‘પરચુરણની દુકાન’વાળાની પુત્રી બની IAS અધિકારી, UPSC પરીક્ષામાં 9મો મળ્યો રેન્ક, આસ્થાને ત્રીજા પ્રયાસમાં મળી સફળતા

ઉત્તર પ્રદેશના શામલી જિલ્લાના કાલા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના કાંધલા શહેરમાં એક પરચુરણ (કરિયાણા)ની દુકાન છે. હવે આ દુકાનમાં સામાન્ય કરતા થોડી વધુ ભીડ જોવા મળે છે. તેનું કારણ એ હતું કે પરચુરણવાળાની પુત્રી, આસ્થા જૈને UPSC પરીક્ષામાં મોટી સફળતા મેળવી છે. તેણે સમગ્ર ભારતમાં 9મો ક્રમ મેળવ્યો. ખાસ વાત એ છે કે, આસ્થા તેના ત્રીજા પ્રયાસમાં IAS અધિકારી બની. તે પહેલા અને બીજા પ્રયાસમાં IPS માટે પસંદગી થઈ હતી. તે હાલમાં હૈદરાબાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય પોલીસ એકેડેમીમાં તાલીમ લઈ રહી છે. પુત્રીની આ સફળતાથી પિતા અજય જૈનની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા.

કાંધલા શહેરની પુત્રી આસ્થા જૈને, UPSC પરીક્ષામાં ટોપ-10માં સ્થાન મેળવ્યું. તાજેતરમાં જ જાહેર થયેલા પરિણામોમાં તેણે 9મો ક્રમ મેળવીને શામલી જિલ્લા અને કાંધલા શહેરનું ગૌરવ વધાર્યું. આસ્થા જૈન અગાઉ બે વાર UPSC પરીક્ષા આપી ચૂકી છે. તેણે પહેલા પ્રયાસમાં 131મો અને બીજા પ્રયાસમાં 186મો ક્રમ મેળવ્યો. બંને વખત આસ્થાને IPS પદ માટે પસંદગી કરવામાં આવી હતી, પરંતુ તેનું સપનું હતું કે તેના નામની આગળ IAS લાગે. આ સપનું તેના ત્રીજા પ્રયાસમાં પૂર્ણ થયું.

astha-jain3
amarujala.com

આસ્થા જૈન હાલમાં હૈદરાબાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય પોલીસ એકેડેમીમાં તાલીમ લઈ રહી છે. આસ્થાના પિતા અજય કુમાર જૈને જણાવ્યું હતું કે તેની પુત્રીની સફળતાથી આખો પરિવાર ખૂબ જ ખુશ છે. સંબંધીઓ અને અન્ય સગા સંબંધી ફોન પર અને રૂબરૂ અભિનંદન આપી રહ્યા છે. અજય જૈને જણાવ્યું કે આસ્થા હાલમાં IPS માટે તાલીમ લઈ રહી છે. સતત ત્રીજી વખત UPSC પરીક્ષામાં સફળતા મેળવવી એ મોટી વાત છે.

સતત 3 UPSC પરીક્ષામાં સફળતા મેળવવી સરળ નહોતી. પ્રથમ પ્રયાસમાં IPS માટે પસંદગી પામ્યા બાદ આસ્થા તાલીમમાં જતી રહી. તેણે તાલીમ દરમિયાન પણ તેની તૈયારી ચાલુ રાખી. તે બીજા પ્રયાસમાં IPS બની, પરંતુ ત્રીજા પ્રયાસમાં 9મો રેન્ક મેળવીને IAS અધિકારી બનવાનું તેણે પોતાનું સપનું પૂરું કર્યું. તેણે સેલ્ફ સ્ટડી સાથે જ થોડા સમય માટે દિલ્હીમાં કોચિંગ પણ લીધું.

astha-jain4
amarujala.com

આસ્થાની માતા મમતા જૈને જણાવ્યું કે, પુત્રીએ તેનું પ્રાથમિક શિક્ષણ શહેરની એક શાળામાંથી મેળવ્યું. ત્યારબાદ તેણે શામલીની સ્કોટિશ સ્કૂલમાંથી હાઇસ્કૂલ અને ઇન્ટરમીડિયેટ પરીક્ષાઓ પાસ કરી. શરૂઆતથી જ આસ્થાનું સપનું IAS અધિકારી બનવાનું હતું. જ્યારે તેણે તેની ઇન્ટરમીડિયેટ પરીક્ષાઓ પાસ કરી, ત્યારે તેણે પોતાના પિતા અને મને કહ્યું કે તે IAS અધિકારી બનશે. પિતાએ આસ્થાને વધુ અભ્યાસ માટે દિલ્હી યુનિવર્સિટી મોકલી. આસ્થાએ DUમાંથી BA કર્યું.

