- National
- હૈદરાબાદમાં 'કરાચી બેકરી' નામ પર વિવાદ, માલિક બોલ્યો- ‘અમે પાકિસ્તાની નહીં, ભારતીય બ્રાન્ડ છીએ
હૈદરાબાદમાં 'કરાચી બેકરી' નામ પર વિવાદ, માલિક બોલ્યો- ‘અમે પાકિસ્તાની નહીં, ભારતીય બ્રાન્ડ છીએ

પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે ‘ઓપરેશન સિંદુર’ લોન્ચ કરતા પાકિસ્તાન અને PoKમાં સ્થિત આતંકી ઠેકાણાઓને નિશાનો બનાવ્યા હતા. ભારતીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે ઓલ પાર્ટી મીટિંગમાં જણાવ્યુ હતું કે, ‘ભારતીય એર સ્ટ્રાઈકમાં 100 આતંકવાદી માર્યા ગયા.’ તો આજે ભારતે પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમને પણ તબાહ કરી દીધી. ભારત-પાકિસ્તાન વચ્ચે વાધેલા તણાવ વચ્ચે હૈદરાબાદની એક બેકરી વિવાદમાં આવી ગઈ છે.

હૈદરાબાદમાં કરાચી બેકરીના નામને લઈને વિવાદ વધુ ઘેરો બની ગયો છે. શહેરમાં ઘણી જગ્યાએ લોકોએ આ બેકરી વિરુદ્ધ પ્રદર્શનો કર્યા. પ્રદર્શન કરી રહેલા લોકોનું કહેવું છે કે, બેકરીનું નામ કરાચી છે, જે પાકિસ્તાન સાથે જોડાયેલું છે, એટલે તેનું નામ બદલવું જોઈએ. આ વિરોધ પર કરાચી બેકરીના માલિકે સ્પષ્ટતા આપી છે. તેણે જણાવ્યું કે, કરાચી બેકરીની શરૂઆત વર્ષ 1953માં હૈદરાબાદમાં થઈ હતી. તેના દાદા ખાનચંદ રામનાનીએ આ બેકરીની સ્થાપના કરી હતી હતી, જેઓ વિભાજનના સમયે પાકિસ્તાનના કરાચીથી ભારત આવ્યા હતા. તેમણે કહ્યું કે, માત્ર નામ તેમના મૂળ સાથે જોડાયેલું છે, તેનું પાકિસ્તાન સાથે કોઈ લેવું-દેવું નથી.
https://twitter.com/PTI_News/status/1920394159166533711
માલિકે કહ્યું કે, કરાચી બેકરી એક ભારતીય બ્રાન્ડ છે અને છેલ્લા 73 વર્ષથી હૈદરાબાદમાં કામ કરી રહી છે. તેમણે તેલંગાણાના મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડી અને પ્રશાસનના વરિષ્ઠ અધિકારીઓને અપીલ કરી કે તેઓ બેકરીનું નામ બદલતા બચાવવામાં સમર્થન કરે. બેકરીના માલિકે એમ પણ કહ્યું કે લોકો શહેરભરની દુકાનો પર ત્રિરંગો લગાવી રહ્યા છે, જેથી સ્પષ્ટ થઈ શકે કે આ બ્રાન્ડ ભારતની છે, પાકિસ્તાનની નહીં. બેકરીના માલિકે જનતાને અપીલ કરી કે તેઓ અફવાઓમાં ન આવે અને એક જૂની ભારતીય બ્રાન્ડનો સાથ આપે.

મીડિયા રિપોર્ટ મુજબ, બેકારીની દુનિયામાં કરાચી બેકારીનું નામ ખૂબ ઉપર રાખવામા આવે છે. છેલ્લા ઘણા દશકોથી કરાચી બેકરી હૈદરાબાદમાં કેકનું હબ બની છે. કરાચી બેકરી સૌથી મોટી વિશેષતા તેનું બજેટ હોય છે. અહીં ઘણા પ્રકારની બિસ્કિટ મળે છે. હૈદરાબાદ અને સિકંદરાબાદને મળાવીને કરાચી બેકરીના115 કરતા વધુ સ્ટોર આવેલા છે. કંપની 20 કરતા વધુ દેશોમાં બિસ્કિટ સહિત ઘણી વસ્તુઓનો નિકાસ કરે છે. તેમાં કેનેડા, અમેરિકા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયા સામેલ છે.
Related Posts
Top News
સરકારી શાળાની શિક્ષિકાએ પાકિસ્તાની સેનાના પક્ષમાં પોસ્ટ કરી, લેવાયા આ પગલા
પતિ થયો બેનકાબ, ઇન્સ્ટાવાળી ગર્લફ્રેન્ડ નીકળી પોતાની જ પત્ની, રેસ્ટોરાંમાં મળવા પહોંચેલો...
ચૈતર વસાવાની ચિમકી, તો PM મોદીનો કાર્યક્રમ નહીં થવા દઇશું
Opinion
