‘આ HSO કોન્સ્ટેબલ બનવા લાયક પણ નથી...’, હાઈ કોર્ટે SP અને SHOને કેમ ખખડાવી નાખ્યા?

અલ્લાહાબાદ હાઈકોર્ટ ઉત્તર પ્રદેશના સરકારી અધિકારીઓને સતત ઠપકો આપી રહી છે. આ વખતે કોર્ટે દેવરિયાના સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (SP) અભિજીત આર. શંકર અને સ્ટેશન હાઉસ ઓફિસર (SHO)ને આડેહાથ લીધા હતા. પોલીસ સ્ટેશનમાં CCTV ફૂટેજ ઉપલબ્ધ ન હોવાને કારણે નારાજ કોર્ટે SP અને SHO બંને પર 5-5 લાખનો દંડ ફટકારવાની ચેતવણી પણ આપી હતી. કોર્ટે ગેરકાયદેસર અટકાયતમાં રાખવામાં આવેલા ચાર વ્યક્તિઓને 65,000નું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો. આ રકમ SHO પાસેથી વસૂલવામાં આવશે.

બુધવાર, 9 સપ્ટેમ્બરના રોજ જસ્ટિસ અતુલ શ્રીધરન અને જસ્ટિસ દિવેશ ચંદ્ર સામંતે CCTV કેમેરા અંગે પોલીસ અધિકારીઓના જવાબ પર નારાજગી વ્યક્ત કરી હતી. આ કેસ વ્યક્તિઓની ગેરકાયદેસર અટકાયત સાથે સંબંધિત હતો, જેના પુરાવા તરીકે સ્ટેશનના CCTV ફૂટેજની જરૂર હતી, જોકે, પોલીસ કોર્ટ સમક્ષ ફૂટેજ રજૂ કરી શકી નહોતી. પોલીસે CCTV કેમેરા સિસ્ટમમાં ખામી અને અટકાયતના સમયગાળાની ફૂટેજ ઉપલબ્ધ ન હોવાની વાતો જણાવી હતી.

અટકાયતના સમયગાળાના CCTV રેકોર્ડ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા નહોતા. Live Lawના અહેવાલ મુજબ, જસ્ટિસ અતુલ શ્રીધરને પોલીસ અધિકારીઓના નિવેદનો સાંભળ્યા પછી તેમને જૂઠ્ઠાઓનું ટોળું (bunch of liars) ગણાવ્યા હતા. જસ્ટિસ શ્રીધરને આ ટિપ્પણી ત્યારે કરી હતી જ્યારે તેઓ SHOને એ સંજોગો વિશે પૂછી રહ્યા હતા, જેમાં કથિત રીતે CCTV સિસ્ટમ કામ કરતી બંધ થઈ ગઈ હતી અને ત્યારબાદ તેનું સમારકામ કરવામાં આવ્યું હતું.

અરજદારોએ આક્ષેપ કર્યો હતો કે તેમને 13 એપ્રિલ 2026 અને 23 એપ્રિલ, 2026 વચ્ચે દેવરિયાના ગૌરીગંજ પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર રીતે અટકાયતમાં રાખવામાં આવ્યા હતા. જ્યારે પોલીસ પાસેથી CCTV રેકોર્ડ માંગવામાં આવ્યો, ત્યારે તેમણે દાવો કર્યો હતો કે અટકાયતના સમગ્ર સમયગાળા દરમિયાન CCTV સિસ્ટમ બંધ હતી.

allahbad high court
dailypioneer.com

આના પર, કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને ત્રણ અરજદારોમાંથી દરેકને 20,000 અને એક અરજદારને 5,000 ચૂકવવાનો નિર્દેશ આપ્યો. આ રકમ તેમને તેમની ગેરકાયદેસર અટકાયતના સમયગાળા માટે ચૂકવવાની છે. કોર્ટે નિર્દેશ આપ્યો કે કુલ 65,000નું વળતર SHOના પગારમાંથી વસૂલવામાં આવશે. હાઈકોર્ટે CCTVના મુદ્દે સ્ટેશન હાઉસ ઓફિસર (SHO)નો પીછો ન છોડ્યો, તેમને પૂછ્યું કે, જો કેમેરા 14 એપ્રિલથી કાર્યરત હતો, તો તેનું રેકોર્ડિંગ ક્યાં છે? તમે બે મહિના સુધી SHO હતા. રેકોર્ડિંગ ક્યાં છે?’

