ભારતનો બીજો પ્રહાર, લાહોરમાં પાકિસ્તાની એર ડિફેન્સ સિસ્ટમને તબાહ કરી દીધી

ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત તણાવના સમાચારો આવી રહ્યા છે. ભારતીય સેનાએ પાકિસ્તાન પર એરસ્ટ્રાઈક કરીને ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યા બાદ, પાકિસ્તાન સતત બદલાની કાર્યવાહીની વાત કરી રહ્યું છે. આ દરમિયાન, મોટા સમાચાર આવી રહ્યા છે કે પાકિસ્તાનના સિયાલકોટ, લાહોર અને એક અન્ય શહેરમાં પાકિસ્તાની સેનાના એર ડિફેન્સ યુનિટને ભારે નુકસાન થયું છે.

india-pakistan
india-pakistan

મીડિયા રિપોર્ટ મુજબ, પાકિસ્તાની સેનાના હેડક્વાર્ટર 9 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમને ડ્રોન હુમલામાં ભારે નુકસાન થયું છે. ભારત સરકારે સત્તાવાર નિવેદન જાહેર કરીને જણાવ્યુ કે, ‘આજે સવારે ભારતીય સશસ્ત્ર બળોએ પાકિસ્તાનમાં ઘણા સ્થળો પર એર ડિફેન્સ રડાર અને સિસ્ટમને નિશાનો બનાવ્યા. ભારતે પણ પાકિસ્તાનને જવાબી કાર્યવાહીમાં તેની જેમ જ જવાબ આપ્યો. લાહોરમાં એર ડિફેન્સ સિસ્ટમને તબાહ કરી દેવામાં આવ્યું છે. 07 અને 08 મેની રાત્રે પાકિસ્તાને ડ્રોન મિસાઈલોનો ઉપયોગ કરીને અવંતીપુરા, શ્રીનગર, જમ્મુ, પઠનકોટ, અમૃતસર, કપૂરથલા, જાલંધર, લુધિયાણા, આદમપુર, ભટિંડા, ચંડીગઢ, નલ, ફિલોદી, ઉત્તરલાઈ અને ભુજ સહિત ઉત્તરી અને પશ્ચિમી ભારતમાં ઘણા સૈન્ય છાવણીઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. આ હુમલાને કાઉન્ટર USA ગ્રીડ અને એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા બેઅસર કરી દેવામાં આવ્યા. આ હુમલાઓના કાટમાળ હવે ઘણા સ્થળોએ મળી રહ્યા છે, જે પાકિસ્તાની હુમલાને સાબિત કરે છે.

india-pakistan1
wionews.com

PIB પ્રેસ રીલિઝમાં કહેવામા આવ્યું છે કે, આજે એટલે કે 8 મેની સવારે પાકિસ્તાને ભારતીય સશસ્ત્ર બળોએ પાકિસ્તાનની ઘણી જગ્યાએ એર ડિફેન્સ રડાર અને સિસ્ટમને નિશાનો બનાવી. ભારતે પણ પાકિસ્તાની જેમ જ એજ તીવ્રતથી જવાબ આપ્યો અને વિશ્વાસનીય રૂપે ખબર પડી છે કે લાહોરમાં એક એર ડિફેન્સ સિસ્ટમને બેઅસર કરી દીધી છે.  વધુમાં કહેવામા આવ્યું કે, પાકિસ્તાને જમ્મુ કશ્મીરના કુપવાડા, બારામુલા, ઉરી, પૂંછ, મેંઢર અને રાજોરી સેક્ટરોમાં મોર્ટાર અને ભારે કેલિબર આર્ટિલરીનો ઉપયોગ કરતાં નિયંત્રણ રેખા પાર પોતાની અકારણ ગોળીબારીની તીવ્રતા વધારી દીધી છે.

hq-16
PIB

ભારત સરકારે નિવેદનમાં વધુ કહ્યું કે, પાકિસ્તાનની ગોળીબારીમાં 16 નિર્દોષ લોકોનો જીવ જતો રહ્યો છે, જેમાં 3 મહિલાઓ અને 5 બાળકો સામેલ છે. અહી પણ ભારતને પાકિસ્તાન તરફથી મોર્ટાર અને આર્ટિલરી ગોળીબારીને રોકવા માટે જવાબ આપવો પડ્યો. રોયટર્સ અને સ્થાનિક મીડિયાના રિપોર્ટ મુજબ  લાહોરમાં વોલ્ટન એરપોર્ટ પાસે જબરદસ્ત ધમાકાની એક સીરિઝ સંભળાતા સાયરન વાગવા લાગ્યા અને પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યા. તસવીરોમાં લોકો ગભરાઈને પોતાના ઘરોમાંથી બહાર નીકળતા નજરે પડી રહ્યા હતા અને ધુમાડાના ગોટેગોટા નજરે પડ્યા.

Top News

મહિલાઓ હવે શેરબજારમાં રોકાણ કરવા તરફ કેમ વળી રહી છે?

શેરબજારમાં હવે માત્ર પુરુષોનું જ વર્ચસ્વ નથી રહ્યું, મહિલા રોકાણકારોની સંખ્યા પણ નોંધપાત્ર રીતે વધી રહી છે. NSEના...
Business 
મહિલાઓ હવે શેરબજારમાં રોકાણ કરવા તરફ કેમ વળી રહી છે?

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

આજના મુહૂર્ત તારીખ: 15-8-2025વાર: શુક્રવારઆજની રાશિ મેષ ચોઘડિયા, દિવસચલ    06:18 - 07:55 લાભ   07:55 - 09:31અમૃત...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ક્લાસ-1-2 અધિકારી બની બેઠેલા અમદાવાદ મનપાના કર્મચારીઓએ AMCએ નથી એ આપેલા એ સર્ટિ GPSCમાં આપેલા

થોડા વર્ષો અગાઉ અમદાવાદ ફાયર વિભાગના 9 અધિકારીને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. તેમના પર આરોપ હતો કે નકલી દસ્તાવેજોના...
Gujarat 
ક્લાસ-1-2 અધિકારી બની બેઠેલા અમદાવાદ મનપાના કર્મચારીઓએ AMCએ નથી એ આપેલા એ સર્ટિ GPSCમાં આપેલા

ક્રિમીલેયર પરના નિયમોમાં ફેરફાર કરવા સરકાર કરી રહી છે મોટી તૈયારીઓ! શું OBC અનામત ફોર્મ્યુલા બદલાશે?

અનામત અંગે છેલ્લા ઘણા વર્ષોથી ચર્ચા ચાલી રહી છે. હવે સરકાર તેમાં એક નવો અધ્યાય ઉમેરવાની તૈયારી કરી રહી છે....
National 
ક્રિમીલેયર પરના નિયમોમાં ફેરફાર કરવા સરકાર કરી રહી છે મોટી તૈયારીઓ! શું OBC અનામત ફોર્મ્યુલા બદલાશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.