‘મહારાષ્ટ્રની ચૂંટણી પર સવાલ, પ્રેસ કોન્ફરન્સમાં પુરાવાઓ સાથે રાહુલ ગાંધીનો દાવો; ગણાવી મતદાર યાદીની ગરબડીઓ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ વોટર લિસ્ટ વેરિફિકેશનમાં અનિયમિતતાઓને લઈને ફરી એક વખત ચૂંટણી પંચ પર સવાલ ઊભા કર્યા છે. આ દરમિયાન તેમણે મહારાષ્ટ્ર અને કર્ણાટકની મતદાર યાદી બતાવતા બંને રાજ્યોની મતદાર યાદીમાં નકલી મતદારો હોવાનો આરોપ લગાવ્યો. રાહુલ ગાંધીએ પ્રેઝન્ટેશન દરમિયાન કહ્યું કે, સંવિધાનનો પાયો મત છે. એવામાં વિચારવું પડશે કે, શું યોગ્ય લોકોને મતદાન કરવા દેવામાં આવી રહ્યા છે? શું મતદાર યાદીમાં નકલી મતદારો જોડવામાં આવ્યા? મહારાષ્ટ્રની ચૂંટણી ચોરી કરવામાં આવી? અમે મહારાષ્ટ્રમાં ચૂંટણી હારી ગયા. મહારાષ્ટ્રમાં 40 લાખ મતદારો રહસ્યમય છે. અહીં 5 મહિનામાં ઘણા મતદારો જોડવામાં આવ્યા.

રાહુલે કહ્યું કે, મહારાષ્ટ્રમાં 5 મહિનામાં મોટી સંખ્યામાં નવા મતદારો જોડાયા. મહારાષ્ટ્ર વિધાનસભામાં મતદાનના દિવસે સાંજે 5:00 વાગ્યા બાદ મતદાનમાં ભારે વધારો થયો. અમને પાછળથી ખબર પડી કે લોકસભા અને વિધાનસભા ચૂંટણી વચ્ચે મતદાર યાદીમાં એક કરોડ નવા મતદારો જોડાયા. ચૂંટણી પંચે મતદાર યાદીને લઈને જવાબ આપવો જોઈએ. તેમણે બતાવવું જોઈએ કે મતદાર યાદી સાચી છે કે ખોટી? ચૂંટણી પંચ ઇલેક્ટ્રોનિક ડેટા કેમ આપતું નથી? અમે આયોગ પાસે વારંવાર ડેટા માગ્યો, પરંતુ અમને આપવામાં ન આવ્યો. ચૂંટણી પંચે અમને જવાબ આપવાનો પણ ઇનકાર કરી દીધો.

rahul-gandhi5
aajtak.in

રાહુલે કહ્યું કે, દેશમાં નકલી મતદાન થઈ રહ્યું છે. અમને આ ચોરી પકડવામાં ઘણો સમય લાગ્યો. અમે અમારા સ્તર પર તપાસ કરી, જેમાં અમને 6 મહિના લાગ્યા. અમે બેંગ્લોર સેન્ટ્રલ લોકસભા સીટની મહાદેવપુરા વિધાનસભા બેઠકમાં મતદારોની યાદીની તપાસ કરી. અમે મહાદેવપુરા સીટ 32707 મતોથી હારી ગયા હતા. એકલી ભાજપ આ સીટ પર એક લાખથી વધુના માર્જિનથી જીતી હતી. તેનાથી અમને શંકા ગઈ કે કંઈક ગડબડ છે. રાહુલે કહ્યું કે બેંગ્લોર સેન્ટ્રલ લોકસભાની મહાદેવપુરા વિધાનસભા સીટમાં 6.5 લાખ મતોમાંથી એક લાખથી વધુ મતોની ચોરી કરવામાં આવી. અમારી આંતરિક તપાસમાં જાણવા મળ્યું કે આ મતદારોમાંથી એક લાખથી વધુ મતદાર નકલી છે અથવા ખોટા સરનામાં છે.

તેમણે કહ્યું કે અમારી તપાસમાં મતદાર યાદીમાં ઘણી ગેરરીતિઓની જાણ થઈ છે. આ મતદાર યાદીમાં ઘણા લોકોના પિતાના નામની આગળ કંઈ પણ લખવામાં આવ્યું છે. મતદાર યાદીમાં 40 હજાર ઘરોના સરનામાં શૂન્ય છે. નકલી મતદારોની સંખ્યા ખૂબ વધારે છે. 11 હજાર શંકાસ્પદ એવા છે, જેમણે 3 વખત મતદાન કર્યું. આ લોકો ક્યાંથી આવી રહ્યા છે? એક જ સરનામા પર 46 મતદારો છે. એક રૂમના ઘરમાં 80 મતદારો છે. આ ચૂંટણી પંચ અને ભાજપ વચ્ચેની મિલીભગત છે.

rahul-gandhi4
aajtak.in

આ દરમિયાન રાહુલ ગાંધીએ નકલી સરનામાંવાળા મતદારોની યાદી બતાવતા કહ્યું કે, તેમાંથી ઘણા મતદારોના પિતાનું નામ કંઈ પણ છે. તમે સાંભળ્યું હશે કે નવા મતદારો વડાપ્રધાનને મત આપે છે. અમે તમને બતાવીશું કે કેવી રીતે. ફોર્મ નંબર 6 નવા મતદારો છે. શકુન રાની નામની એક મહિલા છે, જેની ઉંમર 70 વર્ષ છે. મતદાર યાદીમાં તેમનું નામ બે જગ્યાએ છે. તેમણે 2 વખત મતદાન કર્યું છે અને આવું કરનારા લોકોની સંખ્યા 33 હજાર છે.

