કેરળ સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસે સૌથી વધુ સીટ જીતી પણ ચર્ચા તિરુવનંતપુરમમાં ભાજપની જીતની કેમ છે? જાણો કેમ લોકો કહી રહ્યા છે ઐતિહાસિક જીત

કેરળના રાજકારણમાં મોટી રાજકીય ઉથલપાથલ જોવા મળી છે. સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીના પરિણામોમાં, ભારતીય જનતા પાર્ટી (BJP)એ તિરુવનંતપુરમ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઐતિહાસિક વિજય નોંધાવ્યો છે, જેમાં લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (LDF) પાસેથી સત્તા છીનવી લીધી છે. આ કોર્પોરેશન, જે LDF ચાર દાયકાથી વધુ સમયથી સતત સત્તા સંભાળી રહ્યું હતું. રાજધાનીમાં આ સત્તા પરિવર્તનને ડાબેરી મોરચા માટે એક મોટો રાજકીય ફટકો માનવામાં આવી રહ્યો છે.

તિરુવનંતપુરમ માત્ર કેરળનું વહીવટી પાટનગર જ નહીં પરંતુ રાજકીય રીતે મહત્વપૂર્ણ મતવિસ્તાર પણ છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી શશી થરૂર આ લોકસભા બેઠક પરથી સતત ચાર વખત સાંસદ ચૂંટાયા છે, જેના કારણે આ વિસ્તાર લાંબા સમયથી કોંગ્રેસ અને ડાબેરી મોરચાના પ્રભાવ હેઠળ માનવામાં આવે છે. પરિણામે, મ્યુનિસિપલ કોર્પોરેશનમાં BJPની જીતથી રાજ્યના રાજકારણમાં નવા સમીકરણો ઉભા થયા છે.

Kerala Civic Elections
khabarfast.com

રાજકીય વિશ્લેષકો માને છે કે, આ જીત વિધાનસભા ચૂંટણીમાં 2-3 બેઠકો જીતવા કરતાં ઘણી મહત્વપૂર્ણ છે. મ્યુનિસિપલ કોર્પોરેશન જેવા મોટા શહેરી સંસ્થામાં સત્તા મેળવવી એ સૂચવે છે કે, શહેરી મતદારો પરંપરાગત રાજકીય ધ્રુવીકરણથી અલગ થઈને નવા વિકલ્પો શોધી રહ્યા છે. આ પરિવર્તન ખાસ કરીને એવા રાજ્યમાં મહત્વપૂર્ણ છે જ્યાં અત્યાર સુધી સ્પર્ધા મુખ્યત્વે LDF અને UDF સુધી મર્યાદિત રહી છે.

સ્થાનિક ચૂંટણીના વલણો સ્પષ્ટપણે શહેરી વિસ્તારોમાં LDF સામે વધતી જતી નારાજગી દર્શાવે છે. મ્યુનિસિપલ ચૂંટણીઓમાં શાસન, શહેરી માળખાકીય સુવિધાઓ, પારદર્શિતા અને સ્થાનિક મુદ્દાઓને લઈને મતદારોનો અસંતોષ સ્પષ્ટપણે દેખાતો હતો. તિરુવનંતપુરમ જેવા LDF ગઢમાં મળેલી હારથી ડાબેરી મોરચાની વ્યૂહરચના પર પ્રશ્નો ઉભા થયા છે.

BJPએ આ જીતને ઐતિહાસિક અને નિર્ણાયક જનાદેશ ગણાવ્યો છે. પક્ષના નેતાઓ કહે છે કે, આ પરિણામ કેરળમાં BJPના વધતા સંગઠનાત્મક આધાર અને બદલાતા જાહેર મૂડનો પુરાવો છે. પક્ષના કાર્યકરોમાં ભારે ઉત્સાહ છે, અને આને કેરળમાં BJPના ભાવિ રાજકીય ભવિષ્ય માટે મજબૂત પાયા તરીકે જોવામાં આવી રહ્યું છે.

Kerala Civic Elections
lokmatnews.in

જ્યારે, LDF નેતૃત્વએ આ પરિણામોને ગંભીરતાથી લીધા છે અને આત્મનિરીક્ષણ કરવાની હાકલ કરી છે. ડાબેરી નેતાઓ કહે છે કે, ચૂંટણી પરિણામોનું વોર્ડ સ્તરે વિશ્લેષણ કરવામાં આવશે અને જરૂર પડ્યે સુધારાત્મક પગલાં લેવામાં આવશે.

PM નરેન્દ્ર મોદીએ તિરુવનંતપુરમ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં BJPની ઐતિહાસિક જીત બદલ શહેરના લોકો અને પાર્ટી કાર્યકરોને અભિનંદન આપ્યા. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું, 'આભાર તિરુવનંતપુરમ!'

કેરળના રાજકારણમાં જનાદેશને 'વોટરશેડ ક્ષણ' ગણાવતા, PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે, તિરુવનંતપુરમ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં BJP-NDAને મળેલ સમર્થન એ વાતનો સંકેત છે કે, રાજ્યના લોકો માને છે કે ફક્ત BJP જ કેરળની વિકાસલક્ષી આકાંક્ષાઓ પૂર્ણ કરી શકે છે. તેમણે ખાતરી આપી કે પાર્ટી તિરુવનંતપુરમ જેવા જીવંત શહેરના વિકાસ માટે કામ કરશે અને સામાન્ય લોકો માટે જીવન જીવવાની સરળતામાં વધુ સુધારો કરશે.

About The Author

Related Posts

Top News

મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

મેક્સિકોની સંસદે જે દેશ સાથે મુક્ત વેપાર કરાર (FTA) નથી એવા દેશો સામે ટેરિફ વધારીને 50 ટકા કર્યો છે....
Business 
મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

રૂપિયામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે પણ રૂપિયો અમેરિકન ડોલરની તુલનમાં ઐતિહાસિક નીચલા સ્તર પર 90.41ના પર બંધ...
Business 
આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

અમરોહામાં પોલીસે બાંગ્લાદેશી મહિલા રીના બેગમ અને તેના પતિ રાશિદ અલીની ધરપકડ કરી. રીનાએ સોશિયલ મીડિયા પર 'બાય-બાય બાંગ્લાદેશ...
National 
દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.