'ડાર્લિંગ, હું તારા પર ફિદા છું...' સ્ટુડન્ટને આવું કહેવા બદલ પ્રોફેસરની ધરપકડ

લખનઉ યુનિવર્સિટીના પ્રાણીશાસ્ત્ર વિભાગના આસી. પ્રોફેસર ડૉ. પરમજીત સિંહ સામે ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. B.Sc.ના અંતિમ વર્ષની વિદ્યાર્થિની સાથે કથિત અભદ્ર વાતચીતનું ઓડિયો રેકોર્ડિંગ અને પેપર લીક થવાના દાવાઓ સામે આવ્યા છે, જેના કારણે યુનિવર્સિટી વહીવટીતંત્રમાં ખળભળાટ મચી ગયો છે. આ મામલે હસનગંજ પોલીસ સ્ટેશનમાં પરીક્ષા નિયંત્રક દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો હતો. યુનિવર્સિટીની વિશાખા સમિતિ હેઠળ રચાયેલી આંતરિક ફરિયાદ સમિતિએ પણ તપાસ શરૂ કરી છે.

યુનિવર્સિટીના મુખ્ય પ્રોક્ટર, પ્રો. રાકેશ દ્વિવેદીએ જણાવ્યું હતું કે, આ બાબતને ગંભીરતાથી લેવામાં આવી છે અને ટૂંક સમયમાં કાર્યવાહી કરવામાં આવશે. પ્રાણીશાસ્ત્ર વિભાગના વડા, પ્રોફેસર અમિતા કનોજિયાએ જણાવ્યું હતું કે, ઓડિયો રેકોર્ડિંગ તેમના ધ્યાન પર આવ્યું છે અને અવાજ આરોપી પ્રોફેસરનો લાગે છે. યુનિવર્સિટીના પ્રવક્તા, પ્રો. મુકુલ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, તપાસ શરૂ કરવામાં આવી છે અને જો દોષિત ઠરશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.

Lucknow-University-Professor1
ndtv.in

ઓડિયો રેકોર્ડિંગમાં, આરોપી પ્રોફેસર છાત્રાને કહેતા સાંભળવામાં આવે છે કે, તે વેકેશન પરથી પાછા ફર્યા પછી તેને મળશે. પ્રોફેસર દાવો કરે છે કે, તેણે કોર અને ઇલેક્ટિવ બંને પેપર્સ બહાર કરાવી રાખ્યા છે. વાતચીત દરમિયાન, છાત્રા વારંવાર તેના ઘરની પરિસ્થિતિનો ઉલ્લેખ કરીને મળવાનો ઇનકાર કરતી સાંભળવામાં આવે છે.

ઓડિયોમાં, પ્રોફેસર વિદ્યાર્થીને કહે છે, 'ડાર્લિંગ, મેં તારા માટે પેપર્સ બહાર કરાવી દીધા છે. હું તારા પર ફિદા છું. બધું જ તૈયાર છે. અને મને છોડી દેતી નહીં.' વિદ્યાર્થિની ઓડિયોમાં કહેતી સાંભળવામાં આવે છે કે, તે તેને મળવા જશે નહીં અને પેપર્સ પણ નહીં માંગે. તેનો આરોપ છે કે પ્રોફેસર ફરીથી તેનું શોષણ કરવા માંગે છે.

Lucknow-University-Professor2
bhaskar.com

પ્રોફેસર અને વિદ્યાર્થિનીની ફોન પર વાતચીત આ પ્રમાણે છે...

પ્રોફેસર:- 'ચાર દિવસની અંદર આવી જા, મેં તારા માટે બંને પેપર્સ બહાર નિકાળી રાખ્યા છે.'

વિદ્યાર્થિની:- 'સર, ઘરની પરિસ્થિતિ સારી નથી, હું હમણાં કંઈ કહી નથી શકતી.'

પ્રોફેસર:- 'હું તારી સાથે ખૂબ જ ભાવનાત્મક રીતે જોડાયેલો છું... મને છોડી દેતી નહીં.'

વિદ્યાર્થિની:-'જી, સર...'

પ્રોફેસર:- 'મેં તારા માટે કોર અને ઇલેક્ટિવ બંને પેપર્સ બહાર નિકાળી રાખ્યા છે.'

વિદ્યાર્થિની:-'નહીં, સર, મેં તેને વાંચી લીધા છે. મને પેપર્સ નથી જોઈતા.'

પ્રોફેસર:- મેં તારા માટે MSc, PhD અને સ્ટેનફોર્ડ સુધી બધું જ તૈયાર કરી લીધું છે.

વિદ્યાર્થિની:- સર, મારે હમણાં ઘરે મમ્મીની સંભાળ રાખવી પડશે.

પ્રોફેસર:- જો તું કહીશ તો, હું ખુદ આવી જઈશ... જો તને કોઈ નાણાકીય મદદની જરૂર હોય, તો મને જણાવ જે ડાર્લિંગ.