SHOએ જણાવ્યું કે 12 એપ્રિલે CCTV સિસ્ટમમાં ખામી સર્જાઈ હતી. કોર્ટે પૂછ્યું કે શું CCTV સિસ્ટમના સમારકામ અંગેની વિગત 'જનરલ ડાયરી' (GD)માં નોંધવામાં આવી હતી. SHOએ કહ્યું કે આવી કોઈ GD એન્ટ્રી કરવામાં આવી નથી. આ દરમિયાન, પોલીસ અધિક્ષક (SP)એ કોર્ટને જાણ કરી કે તેમને એ વાતની જાણ કરવામાં આવી નહોતી કે CCTV કેમેરો કામ કરતો નથી.

ત્યારબાદ, હાઈકોર્ટે પોલીસ વડાને જ સવાલ કર્યા. દેવરિયાના SP અભિજીત આર. શંકર પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો. કોર્ટે પૂછ્યું કે શું તેમણે CCTV અંગેની બેદરકારી બદલ SHO સામે કોઈ કાર્યવાહી કરી?. જવાબમાં, SPએ કોર્ટની સીધી માફી માંગી. ત્યારે જસ્ટિસ અતુલ શ્રીધરને કહ્યું કે, કોર્ટ પાસે માફી ન માંગો; જનતા પાસે માફી માગો.

જસ્ટિસ શ્રીધરને કહ્યું કે, તમારા બંને પર વ્યક્તિગત રીતે 5-5 લાખનું વળતર (દંડ) લાદું? કોર્ટે SPને SHO સામે કાર્યવાહી વિશે વધુ પૂછ્યુ કે, શું તમે તેમને સસ્પેન્ડ કર્યા કે તેમની સેવા સમાપ્ત કરી? એક SHO જે GDની તપાસ પણ કરી શકતા નથી, તેમને નોકરીમાંથી કાઢી મૂકવા જોઈએ. તેઓ કોન્સ્ટેબલ રહેવાને પણ લાયક નથી.

allahbad high court
dailypioneer.com

SHOની ભૂલ સામે આવ્યા પછી પણ તેમની સામે કાર્યવાહી ન કરવા અને તેમને સજા મળે તે સુનિશ્ચિત ન કરવા બદલ SPને ઠપકો આપવામાં આવ્યો. SPએ કોર્ટને જાણ કરી કે SHOની બદલી ક્રાઈમ બ્રાન્ચમાં કરવામાં આવી હતી; જોકે, કોર્ટના આ જવાબથી સંતુષ્ટ નહોતી.

અલ્લાહાબાદ હાઈકોર્ટે એમ પણ કહ્યું કે સોગંદનામામાં સુપ્રીમ કોર્ટના એ આદેશનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જે હેઠળ પોલીસ સ્ટેશનોમાં CCTV કવરેજ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. તેમાં જણાવવામાં આવ્યું હતું કે ઉત્તર પ્રદેશ સરકારે દેવરિયા જિલ્લાના પોલીસ સ્ટેશનો માટે 46.46 લાખ ફાળવ્યા હતા. સોગંદનામામાં એ તારીખનો ઉલ્લેખ ન હતો કે ક્યારે આ રકમ ફાળવવામાં આવી હતી.

કોર્ટે એ બાબતની પણ નોંધ લીધી કે SP દ્વારા ત્યારબાદ જે કાર્યવાહી કરવામાં આવી તેની તારીખ 14 ઓગસ્ટ, 2026ની હતી. એટલે કે આ કાર્યવાહી હાઈકોર્ટના 4 ઓગસ્ટના આદેશ બાદ શરૂ કરવામાં આવી હતી. આ બાબતને ધ્યાનમાં લેતા અદાલતે જણાવ્યું કે, પ્રાથમિક દૃષ્ટિએ એવું જણાય છે કે આ કોર્ટમાં દાખલ અરજી પર 4 ઓગસ્ટ, 2026ના રોજ આવેલા આદેશના જવાબમાં જિલ્લાના અધિકારીઓએ કાર્યવાહી શરૂ કરી હતી.

