લઘર-વઘર રહેતો મજૂર એકાએક બની ગયો ડેશિંગ મોડલ, તેની સ્ટોરી ચોંકાવી દેશે

એક સામાન્ય માણસનું જીવન મજૂરી કરતા કરતા પૂર્ણ થઈ જાય છે. પણ એ જ વ્યક્તિ અચાનક હેડલાઈન્સમાં આવી જાય તો? એ પાછળનું કારણ જાણવાનું રસપ્રદ બની રહે છે. આવો એક કિસ્સો કેરળમાંથી સામે આવ્યો છે. જ્યાં 60 વર્ષના એક મજૂરનો એ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં મજૂરનો એક ગ્લેમર લુક જોવા મળ્યો છે. જેના પર અનેક યુઝર્સ પોતાની પ્રતિક્રિયા આપતા એના વખાણ કરી રહ્યા છે. કોઝિકોડમાં રહેતા મમ્મિક્કા મજૂરીકામ કરે છે.

પણ એક ફોટોગ્રાફરે એનું મેકઓવર કરી નાંખ્યું હતું. સોશિયલ મીડિયા પર એનો ફોટો વાયરલ થતા હવે એને એક મોડલ તરીકેની ઓળખ મળી રહી છે. આ ફોટોમાં એનો સ્વેગ અને એટિટ્યુડ દેખાઈ રહ્યો છે. આ મજૂરનો ફોટો શારિક વાયલિલે ક્લિક કર્યો છે. જેણે મમ્મિક્કામાં એક મોડલ પાસે હોવી જોઈએ એવી ટેલેન્ટ જોઈ.

પછી તેને એક લેટેસ્ટ ફોટોશુટ પ્રોજેક્ટનો એક ભાગ બનાવાયો હતો. પછી એનો લુક અને ડેશિગ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો. હાલમાં એના લુકને લઈ પ્રશંસા પ્રાપ્ત થઈ રહી છે. સોશિયલ મીડિયા પર હાલ આ મજૂરને જે લોકો પસંદ કરી રહ્યા છે એની સંપૂર્ણ ક્રેડિટ શારિકને જાય છે. એક લોકલ પેઢીએ પ્રમોશનલ ફોટોશુટ માટે મમ્મિકાને સુટ બુટ પહેરાવી દીધા હતા. આ ઉપરાંત Ipad સાથે એના નવા લુકનો ફોટો ક્લિક કરવામાં આવ્યો હતો. એ પછી શારિકે પોતાના સોશિયલ મીડિયા પેજ પર એનો ફોટો પોસ્ટ કર્યો હતો. જે પછીથી અભિનેતા વિનાયકન સાથેની સમાનતાને લઈને વાયરલ થયો હતો.

 

મમ્મિક્કા પોતાની લૂંગી અને શર્ટને કારણે ઓળખાય છે. હવે એનો આ મોડલ અવતાર લોકોને પસંદ પડી રહ્યો છે. જેના પર અનેક લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. જ્યારે ફોટોગ્રાફર શારિક પાસે આ એસાઈમેન્ટ આાવ્યું ત્યારે એનો મેકઅપ મજનસે કર્યો હતો. પછી એનું મેકઓવર કરવામાં આવ્યું હતું. આશિક ફુઆદ અને શબીબ વાયલીલ આસિ. મેકઅપ આર્ટિસ્ટ તરીકે રહ્યા હતા. મજૂર હાલમાં પોતાની આ સફળતાથી ખુશ છે. એમનું એવું કહેવું છે કે, નિયમિત નોકરી સાથે આ પ્રકારની ઓફર્સ મળતી રહે તો એને મોડલિંગ કરવામાં કોઈ વાંધો નથી. હાલમાં આ શ્રમિકનું એક ઈન્સ્ટાગ્રામ પર પેજ પણ છે. જ્યાં સાદા કપડાંમાં અને મેકઓવર સાથે એમ બંને લુકમાં જોવા મળે છે.

