં રોષ, અમદાવાદમાં...
Copyright (c) Khabarchhe All Rights Reserved.