- National
- ઢાકાથી પહેલગામ: શું ઈન્દિરા ગાંધી અને નરેન્દ્ર મોદીની તુલના યોગ્ય છે?
ઢાકાથી પહેલગામ: શું ઈન્દિરા ગાંધી અને નરેન્દ્ર મોદીની તુલના યોગ્ય છે?

(વિરાંગ ભટ્ટ)
ભારતે વર્ષો સુધી પાકિસ્તાની આક્રમણ અને આતંકવાદનો સામનો કર્યો છે. હાલમાં પહેલગામ પછી ભારતે કરેલી જવાબી કાર્યવાહી અને યુદ્ધવિરામ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને માજી વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની તુલના કરાઇ રહી છે. ખાસ કરીને કોંગ્રેસ દ્વારા આ મુદ્દાને એ રીતે ચગાવાઇ રહ્યો છે કે ઇન્દિરા ગાંધીએ પાકિસ્તાનના બે ટુકડા કરી દીધા હતા. હવે સવાલ એ થાય છે કે શું બન્નેની તુલના થઇ શકે છે ખરી? શું આ તુલના કરવી યોગ્ય છે ખરી? તો ચાલો હકીકતોના સંદર્ભમાં આ મુદ્દા પર ચર્ચા કરીએ.
1. 1971 અને 2025
ઇન્દિરા ગાંધી (1971): દેશના વર્ષ 1947માં ભાગલા પછી પાકિસ્તાન બે ભાગમાં હતું. જેમાં હાલનું પાકિસ્તાન એટલે પશ્ચિમી પાકિસ્તાન હતું. જ્યારે હાલનું બાંગ્લાદેશ પૂર્વ પાકિસ્તાન હતું. ત્યારે પાકિસ્તાન સાવ નબળુ હતું. તેની પાસે નાનકડી સેના હતી. જ્યારે ભારત પાસે મોટી સેના હતી. ભારત ત્યારે પણ શક્તિશાળી દેશ હતો. બાંગ્લાદેશમાં પાકિસ્તાની સેના નરસંહાર કરી રહી હતી. ભારત તરફ લાખો શરણાર્થીઓનો પ્રવાહ આવી રહ્યો હતો.
નરેન્દ્ર મોદી (2025, પહેલગામ હુમલો): આજે ભારત અને પાકિસ્તાન બન્ને પરમાણુ બોમ્બ ધરાવે છે. બન્ને દેશો આર્થિક રીતે સદ્ધર છે. બન્ને દેશો પાસે આધુનિક શસ્ત્રો અને સેના છે. પરંતુ પાકિસ્તાન છદ્મ યુદ્ધ કરે છે. આંતકીઓને સમર્થન આપે છે. હાલમાં પહેલગામમાં પાકિસ્તાન સમર્થિત આંતકવાદીઓએ હુમલો કર્યો. ત્યાર પછી ભારતે પ્રતિક્રિયા આપી. આ પ્રતિક્રિયા છે ઓપરેશન સિંદૂર.

2. ભારતની પ્રતિક્રિયા
ઇન્દિરા ગાંધી: 13 દિવસમાં જ જીત સાથે 93,000 પાકિસ્તાની સૈનિકોએ સમર્પણ કરી દીધું હતું. પાકિસ્તાનના બે ટુકડા થઇ ગયા હતા.
નરેન્દ્ર મોદી: ભારતે આતંકીઓના ઠેકાણાઓ ઉપર હવાઇ હુમલા કરીને ધ્વસ્ત કરી દીધા. ભારતે ઓપરેશન સિંદૂર મારફતે પહેલગામનો બદલો લીધો તે પણ યુદ્ધ કર્યા વિના।

3. રણનીતિ
ગાંધી: પાકિસ્તાનને નબળું પાડવું અને બાંગ્લાદેશને મુક્ત કરવું। બન્ને ધ્યેય પ્રાપ્ત થયા.
મોદી: આતંક સામે કડક અને સ્પષ્ટ સંદેશ આપવો, લોકોમાં વિશ્વાસ જાળવવો। આ કિસ્સામાં પણ બન્ને ધ્યેય પ્રાપ્ત થયા.
4. કૂટનીતિ
ગાંધી: સોવિયત યુનિયન સાથે દોસ્તીથી અમેરિકાનું દબાણ ટાળી શક્યા હતા. ત્યારે બન્ને દેશો સમાન રીતે શક્તિશાળી હતા.
મોદી: આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની કાર્યવાહીને યોગ્ય સાબિત કરી। પાકિસ્તાને ચુપચાપ માની લેવું પડ્યું. ચાઇના જે પાકિસ્તાનના ખભે બંદૂક ફોડવા માગતું હતું તે ન કરી શક્યું. ભારતે સાફ સાફ કહી દીધું કે હવે જો આતંકવાદીઓને મદદ કરી તો આ રીતે તરત જ વળતો જવાબ મળશે.

5. અસર
ગાંધી: “આયર્ન લેડી” તરીકે ઓળખાવા લાગ્યા।
મોદી: ઓપરેશન સિંદૂર પછી સાબિત થયું કે ભારત તરત જ જવાબી કાર્યવાહી કરશે. સહન નહીં કરી લે. પાકિસ્તાનમાં અંદર સુધી મિસાઇલો છોડશે.

6. આંતરિક નીતિ પર અસર
ગાંધી: યુદ્ધ પછી વર્ષ 1972માં ચૂંટણીમાં ભવ્ય વિજય મળ્યો. જોકે, 5 વર્ષમાં અસ્થિરતા સર્જાઇ અને પછી ઇમર્જન્સી જાહેર કરવામાં આવી.
મોદી: હાલમાં યુદ્ધ જાહેર થયું ન હતું. હાલમાં આ એક યુદ્ધ જેવી સ્થિતિ હતી. હવે આગામી દિવસોમાં આની અસર શું પડે છે તે બિહાર ચૂંટણીના પરિણામોથી ખબર પડશે.
ઈન્દિરા ગાંધી અને નરેન્દ્ર મોદી બે જુદા યુગોના નેતા હોવા છતાં બંનેએ ભારતની અખંડિતા અને સુરક્ષા માટે અડગ દૃઢતા બતાવી છે. 1971નું ઢાકા અને 2025નું પહેલગામ — બંને વચ્ચે 50 વર્ષથી વધુના સમયનો ફેર છે. એટલે બન્નેની સીધી રીતે તુલના કરવી અઘરી છે. છતાં લોકો તુલના કરશે.
Related Posts
Top News
પૂર્વ ચૂંટણી કમિશનર આવ્યા રાહુલના સમર્થનમાં, કહ્યું- સોગંધનામાની જરૂર નથી, પંચે આરોપોની તપાસ કરાવવી જોઈએ
સચિન તેંદુલકરના દીકરાની જેની સાથે સગાઈ થઈ, એ યુવતી પણ છે કરોડપતિ
અમદાવાદ દેશનું સૌથી સુરક્ષિત શહેર: વૈશ્વિક ક્રાઈમ ઇન્ડેક્સમાં ટોપ 100માં સ્થાન
Opinion
-copy.jpg)