Top News

અમેરિકા હટાવશે 25 ટકા ટેરિફ, સરકારના મોટા અધિકારીનો દાવો; જાણો શું બોલ્યા

ભારતના મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંત નાગેશ્વરને કહ્યું કે, અમેરિકા ટૂંક સમયમાં ભારતીય સામાન પર લાગનારો વધારાના પેનલ 25% ટેરિફને...
National 
અમેરિકા હટાવશે 25 ટકા ટેરિફ, સરકારના મોટા અધિકારીનો દાવો; જાણો શું બોલ્યા

આર્મીનો યુનિફોર્મ પહેરી 3 લૂંટારું SBIમાં આવ્યા 20 કિલો સોનું ઉડાવી ગયા

કર્ણાટકના વિજયપુરા જિલ્લાના ચાદચાનમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચ આવેલી છે. મંગળવારે સાંજે સ્ટેટ બેંકની શાખામાં 3 માસ્ક ધારી આર્મીનો...
National 
આર્મીનો યુનિફોર્મ પહેરી 3 લૂંટારું SBIમાં આવ્યા 20 કિલો સોનું ઉડાવી ગયા

સોનાના ભાવમાં ઉછાળો... શું શેરબજારમાં કડાકો બોલવાની શક્યતા છે? 'નિક્સન શોક' જેવી આપત્તિ આવવાના સંકેતો

હમણાના કેટલાક સમયમાં સોનાના ભાવમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે, જેના કારણે એવી અટકળો થઈ રહી છે કે, ...
Business 
સોનાના ભાવમાં ઉછાળો... શું શેરબજારમાં કડાકો બોલવાની શક્યતા છે? 'નિક્સન શોક' જેવી આપત્તિ આવવાના સંકેતો

એવું શું છે અદાણી અંગેના 138 વીડિયોમાં કે રવિશ કુમાર, ધ્રૂવ રાઠી બધાને સરકારે ડિલીટ કરવા કહી દીધું

કેન્દ્ર સરકારના ઇન્ફોર્મેશન અને બ્રોડકાસ્ટીંગ ડિપાર્ટમેન્ટ બે મીડિયા સંસ્થા અને અનેક યુટ્યુબર્સને નોટીસ મોકલીને અદાણી ગ્રુપ સબંધિત 138 વીડિયો અને ...
National 
એવું શું છે અદાણી અંગેના 138 વીડિયોમાં કે રવિશ કુમાર, ધ્રૂવ રાઠી બધાને સરકારે ડિલીટ કરવા કહી દીધું

Opinion

એ વાત સાચી છે કે... વનતારા વન્યજીવન સંરક્ષણ માટે નિઃસ્વાર્થ કઠોર મહેનત કરે છે એ વાત સાચી છે કે... વનતારા વન્યજીવન સંરક્ષણ માટે નિઃસ્વાર્થ કઠોર મહેનત કરે છે
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના જામનગરમાં વસતું વનતારા એક અદ્ભુત અને પ્રેરણાદાયી સેવાકીય પ્રકલ્પ છે જે અંબાણી પરિવારની નિઃસ્વાર્થ મહેનત અને વિઝનનું...
સુરતની સચિન GIDCના ઉદ્યોગકારોને બ્લેકમેલિંગ, લાઇઝનિંગ અને લાંચખોરીથી કોણ બચાવશે?
વેસુ કેનાલ વોકવે ખાઉધરાગલીમાં પરિવર્તિત થઈ રહ્યો છે: શું આરોગ્યની ભેટ હવે વેપારીકરણનું માધ્યમ બની રહી છે?
GIDCના લાંચીયા અધિકારીઓથી સમગ્ર ગુજરાતના ઉદ્યોગકારો ત્રાહિમામ
શું કુંવરજી બાવળિયા કોળી સમાજના એક એવા નેતા છે કે જે કોંગ્રેસમાં હોય કે ભાજપમાં ફરક પડતો નથી?
Copyright (c) Khabarchhe All Rights Reserved.