આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિની મૃત હાલતમાં મળી આવતા ખળભળાટ

સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલા આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી 2 વિદ્યાર્થિની મૃ*તદેહ મળી આવતા ખળભળાય મચી ગયો છે. ઉધના સિટીઝન કોલેજમાં અભ્યાસ કરતી રોશની શરદ શિરસાઠ (ઉંમર 18 વર્ષ) અને જ્યોત્સના અતુલ ચૌધરી (ઉંમર 20 વર્ષ) આજે સવારે કોલેજ જવા નીકળી હતી.

કોલેજથી પાછા આવવાનો સમય બપોરે 12:30 વાગ્યાનો હતો. સંબંધી બપોર વીતી જવા છતા બંને યુવતીઓ ઘરે પરત ન ફરતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. જોકે, 1:30 વાગ્યા પછી બધાએ તેમને ફોન કરવાના શરૂ કર્યા, પણ કોઈનો ફોન તેઓ ