અવિમુક્તેશ્વરાનંદની શિબિર બહાર બબાલ, બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ, ‘બુલડોઝર બાબા કી જય’ના નારા લાગ્યા

પ્રયાગરાજના માઘ મેળા વિસ્તારમાં સેક્ટર-4, ત્રિવેણી માર્ગ પર સ્થિત શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીના શિબિરમાં અસામાજિક તત્વોએ હોબાળો મચાવ્યો હતો. એવો આરોપ છે કે કેટલાક લોકો લાકડીઓ અને ઝંડા સાથે બળજબરીથી શિબિરમાં ઘૂસી ગયા હતા અને આક્રમક નારેબાજી કરવા લાગ્યા હતા. આ દરમિયાન વાતાવરણ અત્યંત તંગ બની ગયું હતું.

Avimukteshwaranand-Saraswati2
x.com/Sahajsatta_prg

અહેવાલો અનુસાર, આ ઘટના 24 જાન્યુઆરી 2026ના રોજ સાંજે 06:30 વાગ્યાથી 7:30 વાગ્યા વચ્ચે બની હતી. શિબિરમાં હાજર સેવકો અને કાર્યકરોએ સમજદારી દર્શાવતા, તોફાની તત્વોને શાંતિથી બહાર કાઢ્યા હતા, જેથી મોટી ઘટના ટળી હતી. જો કે, પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે પરિસ્થિતિ એટલી ગંભીર હતી કે ગમે ત્યારે મારમારી થઈ શકતી હતી.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, શિબિર બહાર શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી શ્રદ્ધાળુઓ વચ્ચે શાંતિથી બેસી રહે છે, અને મોટી સંખ્યામાં ભક્તો ત્યાં હાજર હતા. એવામાં, આ પ્રકારની ઘટનાએ સંતો અને શ્રદ્ધાળુઓની સુરક્ષા પર ગંભીર પ્રશ્નો ઉભા થઈ ગયા છે.

Avimukteshwaranand-Saraswati
x.com/aajtak

આ ઘટના બાદ, શિબિર વ્યવસ્થાપક તરફથી પ્રશાસનને લેખિત ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદમાં માંગ કરવામાં આવી હતી કે, ‘અજાણ્યા અસામાજિક તત્વો સામે તાત્કાલિક FIR નોંધવામાં આવે અને તેમની ઓળખ કરીને કડક કાર્યવાહી કરવામાં આવે. સાથે જ શિબિર અને તેની આસપાસ પૂરતા પ્રમાણમાં પોલીસ દળને કાયમી તૈનાત કરવાની પણ માંગ કરવામાં આવી હતી. ફરિયાદમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે, ‘જો ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના બને તો તેની સંપૂર્ણ જવાબદારી મેળા પ્રશાસન અને પોલીસ પ્રશાસનની રહેશે.

Avimukteshwaranand-Saraswati4
x.com/Sahajsatta_prg

પ્રયાગરાજ પોલીસે ભલે હવે પરિસ્થિતિને કાબૂમાં કરવાની વાત કહી હોય, પરંતુ યુવકો નારેબાજી કરતા શિબિર સુધી કેવી રીતે પહોંચી ગયા? તેમને પહેલા કેમ રોકવામાં ન આવ્યા? આ ઘટનાથી સંગમમાં સાધુ-સંતોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ મામલો પહેલાથી જ સંવેદનશીલ હતો, પરંતુ હવે આ ઘટના બાદ, સ્થાનિક પોલીસ-પ્રશાસન પર પ્રશ્નો ઉભા થવા વાજબી છે. આ ઘટના બાદ, વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા અંગે ચર્ચાઓ તેજ થઈ ગઈ છે.

About The Author

Related Posts

Top News

આખી રાત બાઇકનું એન્જિન ચાલુ રાખ્યું! આખો પરિવાર ઊંઘમાં ખતમ થઇ ગયો

આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લાના પુંગનુર શહેરમાં એક ગોઝારી ઘટના બની હતી, જેના કારણે સમગ્ર વિસ્તાર હચમચી ગયો હતો. આ ઘટનામાં...
National 
આખી રાત બાઇકનું એન્જિન ચાલુ રાખ્યું! આખો પરિવાર ઊંઘમાં ખતમ થઇ ગયો

LPG કટોકટીની વચ્ચે દરેક શહેરમાં સિલિન્ડરનું બુકીંગ વધી ગયું! સરકારે લીધા 5 મોટા નિર્ણયો

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધે મધ્ય પૂર્વમાં તણાવ વધાર્યો છે. મધ્ય પૂર્વ યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટમાં તેલ અને...
Business 
LPG કટોકટીની વચ્ચે દરેક શહેરમાં સિલિન્ડરનું બુકીંગ વધી ગયું! સરકારે લીધા 5 મોટા નિર્ણયો

હાર્દિક પંડ્યાએ ખરીદી 12 કરોડની ફેરારી, 'ગર્લફ્રેન્ડ' મહિકાને...

ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઘણીવાર પોતાના અંગત જીવનને કારણે હેડલાઇન્સમાં છવાયેલો રહે છે. તાજેતરમાં, તે તેની નવી...
Sports 
હાર્દિક પંડ્યાએ ખરીદી 12 કરોડની ફેરારી, 'ગર્લફ્રેન્ડ' મહિકાને...

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 16-03-2026 વાર- સોમવાર મેષ - સાહસથી સફળતા મળશે, ભાગીદારીના કામમાં ધીરજ રાખવી જરૂરી, મિત્રોની મદદથી કામ સરળ બનાવો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.