રાહુલ ગાંધીએ જણાવ્યું કે, મત ચોરી 5 રીતે થાય છે. નકલી મતદારો 11,965 છે. મતદાર યાદીમાં એવા મતદાર જેમના સરનામાં નકલી છે, તેમની સંખ્યા લગભગ 40 હજારની આસપાસ છે. એક જ સરનામે 10 હજારથી વધુ મતદારો નોંધાયેલા છે. મતદાર યાદીમાં 4132 મતદારો એવા છે જેમના ફોટા અમાન્ય છે.

મત ચોરી 5 રીતે થાય છે?

નકલી મતદારો (11,965)

નકલી અને અમાન્ય સરનામાં (40,009)

એક જ સરનામાં પર જથ્થાબંધ મતદારો (10,452)

અમાન્ય ફોટા (4132)

ફોર્મ 6નો દુરુપયોગ (30,000)

rahul-gandhi3
newsofkashmir.com

અંતમાં રાહુલ ગાંધીએ ચૂંટણી પંચના અધિકારીઓને ચીમકી આપતા કહ્યું કે, તમે ગમે તે પોઝિશન પર હોવ, સીનિયર કે જુનિયર. અમે તમને નહીં છોડીએ. અમને લાગે છે કે મતદાર યાદીમાં આ અનિયમિતતાઓ ઘણી સીટો પર થઈ છે. ચૂંટણી પંચે આ દેશના લોકોને જવાબ આપવાનો છે. હું ચૂંટણી પંચના અધિકારીઓને કહેવા માગુ છું કે તમે દેશના લોકતંત્રને બર્બાદ નહીં કરી શકો. તમારું કામ લોકતંત્રની રક્ષા કરવાનું છે. CCTV ફૂટેજ અને ઇલેક્ટોરલ રોલ તેના પુરાવા છે અને તેમને નષ્ટ કરવામાં આવી રહ્યા છે. આ સત્તામાં બેઠી પાર્ટી અને ચૂંટણી પંચની મિલીભગતથી કરવામાં આવી રહ્યું છે.

About The Author

Related Posts

Top News

'જન ગન મન'ને રાષ્ટ્રગાન અને 'વન્દે માતરમ્'ને રાષ્ટ્રગીતનો દરજ્જો કંઈ રીતે અપાયો

વંદે માતરમના 150 વર્ષ પૂરા થવાના પ્રસંગે સંસદભવનમાં ચર્ચા થઈ રહી છે, ત્યારે સૌ કોઈ તેમના ઈતિહાસ વિશે જાણવા ઈચ્છતા...
National 
'જન ગન મન'ને રાષ્ટ્રગાન અને 'વન્દે માતરમ્'ને રાષ્ટ્રગીતનો દરજ્જો કંઈ રીતે અપાયો

સોનુ સૂદ અને ખલીને કાનપુર પોલીસે નોટિસ મોકલી, 1500 કરોડનો મામલો છે

કાનપુરના રૂ. 1,500 કરોડના કાનપુર છેતરપિંડીના કેસમાં અભિનેતા સોનુ સૂદ અને કુસ્તીબાજ ધ ગ્રેટ ખલીનું નામ માસ્ટરમાઇન્ડ રવિન્દ્રનાથ સોનીના છેતરપિંડીના...
National 
સોનુ સૂદ અને ખલીને કાનપુર પોલીસે નોટિસ મોકલી, 1500 કરોડનો મામલો છે

રાજકોટઃ ચકડોળમાં 100 ફૂટ ઊંચાઈએ લોકો બેઠા હતા અને રાઇડ બંધ કરીને જતો રહ્યો ઓપરેટર

રાજકોટ મહાનગર પાલિકા સંચાલિત રાઈડ્સમાં ફરી એકવાર ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે, જેના કારણે લોકોના જીવ જોખમમાં મુકાયા...
Gujarat 
રાજકોટઃ ચકડોળમાં 100 ફૂટ ઊંચાઈએ લોકો બેઠા હતા અને રાઇડ બંધ કરીને જતો રહ્યો ઓપરેટર

જિગ્નેશ મેવાણીએ PM મોદી વિરુદ્ધ આપેલા નિવેદન બાદ મોદી સમાજમાં રોષ, અમદાવાદમાં...

વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ વડનગરમાં યોજાયેલી જાહેર સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર...
Gujarat 
જિગ્નેશ મેવાણીએ PM મોદી વિરુદ્ધ આપેલા નિવેદન બાદ મોદી સમાજમાં રોષ, અમદાવાદમાં...
Copyright (c) Khabarchhe All Rights Reserved.