ઘરમાં ચાર પુત્રવધૂ છતા સાસુ 30 વર્ષના પ્રેમી સાથે ફરાર! વૃદ્ધ પતિએ CM યોગી પાસે માંગ્યો ન્યાય

UPના લલિતપુર જિલ્લામાંથી એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેણે બધાને ચોંકાવી દીધા છે. જાખોરા પોલીસ સ્ટેશન વિસ્તારના સાંકરવાર કલા ગામમાં, ચાર પુત્રવધૂઓની સાસુ તેના 30 વર્ષના પ્રેમી સાથે ઘરેથી ભાગી ગઈ. એવો પણ આરોપ છે કે, જતી વખતે તે પુત્રવધૂઓના કિંમતી ઘરેણાં પણ પોતાની સાથે લઈ ગઈ હતી.

જ્યારે પીડિત વૃદ્ધ પતિ હરિરામ પાલને તેની પત્ની ભગવતીના આ કૃત્ય વિશે જાણ થઇ ત્યારે તે ચોંકી ગયો. પહેલા તેણે સ્થાનિક જાખોરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, પરંતુ જ્યારે તેને ત્યાંથી કોઈ મદદ ન મળી, ત્યારે તેણે CM યોગી આદિત્યનાથને પત્ર લખીને ન્યાયની અપીલ કરી. હરિરામ પાલે આરોપ લગાવ્યો છે કે, તેની પત્નીને તે જ ગામના રહેવાસી 30 વર્ષીય યુવક કૃષ્ણપાલ ઝાએ લલચાવીને તેની સાથે ભગાડી ગયો હતો. હરિરામ પાલ કહે છે કે, ભગવતી લગભગ બે મહિના પહેલા અચાનક ઘરેથી ગુમ થઈ ગઈ હતી. પહેલા તો તેમને લાગ્યું કે તે કોઈ સંબંધીના ઘરે ગઈ હશે, પરંતુ જ્યારે ઘણા દિવસો સુધી તે મળી નહીં અને ઘરમાં રાખેલા પુત્રવધૂના ઘરેણા પણ ગાયબ થઈ ગયા, ત્યારે તેમને વાસ્તવિક મામલો સમજાયો.

ઘરમાં ચાર પુત્રવધૂઓ છે, જ્યારે તેમને ખબર પડી કે તેમની સાસુ તેના પ્રેમી સાથે ભાગી ગઈ છે અને તેમના ઘરેણા પણ લઈ ગઈ છે, ત્યારે તેમનો વિશ્વાસ તૂટી ગયો. પુત્રવધૂઓ કહે છે કે એક તરફ તેમને સમાજમાં બદનામીનો સામનો કરવો પડી રહ્યો છે, તો બીજી તરફ તેમની વર્ષોની ભેગી કરેલી બચત પણ ગઈ છે. એક પુત્રવધૂ કહે છે કે, અમે આ વાત પર વિશ્વાસ કરી શકતા નથી.

આ કેસમાં, જાખોરા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જે જણાવ્યું હતું કે, થોડા અઠવાડિયા પહેલા ભગવતી પોતે પોલીસ સ્ટેશન આવી હતી. તેણે પોલીસને સ્પષ્ટપણે કહ્યું હતું કે, તે હવે તેના પતિ અને તેના પરિવાર સાથે રહેવા માંગતી નથી. પોલીસના જણાવ્યા અનુસાર, મહિલા પુખ્ત વયની છે અને તેણે પોતાની મરજીથી આ નિર્ણય લીધો છે, તેથી તેમના દ્વારા કોઈ કાનૂની કાર્યવાહી કરવામાં આવી નથી. પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જે જણાવ્યું હતું કે, આ કેસમાં મહિલાએ પોતાની ઇચ્છા વ્યક્ત કરી હતી, તેથી અમે કોઈ બળજબરીથી કાર્યવાહી કરી શકતા નથી.

હરિરામ પાલ લલિતપુર પોલીસ અધિક્ષક કાર્યાલય પહોંચ્યા અને CMને સંબોધિત એક પત્ર સોંપ્યો, જેમાં તેમણે સમગ્ર કેસની તપાસ અને તેમની પત્નીને પરત લાવવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે, માત્ર પત્ની જ નહીં, પરંતુ ઘરેણાંની ચોરી પણ એક ગંભીર ગુનો છે, જેના પર પોલીસે કાર્યવાહી કરવી જોઈએ. હરિરામ કહે છે, હું વૃદ્ધ માણસ છું. હવે આ ઉંમરે ન તો કોઈ સહારો છે કે ન તો કોઈ આશા. મારી પત્નીએ જે કર્યું તેનાથી ઘર તૂટી ગયું છે. પુત્રવધૂઓ તેમના પિયરે ચાલી ગઈ છે. ઘર બરબાદ થઈ ગયું છે.

About The Author

Related Posts

Top News

ગોપાલ ઇટાલિયાને ધારાસભ્ય તરીકે કેટલો પગાર મળશે? શું-શું સુવિધા મળશે?

વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આખરે 23 દિવસ પછી 16 જુલાઇએ શપથ લીધા હતા. સાથે કડીના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ પણ શપથ...
Gujarat 
ગોપાલ ઇટાલિયાને ધારાસભ્ય તરીકે કેટલો પગાર મળશે? શું-શું સુવિધા મળશે?

મોદી સરકારને ઘેરતા પહેલા જ INDIA ગઠબંધનમાં તિરાડ! AAP-TMC બેઠકમાં કેમ નહીં આવે?

સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઈ, 2025થી શરૂ થવા જઈ રહ્યું છે. વિરોધ પક્ષોનું ગઠબંધન INDIA બ્લોક, ચોમાસુ...
National 
મોદી સરકારને ઘેરતા પહેલા જ INDIA ગઠબંધનમાં તિરાડ! AAP-TMC બેઠકમાં કેમ નહીં આવે?

લોર્ડ્સમાં RCBના ખેલાડીની બેઇજ્જતી! જીતેશને સ્ટેડિયમમાં ઘૂસવા ન દીધો? પછી એણે DKને પાડી બૂમ

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સમાં 5 મેચોની ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ  રમાઇ હતી. આ દિલ ધડક મેચમાં ભારતીય ટીમને 22...
Sports 
લોર્ડ્સમાં RCBના ખેલાડીની બેઇજ્જતી! જીતેશને સ્ટેડિયમમાં ઘૂસવા ન દીધો? પછી એણે DKને પાડી બૂમ

કરોડોના માલિક મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા 4 હજારનો ઇ-મેમો કેમ નથી ભરતા

મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા છેલ્લાં કેટલાંક દિવસોથી ગુજરાતના રાજકારણમાં ચર્ચામાં છે. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને મોરબીમાં ચૂંટણી લડવા માટે...
Gujarat 
કરોડોના માલિક મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા 4 હજારનો ઇ-મેમો કેમ નથી ભરતા
Copyright (c) Khabarchhe All Rights Reserved.