કેશવ પ્રસાદ મૌર્યનું હેલિકોપ્ટર ધુમાડાથી ભરાઈ ગયું, આ જગ્યાએ ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું

ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નાયબ

keshav-prasad2
livemint.com

મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યના હેલિકોપ્ટરનું લખનૌમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું. જાણકારી અનુસાર, કેશવ પ્રસાદ મૌર્ય આજે હેલિકોપ્ટર દ્વારા લૉ માર્ટ્સથી કૌશાંબી જઈ રહ્યા હતા. હેલિકોપ્ટરમાં ખામી સર્જાઈ હતી જેના કારણે નાયબ મુખ્યમંત્રીના હેલિકોપ્ટરને લખનૌ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવવું પડયું હતું. બધા મુસાફરો સુરક્ષિત છે. કેશવ પ્રસાદ મૌર્યના કાર્યાલય તરફથી મળેલી માહિતી અનુસાર, હેલિકોપ્ટરમાં અચાનક ધુમાડો ભરાઈ ગયો, જેના કારણે ઈમરજન્સી લેન્ડિંગ કરવવું પડ્યું હતું.

અધિકારીઓએ જણાવ્યું હતું કે ઉડાણ દરમિયાન હેલિકોપ્ટર અચાનક ધુમાડાથી ભરાઈ ગયું હતું. ત્યારબાદ ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. માહિતી મળતા જ પાયલટે તરત જ હેલિકોપ્ટરને લખનૌ તરફ વાળી દીધું અને એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડિંગ કરાવ્યું. નાયબ મુખ્યમંત્રી કાર્યાલયના સૂત્રોએ પુષ્ટિ કરી છે કે ઈમરજન્સી લેન્ડિંગનો નિર્ણય તમામ મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સાવચેતીના પગલાં તરીકે લેવામાં આવ્યો હતો. અધિકારીઓએ પુષ્ટિ કરી હતી કે નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને હેલિકોપ્ટરમાં સવાર તમામ લોકો સુરક્ષિત છે. કોઈને ઈજા થઈ નથી.

keshav-prasad1
ndtv.in

નાયબ મુખ્યમંત્રી કૌશામ્બી જઈ રહ્યા હતા

નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય આજે સવારે લખનૌથી કૌશામ્બી જઈ રહ્યા હતા. તેઓ સવારે 11:30 વાગ્યે કૌશામ્બી પહોંચવાના હતા, પરંતુ હેલિકોપ્ટરમાં ખામી સર્જાતા તેમને ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. કૌશામ્બીમાં થનારા આગામી કાર્યક્રમોની વાત કરીએ તો, કેશવ પ્રસાદ મૌર્ય કૌશામ્બીમાં શીતલા દેવી ગેસ્ટ હાઉસ પાસે યોજાઈ રહેલા સરસ મહોત્સવના ઉદ્ઘાટનમાં હાજરી આપવાના હતા. આ ઉપરાંત તેઓ પક્ષના અધિકારીઓ સાથે પણ સંવાદ કરવાના હતા. કેશવ પ્રસાદ મૌર્યના અન્ય કાર્યક્રમોમાં વિભાગીય અધિકારીઓ સાથે બેઠક અને વિવિધ પ્રોજેક્ટ્સનું સ્થળ નિરીક્ષણ પણ શામેલ હતું.

About The Author

Related Posts

Top News

આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિની મૃત હાલતમાં મળી આવતા ખળભળાટ

સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલા આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી 2 વિદ્યાર્થિની મૃ*તદેહ મળી આવતા ખળભળાય મચી ગયો છે. ઉધના સિટીઝન...
Gujarat 
આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિની મૃત હાલતમાં મળી આવતા ખળભળાટ

ડોનાલ્ડ ટ્રમ્પને યુદ્ધનું ભૂત વળગ્યું? વેનેઝુએલા, ઈરાન બાદ, આગામી શિકારનું નામ જણાવી દીધું

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન બાદ વધુ એક દેશ સામે યુદ્ધ શરૂ કરવાની તૈયારી કરી રહ્યા છે. તેમણે સંકેત આપ્યો...
World 
ડોનાલ્ડ ટ્રમ્પને યુદ્ધનું ભૂત વળગ્યું? વેનેઝુએલા, ઈરાન બાદ, આગામી શિકારનું નામ જણાવી દીધું

લોકસભામાં 9 માર્ચે આવશે સ્પીકર ઓમ બિરલાને પદ પરથી હટાવવાનો પ્રસ્તાવ; ભાજપ અને કોંગ્રેસે જાહેર કર્યા વ્હીપ

લોકસભાના બજેટ સત્રનો બીજો હાફ સોમવાર 9 માર્ચથી શરૂ થવાનો છે. બીજા હાફના પહેલા દિવસનો એજન્ડા સામે આવી ગયો છે....
Politics 
લોકસભામાં 9 માર્ચે આવશે સ્પીકર ઓમ બિરલાને પદ પરથી હટાવવાનો પ્રસ્તાવ; ભાજપ અને કોંગ્રેસે જાહેર કર્યા વ્હીપ

‘પરચુરણની દુકાન’વાળાની પુત્રી બની IAS અધિકારી, UPSC પરીક્ષામાં 9મો મળ્યો રેન્ક, આસ્થાને ત્રીજા પ્રયાસમાં મળી સફળતા

ઉત્તર પ્રદેશના શામલી જિલ્લાના કાલા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના કાંધલા શહેરમાં એક પરચુરણ (કરિયાણા)ની દુકાન છે. હવે આ દુકાનમાં સામાન્ય...
National 
‘પરચુરણની દુકાન’વાળાની પુત્રી બની IAS અધિકારી, UPSC પરીક્ષામાં 9મો મળ્યો રેન્ક, આસ્થાને ત્રીજા પ્રયાસમાં મળી સફળતા

Opinion

ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં એક એવા મુખ્યમંત્રી ગુજરાતને મળ્યા છે જેઓ વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓને રાજકારણથી દૂર રાખીને પ્રજાની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત...
ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.