જ્યોતિ મૌર્યથી 2 પગલા આગળ નીકળી બિહારની જ્યોતિ, કોન્સ્ટેબલ બનતા જ પતિનો...

On

ઉત્તર પ્રદેશની જ્યોતિ મોર્યથી બે પગલાં આગળ મુઝફ્ફરનગરની જ્યોતિ નીકળી ગઈ છે, જેની કહાની શરૂ થઈ હતી મિત્રતા, પ્રેમ અને પછી લવ મેરેજથી અને સમાપ્ત થઈ છેતરપિંડી પર જઈને. જે પ્રકારે પ્રિય રંજને લોન લઈને અને જમીન વેચીને પત્ની જ્યોતિને ભણાવી, કોન્સ્ટેબલની ભરતીની તૈયારી કરાવી અને સેન્ટર મેનેજ કરવા માટે પત્ની જ્યોતિ અને તેના પ્રેમીને 10-10 લાખ રૂપિયા આપ્યા, પરંતુ હવે કોન્સ્ટેબલ બન્યા બાદ એ જ પત્ની જ્યોતિ પોતાના પતિ પ્રિય રંજન સાથે રહેવાની ના પાડી રહી છે અને જીવથી મારવા અને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી રહી છે.

જ્યોતિ અને તેનો પ્રેમી એક સાથે કોચિંગ કરતા હતા અને બંને જ એક સાથે કોન્સ્ટેબલ પણ બન્યા છે. મુઝફ્ફરનગર જિલ્લાના મુશાહરી પેટાવિભાગના રહેવાસી પ્રિય રંજન અને જ્યોતિની પહેલા મિત્રતા થઈ અને પછી બંનેએ વર્ષ 2009માં લવ મેરેજ કરી લીધા અને દિલ્હીમાં રહેવા લાગ્યા. જ્યાં પ્રિય રંજન રિયેલ એસ્ટેટનું કામ કરતો હતો, તો પત્ની જ્યોતિ એક બેંકમાં નોકરી કરતી હતી. વર્ષ 2012માં જ્યોતિએ BPSCની તૈયારી શરૂ કરી અને પછી ગુડગાંવમાં કોચિંગ કરવા લાગી. બંનેનો એક દીકરો પણ છે. જેનું નામ રેયાંશ છે. પરંતુ નોટબંદી બાદ પ્રિય રંજનનું કામ ઠપ્પ થયું અને પછી બંને મુઝફ્ફરનગર આવતા રહ્યા, પરંતુ જ્યોતિની BPSCની તૈયારી ચાલુ રહી.

મુઝફ્ફરપુરમાં જ્યોતિએ કોચિંગ પણ શરૂ કરી, જ્યાં તેની મુલાકાત સોમેશ્વર નાથ ઝા સાથે થઈ અને પછી બંનેની મિત્રતા થઈ ગઈ. ધીરે ધીરે પ્રેમમાં પરિણમી ગઈ. જેની જાણકારી પ્રિય રંજનને નહોતી. વર્ષ 2019માં બંનેની નોકરી કોન્સ્ટેબલના પદ પર લાગી ગઈ. બિહાર પોલીસમાં બંનેનું સિલેક્શન થઈ ગયું. નોકરી લગતા જ જ્યોતિના વર્તનમાં બદલાવ આવી ગયો. તેણે પોતાના પતિ સાથે રહેવાની ના પાડી દીધી. જ્યોતિને મનાવવા માટે ખૂબ પ્રયાસ થયો, પરંતુ તે ન માની અને હવે પોતાના જ પતિને ધમકીઓ આપી રહી છે, જેની ફરિયાદ પ્રિય રંજને SDOPને કરી છે.