સ્નાતક થયા બાદ તેણે UPSC માટે તૈયારી કરવાનું શરૂ કર્યું. તેણે સેલ્ફ અને ઓનલાઇન અભ્યાસ કર્યો. ખાસ વાત એ છે કે, આસ્થાએ 2019માં તેની ઇન્ટરમીડિયેટ પરીક્ષાઓ પાસ કરી હતી. આ પરીક્ષામાં આસ્થાને 500માંથી 496 ગુણ મળ્યા હતા. આખા  રાજ્યમાં ચોથું સ્થાન મેળવ્યું હતું. આસ્થાના પરિવારમાં તેની માતા મમતા જૈન, પિતા અજય જૈન, બહેનો આંચલ જૈન, ખુશી જૈન અને ભાઈ સાર્થક જૈન છે. આસ્થાએ તેની સફળતાનો શ્રેય તેના માતા-પિતાને આપ્યો છે.

About The Author

Related Posts

Top News

આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિની મૃત હાલતમાં મળી આવતા ખળભળાટ

સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલા આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી 2 વિદ્યાર્થિની મૃ*તદેહ મળી આવતા ખળભળાય મચી ગયો છે. ઉધના સિટીઝન...
Gujarat 
આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિની મૃત હાલતમાં મળી આવતા ખળભળાટ

ડોનાલ્ડ ટ્રમ્પને યુદ્ધનું ભૂત વળગ્યું? વેનેઝુએલા, ઈરાન બાદ, આગામી શિકારનું નામ જણાવી દીધું

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન બાદ વધુ એક દેશ સામે યુદ્ધ શરૂ કરવાની તૈયારી કરી રહ્યા છે. તેમણે સંકેત આપ્યો...
World 
ડોનાલ્ડ ટ્રમ્પને યુદ્ધનું ભૂત વળગ્યું? વેનેઝુએલા, ઈરાન બાદ, આગામી શિકારનું નામ જણાવી દીધું

લોકસભામાં 9 માર્ચે આવશે સ્પીકર ઓમ બિરલાને પદ પરથી હટાવવાનો પ્રસ્તાવ; ભાજપ અને કોંગ્રેસે જાહેર કર્યા વ્હીપ

લોકસભાના બજેટ સત્રનો બીજો હાફ સોમવાર 9 માર્ચથી શરૂ થવાનો છે. બીજા હાફના પહેલા દિવસનો એજન્ડા સામે આવી ગયો છે....
Politics 
લોકસભામાં 9 માર્ચે આવશે સ્પીકર ઓમ બિરલાને પદ પરથી હટાવવાનો પ્રસ્તાવ; ભાજપ અને કોંગ્રેસે જાહેર કર્યા વ્હીપ

‘પરચુરણની દુકાન’વાળાની પુત્રી બની IAS અધિકારી, UPSC પરીક્ષામાં 9મો મળ્યો રેન્ક, આસ્થાને ત્રીજા પ્રયાસમાં મળી સફળતા

ઉત્તર પ્રદેશના શામલી જિલ્લાના કાલા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના કાંધલા શહેરમાં એક પરચુરણ (કરિયાણા)ની દુકાન છે. હવે આ દુકાનમાં સામાન્ય...
National 
‘પરચુરણની દુકાન’વાળાની પુત્રી બની IAS અધિકારી, UPSC પરીક્ષામાં 9મો મળ્યો રેન્ક, આસ્થાને ત્રીજા પ્રયાસમાં મળી સફળતા

Opinion

ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં એક એવા મુખ્યમંત્રી ગુજરાતને મળ્યા છે જેઓ વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓને રાજકારણથી દૂર રાખીને પ્રજાની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત...
ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.