હાઈકોર્ટે SPને 4 ઓગસ્ટ પહેલાં કરવામાં આવેલી કાર્યવાહી અંગે ખુલાસો કરવા માટે રૂબરૂ હાજર રહેવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે એવો પ્રશ્ન પણ ઉઠાવ્યો કે પ્રોજેક્ટ પૂર્ણ થાય તે પહેલાં જ CCTVના કામ માટે જવાબદાર એજન્સીને સંપૂર્ણ ચૂકવણી શા માટે કરવામાં આવી? આવી એજન્સીને તો બ્લેકલિસ્ટ કરવી જોઈતી હતી.

About The Author

Top News

પતિ જ કરી રહ્યો હતો પત્નીની અદલા-બદલી માટે દબાણ, પત્ની પહોંચી પોલીસ સ્ટેશન, દેરાણી બોલી- ‘આધુનિક સમયમાં વાઇફ સ્વેપિંગ કોમન બાબત છે’

સુરત જેવા શહેરમાં આજકાલ વાઇફ સ્વેપિંગનું દુષણ વધ્યું છે, ઉત્રાણ વિસ્તારમાંથી પરિણીતા પર પતિ દ્વારા વાઇફ સ્વેપિંગ માટે દબાણ કરવામાં...
Gujarat 
પતિ જ કરી રહ્યો હતો પત્નીની અદલા-બદલી માટે દબાણ, પત્ની પહોંચી પોલીસ સ્ટેશન, દેરાણી બોલી- ‘આધુનિક સમયમાં વાઇફ સ્વેપિંગ કોમન બાબત છે’

વી. ટી. ચોકસી સાર્વજનિક લો કોલેજ ખાતે યુવાનોમાં ડાયાબિટીસ અને ઓબેસિટીને અંકુશમાં લાવવા અંગે સેમિનાર યોજાયો

સુરત સ્થિત વી. ટી. ચોકસી સાર્વજનિક લો કોલેજ ખાતે યુવાનોમાં ડાયાબિટીસ અને ઓબેસિટીને અંકુશમાં લાવવા અંગેની સભાનતા માટેના ઉદ્દેશથી તા....
Gujarat 
વી. ટી. ચોકસી સાર્વજનિક લો કોલેજ ખાતે યુવાનોમાં ડાયાબિટીસ અને ઓબેસિટીને અંકુશમાં લાવવા અંગે સેમિનાર યોજાયો

આ તો નવું આવ્યું... ઇન્કમ ટેક્સ વિભાગના અસલી અધિકારીઓ પાડતા હતા નકલી દરોડા; ઉદ્યોગપતિને એક વાત પર શંકા ગઈ અને પોલ ખૂલી

મુંબઈમાં 'સ્પેશિયલ 26' ફિલ્મની જેમ જ એક ગેંગે એક ઉદ્યોગપતિ અને તેની પત્નીને બંધક બનાવ્યા. આવકવેરા અને ક્રાઈમ બ્રાન્ચના...
National 
આ તો નવું આવ્યું... ઇન્કમ ટેક્સ વિભાગના અસલી અધિકારીઓ પાડતા હતા નકલી દરોડા; ઉદ્યોગપતિને એક વાત પર શંકા ગઈ અને પોલ ખૂલી

સુરત કલેક્ટર કચેરીએ શ્રમિકોનો હલ્લાબોલ, બોલ્યા- ‘હક માંગીએ છીએ, ભીખ નહીં... રવિવારે રજા આપો, 8 કલાક...’, જાણો શું છે આખો મામલો

સુરત જિલ્લામાં ડાઇંગ, પ્રિન્ટિંગ, એમ્બ્રોઇડરી, ઝરી અને લૂમ્સ સહિતના વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રોમાં કામ કરી રહેલા 10 લાખથી...
Gujarat 
સુરત કલેક્ટર કચેરીએ શ્રમિકોનો હલ્લાબોલ, બોલ્યા- ‘હક માંગીએ છીએ, ભીખ નહીં... રવિવારે રજા આપો, 8 કલાક...’, જાણો શું છે આખો મામલો
Copyright (c) Khabarchhe All Rights Reserved.