- National
- ‘તમને કેવી રીતે ખબર પડી ચીને આપણી જમીન હડપી લીધી, તમે સાચા ભારતીય હોત તો..’, રાહુલ ગાંધીને કોર્ટના ત...
‘તમને કેવી રીતે ખબર પડી ચીને આપણી જમીન હડપી લીધી, તમે સાચા ભારતીય હોત તો..’, રાહુલ ગાંધીને કોર્ટના તીખા સવાલો
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા દરમિયાન ભારતીય સેના વિરુદ્ધ કથિત ટિપ્પણીના કેસમાં સુપ્રીમ કોર્ટમાં પોતાની વિરુદ્ધ થયેલા માનહાનિના કેસને પડકારવા માટે અરજી દાખલ કરી છે. સોમવારે કોર્ટે સુનાવણી દરમિયાન રાહુલ ગાંધીને ફટકાર લગાવતા કહ્યું કે, તમને કેવી રીતે ખબર પડી કે ચીને 2000 કિલોમીટર સુધી ભારતની જમીન હડપી લીધી છે? જો તમે સાચા ભારતીય હોત, તો આમ ન કહેતા.
સુનાવણી દરમિયાન ન્યાયાધીશ દીપાંકર દત્તા અને ન્યાયાધીશ એ.જી. મસીહની બેન્ચે રાહુલ ગાંધી તરફથી આપવામાં આવેલા નિવેદનો સાથે અસહમતિ વ્યક્ત કરી. રાહુલ ગાંધી તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ શરૂઆતમાં દલીલ કરી હતી કે જો કોઈ વિપક્ષી નેતા મુદ્દા ઉઠાવી શકતો નથી, તો તે એક દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિ હશે.
કોર્ટમાં સિંઘવીએ કહ્યું કે જો તેઓ પ્રેસમાં છપાયેલી આ વાતો કહી શકતા નથી, તો તેઓ વિપક્ષના નેતા ન હોઈ શકે. તેના પર ન્યાયાધીશ દત્તાએ પૂછ્યું કે, 'તમારે જે કહેવું હોય તે સંસદમાં કેમ નથી કહેતા? તમારે સોશિયલ મીડિયા પોસ્ટમાં આમ કેમ કહેવું પડે છે?' રાહુલ ગાંધીના નિવેદન સાથે અસહમતિ વ્યક્ત કરતા જસ્ટિસ દત્તાએ પૂછ્યું, 'તમે કોઈ પુરાવા વિના આ નિવેદનો કેમ આપી રહ્યા છો. જો તમે સાચા ભારતીય હોત, તો તમે આ બધું ન કહેતા.'
પોતાની 2023ની ભારત જોડો યાત્રા દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે એક પૂર્વ સેનાના અધિકારીએ તેમને કહ્યું હતું કે, ચીને 2,000 ચોરસ કિલોમીટર ભારતીય ક્ષેત્ર પર કબજો કરી લીધો છે. તેમના આ નિવેદનને લઈને રાજકીય ધમાસાણ છેડાઈ ગયું હતું અને તેમની સામે માનહાનિનો દાવો દાખલ કરવામાં આવ્યો હતો.
રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિના કેસને પડકારતી અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે, ‘તમને કેવી રીતે ખબર પડી કે ચીને 2,000 કિલોમીટર ક્ષેત્ર પર કબજો કરી લીધો છે?' કોર્ટે પૂછ્યું કે શું તમારી પાસે કોઈ વિશ્વસનીય માહિતી છે? જ્યારે સીમા પાર વિવાદ હોય ત્યારે તમે આ બધું કહી શકો છો? તમે સંસદમાં સવાલ કેમ નથી પૂછતા?
કોર્ટે રાહુલ ગાંધીને ફટકાર લગાવતા કહ્યું કે, જો તમે વિપક્ષના નેતા છો, તો તમે આ વાતો કેમ કહેશો? તમે સંસદમાં આ સવાલ કેમ નથી પૂછતા? તેના જવાબમાં રાહુલ તરફથી હાજર રહેલા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે તેમણે સંસદમાં બોલવાની સ્વતંત્રતા મેળવવા માટે ચૂંટણી લડી નથી. કલમ 19 (1) (A) રાહુલ ગાંધીને સવાલ પૂછવાની મંજૂરી આપે છે.
સુપ્રીમ કોર્ટમાં સિંઘવીએ એ સ્વીકારતા અરજદાર પોતાનું નિવેદન વધુ સારી રીતે રજૂ કરી શકતા હતા. તેમણે કહ્યું કે ફરિયાદ માત્ર સવાલ ઉઠાવવા માટે, તેમને પરેશાન કરવાના પ્રયાસ સિવાય કશું જ નથી છે, જે વિપક્ષી નેતાનું કર્તવ્ય છે. તેમણે એમ પણ કહ્યું કે આ કેસમાં નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી. જોકે, જસ્ટિસ દત્તાએ કહ્યું કે આ મુદ્દો હાઈકોર્ટ સમક્ષ ઉઠાવવામાં આવ્યો નહોતો. સિંઘવીએ સ્વીકાર્યું કે આ પોઈન્ટ ઉઠાવવામાં ભૂલ થઈ હતી. તેમણે કહ્યું કે હાઈકોર્ટમાં પડકાર મુખ્યત્વે ફરિયાદીના અધિકારક્ષેત્ર પર કેન્દ્રિત હતો.
સિંઘવીએ રાહુલ તરફથી કહ્યું કે તેમની સામે માનહાનિનો કેસ દાખલ કરવાની કોઈ જરૂર નથી. આ મામલે સંજ્ઞાન લેવા અગાઉ તેમને કોઈ પ્રાકૃતિક ન્યાય આપવામાં આવ્યો નથી. સિંઘવીએ કહ્યું કે તેઓ સમજે છે કે આ બેન્ચે કઈ ભાવનાથી સવાલ પૂછ્યા છે. પરંતુ આ વાત પર સામાન્ય સહમતિ છે કે અહીં કોઈ પ્રાકૃતિક ન્યાય કે સુનાવણી થઈ નથી.
સિંઘવીએ હાઈકોર્ટના એ તર્ક પર સવાલ ઉઠાવ્યો કે ફરિયાદી, જો 'પીડિત વ્યક્તિ' નથી. છતા 'અપમાનિત વ્યક્તિ' છે. બેન્ચ આ મુદ્દા પર વિચાર કરવા સહમત થઈ ગઈ અને અલ્લાહબાદ હાઈકોર્ટના નિર્ણયને પડકારતી રાહુલ ગાંધીની અરજી પર નોટિસ જાહેર કરી, જેણે કાર્યવાહી રદ કરવાનો ઇનકાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીની અરજી પર ઉત્તર પ્રદેશ સરકાર અને ફરિયાદીને નોટિસ જાહેર કરી છે. સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને હાલ પૂરતી રાહત આપતા નીચલી કોર્ટમાં માનહાનિના કેસની કાર્યવાહી પર રોક લગાવી દીધી છે અને 3 અઠવાડિયા બાદ સુનાવણી માટે સમય નક્કી કર્યો.