પ્રિય રંજને પત્ની જ્યોતિ અને તેના પ્રેમી સોમેશ્વર નાથ ઝાની આર્થિક રીતે મદદ પણ કરી હતી. જ્યારે કોન્સ્ટેબલની પરીક્ષા થવાની હતી, જ્યોતિ અને તેના પ્રેમી સોમેશ્વરનું સેન્ટર મેનેજ કરવામાં 20 લાખ રૂપિયા આપ્યા હતા. જ્યોતિએ જણાવ્યું હતું કે સોમેશ્વરની મદદ કરી દો, તેના પિતા પાસે પૈસા નથી, પછી તે આખી રકમ આપી દેશે. જેના માટે પ્રિય રંજને જમીન વેચી હતી અને મિત્રો પાસેથી દેવું કર્યું હતું, પરંતુ હવે જ્યારે પ્રિય રંજન સોમેશ્વર પાસે પૈસા માગે છે તો જ્યોતિ જ તેની સાથે ઝઘડો કરવા લાગે છે.

તો જ્યોતિના 10 વર્ષીય દીકરાએ જણાવ્યું કે, જ્યારે પિતા ઘરે નહોતા, ત્યારે મમ્મી અમને લઈને સોમેશ્વરના ઘરે જતી હતી. ત્યાં ઘણા દિવસો સુધી રહેતી હતી. મને બીજા રૂમમાં સૂવાડી દેતી હતી. મમ્મી અને સોમેશ્વર બીજા રૂમમાં સૂતા હતા. હાલમાં જ્યોતિ કટિહારમાં પોસ્ટેડ છે. આ બાબતે હવે પ્રિય રંજનને જીવથી મારવાની ધમકી મળી રહી છે. પ્રિય રંજને 10 મે 2023ના રોજ SDOP પૂર્વીને અરજી આપીને ન્યાયની માગણી કરી છે.

Top News

ભાજપના ધારાસભ્ય પર સરકાર અને પાર્ટીને બદનામ કરવાનો છે આરોપ લાગ્યો, પાર્ટીએ માગ્યો જવાબ

ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર સિંહ ચૌધરીએ લોનીથી ભાજપના ધારાસભ્ય નંદકિશોર ગુર્જરને કારણ બતાવો નોટિસ જાહેર...
National  Politics 
ભાજપના ધારાસભ્ય પર સરકાર અને પાર્ટીને બદનામ કરવાનો છે આરોપ લાગ્યો, પાર્ટીએ માગ્યો જવાબ

HCLના શિવ નાદરે દીકરી માટે એવો નિર્ણય લીધો કે રોશની બની ગઈ બિલિયનર

દેશના જાણીતા દાનવીર અને ઉદ્યોગપતિ  HCLના સ્થાપક શિવ નાદરે તેમની એકની એક દીકરી માટે મોટો નિર્ણય લીધો છે. શિવ...
Business 
HCLના શિવ નાદરે દીકરી માટે એવો નિર્ણય લીધો કે રોશની બની ગઈ બિલિયનર

પરિણીત પ્રેમિકાને મળવા પહોંચ્યો પ્રેમી, ફટકાર્યા બાદ ગ્રામજનોએ કરાવી દીધા લગ્ન

બિહારના મુઝફ્ફરપુરથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં પરિણીત પ્રેમિકાને છુપાઈને મળવા પહોંચેલા પ્રેમીને રંગે હાથે પકડીને ઢોર માર...
National 
પરિણીત પ્રેમિકાને મળવા પહોંચ્યો પ્રેમી, ફટકાર્યા બાદ ગ્રામજનોએ કરાવી દીધા લગ્ન

મેં કોંગ્રેસના રાજમાં 7 દિવસ જેલનું ખાવાનું ખાધું, મને દંડાથી માર્યો પણ: અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે આસામમાં કોંગ્રેસ સરકાર હતી ત્યારે એક વિદ્યાર્થી તરીકે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા અને તેમની...
National 
મેં કોંગ્રેસના રાજમાં 7 દિવસ જેલનું ખાવાનું ખાધું, મને દંડાથી માર્યો પણ: અમિત શાહ
Copyright (c) Khabarchhe All Rights Reserved.