- National
- ડિલિવરી બૉય-હાઉસહેલ્પના લીફ્ટના ઉપયોગ પર 1000 રૂ. દંડ, સોસાયટીનો નિયમ
ડિલિવરી બૉય-હાઉસહેલ્પના લીફ્ટના ઉપયોગ પર 1000 રૂ. દંડ, સોસાયટીનો નિયમ

હૈદરાબાદની એક હાઉસિંગ સોસાયટી હાલમાં પોતાના એક અજીબ નિયમને લઈ ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર સોસાયટીની એક નોટિસ વાયરલ થઇ રહી છે. જેમાં લિફ્ટના ઉપયોગથી જોડાયેલ શરતો લખવામાં આવી છે. આ નોટિસમાં લખવામાં આવ્યું છે કે, ડિલીવરી બોય, કામવાલી બાઈ અને વર્કર પેસેન્જર લિફ્ટનો ઉપયોગ કરી શકશે નહીં. જો આવું કરતા તેઓ પકડાઈ ગયા તો તેમના પર 1000 રૂપિયાનો દંડ લગાવવામાં આવશે. આ પ્રકારની નોટિસ બહાર પાડવા પાછળનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ઘણાં લોકોએ સોસાયટીના આ નિર્ણયનો વિરોધ કર્યો છે. એક યૂઝરે લખ્યું કે, જે લોકો દર મહિને માત્ર 15000 રૂપિયા આપવામાં આવી રહ્યા છે તેમના પર લિફ્ટના ઉપયોગ માટે 1000 રૂપિયા ફાઈન! કેવા લોકો છે? ઘણાં લોકોને આ પ્રકારનો ભેદભાવ પસંદ આવી રહ્યો નથી. તો અમુક લોકો આ નિયમની તરફેણમાં પણ હતા. એક યૂઝરે લખ્યું કે, સમયની સાથે હાઉસહેલ્પની સંખ્યાઓ વધી ગઇ છે. લિફ્ટમાં તેમના ટ્રાવેલ કરવાના કારણે વેટ ટાઇમ 10-15 મિનિટ વધારે થઇ જાય છે. શું તમને નથી લાગતું કે સોસાયટીમાં રહેનારાઓને વધારે સુવિધા મળવી જોઇએ.
As a society we are programmed to hide our dark and dirty secrets and today we think the people who do our hard labour work cannot coexist in a same space as we are. Incase they are caught? Like it’s a crime? Fine of 1000? It’s probably 25% of most of their salary. pic.twitter.com/bmwkcs37J9
— Shaheena Attarwala شاہینہ (@RuthlessUx) November 26, 2023
સોસાયટીના અનોખા નિયમો
જણાવીએ કે, આ પ્રકારના વિવાદનો આ પહેલા કિસ્સો નથી. એવી ઘણી સોસાયટીઓ છે જ્યાં આ પ્રકારના નિયમ બનાવવામાં આવ્યા છે. બેંગલોરની એક સોસાયટીમાં તો પાળતૂ પ્રાણી રાખનારા પરિવાર માટે પોતાના પાળતૂ પ્રાણી માટે સોસાયટીમાં રજિસ્ટ્રેશન ફી સુધી આપવાનો નિયમ બનાવાયો હતો. જોકે આ નિયમની પણ ઘણી ટીકા થઇ હતી. જોવા જઇએ તો મોટેભાગે સોસાયટીમાં આ પ્રકારના નિયમો બનતા રહે છે.