વિદ્યાર્થિની:- જી સર, બધું બરાબર છે.

પ્રોફેસર:- મમ્મી ઠીક છે?

વિદ્યાર્થિની:- હા, સર.

Lucknow-University-Professor4
navbharattimes.indiatimes.com

કોલ ડિસ્કનેક્ટ થયા પછી, વિદ્યાર્થિનીનો અવાજ સંભળાય છે, તે કહે છે, 'તે મને ફોન કરીને બોલાવી રહ્યો છે... મને પેપર નથી જોઈતું... તે ફરીથી મારી છેડતી કરવા માંગે છે.'

પોલીસ હાલમાં તપાસ કરી રહી છે કે, શું આરોપી પ્રોફેસરે અન્ય કોઈ વિદ્યાર્થિનીઓ સાથે આ જ પ્રકારનું વર્તન કર્યું છે. મોબાઇલ ફોન, કોલ રેકોર્ડ અને ડિજિટલ પુરાવાઓની તપાસ કરવામાં આવી રહી છે. ઓડિયો ક્લિપ વાયરલ થયા પછી, વિદ્યાર્થી સંગઠનોએ પણ તપાસની માંગ કરી છે. ઘણા લોકો કહે છે કે, જો પેપર લીક અને શોષણના આરોપો સાચા સાબિત થાય છે, તો આ ફક્ત એક વ્યક્તિગત કેસ નથી, પરંતુ સમગ્ર સિસ્ટમ માટે એક ગંભીર ચેતવણી છે.

આ કેસને લઈને એક મોટો પ્રશ્ન એ છે કે, શું ખરેખર પેપર લીક થયું હતું?, જો કોઈ પ્રોફેસર કોઈ વિદ્યાર્થિનીને કહે છે કે, તેણે તેના માટે પેપર બહાર નિકાળી રાખ્યું છે, તો તે સિસ્ટમ પર પ્રશ્નો ઉભા કરે છે. શું પેપર સુધી પહોંચવું આટલું સરળ હતું? કે પછી તે ફક્ત બહાના બનાવીને આવવા માટે દબાણ બનાવવાનો પ્રયાસ હતો? બીજો પ્રશ્ન એ છે કે, શું વિદ્યાર્થિની સાથે પહેલા કંઈક થયું હતું? કારણ કે ફોન કોલ સમાપ્ત થયા પછી, વિદ્યાર્થિનીએ કહ્યું, 'તે ફરીથી મારી છેડતી કરવા માંગે છે.' આનો અર્થ એ છે કે, આ આરોપ ફક્ત પહેલી વારનો નથી લાગી રહ્યો. પોલીસ હવે આ બાબતની પણ તપાસ કરી રહી છે.

About The Author

Top News

તમિલનાડુમાં બીજા 10 ધારાસભ્યો રાજીનામું આપશે; CM વિજયની TVK બહુમતની નજીક

તમિલનાડુના રાજકારણમાં હાલમાં મોટી રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે. CM C. જોસેફ વિજયના નેતૃત્વ હેઠળની શાસક તમિલનાડુ વેટ્રી કઝગમ (...
National 
તમિલનાડુમાં બીજા 10 ધારાસભ્યો રાજીનામું આપશે; CM વિજયની TVK બહુમતની નજીક

હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીમાં યુવા નેતાઓ આગલી હરોળમાં નેતૃત્વ કરી રહ્યા છે. સારી વાત છે...
Opinion 
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા

E20 પેટ્રોલ બંધ નહીં કરે સરકાર? કહ્યું- 1 લાખ કરોડ અને ખેડૂતો સાથે સંકળાયેલો છે આખો મામલો

E20 પેટ્રોલને લઇને રાષ્ટ્રવ્યાપી બહેસ વચ્ચે કેન્દ્ર સરકારે તેની ઇથેનોલ મિશ્રણ નીતિનો મજબૂત રીતે બચાવ કર્યો છે. પેટ્રોલિયમ અને કુદરતી...
Business 
E20 પેટ્રોલ બંધ નહીં કરે સરકાર? કહ્યું- 1 લાખ કરોડ અને ખેડૂતો સાથે સંકળાયેલો છે આખો મામલો

‘…તો હું પગરખા પહેરવાનું છોડી દઈશ’ મંચ પર ભાજપના MLAના શપથથી CM પણ ક્ષોભનીયની સ્થિતિમાં મુકાયા

મધ્ય પ્રદેશમાં વિકાસ અને માર્ગ માળખાગત સુવિધાઓમાં સુધારાના દાવાઓ વચ્ચે શાસક ભાજપ નેતા સાથે સંકળાયેલી એક અનોખી ઘટનાએ વ્યાપક ચર્ચા...
Politics 
‘…તો હું પગરખા પહેરવાનું છોડી દઈશ’ મંચ પર ભાજપના MLAના શપથથી CM પણ ક્ષોભનીયની સ્થિતિમાં મુકાયા
Copyright (c) Khabarchhe All Rights Reserved.