2 લાખ રોકડા અને સોનાની ચેઇન લઇને આવ, નહીં તો નોકરાણી બનાવીશું, પરિણીતા પાસે માગ

ઉત્તર પ્રદેશનાના બાંદામાં સાસરિયાઓએ દહેજને લઈને તમામ હદો વટાવી દીધી હતી.નવપરિણીત મહિલાએ આરોપ લગાવ્યો છે કે 2 લાખ રૂપિયાના વધારાના દહેજની માંગણી પૂરી ન થવાને કારણે તેના પર તેના પતિના મિત્રો સાથે સંબંધ બાંધવાનું દબાણ કરવામાં આવ્યું હતું. આટલું જ નહીં, પરિવારના સભ્યો પણ તેની છેડતી કરતા હતા. વિરોધ કરતા જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. અંતે તેને માર મારીને ઘરમાંથી કાઢી મુકવામાં આવી હતી. પીડિતાનો આરોપ છે કે સાસરિયાઓ કહેતા કે તારા પિયરથી 2 લાખ રૂપિયા રોકડા અને સોનાની ચેઇન લઇને આવ નહીં તો તને નોકરાણીની જેમ રાખીશું.

સાસરિયામાંથી કાઢી મુકાયેલી પરણિતા પોતાના પિયર પહોંચી હતી અને પરિવાર સાથે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસે પીડિતાની ફરિયાદને આધારે સાસરિયા પક્ષના 9 લોકો સામે ગુનો દાખલ કર્યો છે. સાસરિયાઓ સામે પોલીસે દહેજ, મારપીટ સહિતની અનેક કલમો હેઠળ કેસ કર્યો છે.

પીડિતાના પિતાએ પોલીસને કહ્યુ હતું કે તેઓ બબેરુ વિસ્તારના રહેવાસી છે. તેમણે કહ્યું કે મે 2022માં તેમની દીકરીના લગ્ન ચિત્રકુટ જિલ્લામા કર્યા હતા.લગ્ન પછી સાસરિયા દીકરીને દહેજના નામે પરેશાન કરતા હતા.

પીડિતાના પિતાએ ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે એક વખત જમાઇના કાકા દીકરીના રૂમમાં બદઇરાદાથી પહોંચી ગયા હતા અને અશ્લીલ હરકત કરી હતી. જ્યારે દીકરીએ કાકાનો વિરોધ કર્યો અને બુમરાણ મચાવી તો સાસરીયાઓએ જબરદસ્તીથી ચુપ કરાવી દીધી હતી.

પિતાએ ફરિયાદમાં કહ્યુ હતુ કે, દીકરીનો પતિ બીજા લોકો સાથે સંબંધ બનાવવા માટે દીકરી પર દબાણ કરતો હતો અને સાથે જાનથી મારી નાખવાની ધમકી આપતો. આખરે સાસરીયાઓએ દીકરીને માર મારીને ઘરમાંથી કાઢી મુકી છે. પિતાએ સાસરીયાઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.સાસરિયાઓએ આ બધા આરોપો ખોટો હોવાનું કહ્યું છે.

આ મામલે બાબેરુના SHO પંકજ કુમાર સિંહે જણાવ્યું કે કોતવાલી વિસ્તારના એક વ્યક્તિએ તેની પુત્રીને તેના સાસરિયાઓ દ્વારા હેરાન કરવાની ફરિયાદ કરી છે. ફરિયાદના આધારે 9 સાસરીયાઓ વિરુદ્ધ દહેજ ઉત્પીડન, છેડતી, મારપીટ અને ધમકીની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.ટૂંક સમયમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવશે

જમાનો ભલે આગળ આવી ગયો, પરંતુ આજે પણ દેશમાં દહેજના નામે દીકરીઓને પરેશાન કરવાનું ચાલું જ છે. પિતાની ક્ષમતા ન હોવા છતા સાસરીયઓની માંગ ઘટતી નથી હોતી. અમુક જગ્યાઓ પર તો કાર, ફલેટ જેવી માંગ કરવામાં આવે છે.

About The Author

Top News

વોટ્સએપ, ટેલિગ્રામ પર નહીં આવે ફેક કોલ અને મેસેજ, સરકારે કરી મોટી તૈયારીઓ

વોટ્સએપ અને ટેલિગ્રામ જેવા OTT પ્લેટફોર્મ પર વધતા નકલી કોલ્સને રોકવા માટે સરકારે મોટી તૈયારીઓ કરી છે. મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ...
Tech and Auto 
વોટ્સએપ, ટેલિગ્રામ પર નહીં આવે ફેક કોલ અને મેસેજ, સરકારે કરી મોટી તૈયારીઓ

શેલ્બી હોસ્પિટલ સુરતે ઇતિહાસ બનાવ્યો: દક્ષિણ ગુજરાતમાં ક્રેનિઓસિનોસ્ટોસિસ જેવી દુર્લભ સર્જરી સફળતા પૂર્વક હાથ ધરાઈ

સુરત, ગુજરાત, 29 એપ્રિલ 2025: શેલ્બી હોસ્પિટલ, સુરતે દક્ષિણ ગુજરાતમાં પ્રથમ વખત કેનિઓસિનોસ્ટોસિસ સર્જરી કરીને એક મહત્વપૂર્ણ તબીબી સિદ્ધિ પ્રાપ્ત...
Health 
શેલ્બી હોસ્પિટલ સુરતે ઇતિહાસ બનાવ્યો: દક્ષિણ ગુજરાતમાં ક્રેનિઓસિનોસ્ટોસિસ જેવી દુર્લભ સર્જરી સફળતા પૂર્વક હાથ ધરાઈ

ભારત-પાકિસ્તાન વચ્ચે વેપાર ઠપ્પ! તો પણ 10 અબજ ડૉલરનો ભારતીય માલ પાકિસ્તાન પહોંચી ગયો

જોકે ભારત અને પાકિસ્તાન વચ્ચે સીધો વેપાર ખૂબ જ ઓછો છે. બંને દેશો વચ્ચે સતત ભૂ-રાજકીય તણાવ અને સરહદી તણાવને...
Business 
ભારત-પાકિસ્તાન વચ્ચે વેપાર ઠપ્પ! તો પણ 10 અબજ ડૉલરનો ભારતીય માલ પાકિસ્તાન પહોંચી ગયો

Oppo લાવી રહ્યો છે iPhone જેવો દેખાતો હતો એક સસ્તો ફોન , લોન્ચ પહેલા લીક થઈ તસવીર

Oppo Reno 13 પછી, ચીની કંપની વધુ એક સસ્તો સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે. આ ફોનના કેમેરા અને ડિઝાઇન...
Tech and Auto 
Oppo લાવી રહ્યો છે iPhone જેવો દેખાતો હતો એક સસ્તો ફોન , લોન્ચ પહેલા લીક થઈ તસવીર
Copyright (c) Khabarchhe All Rights Reserved.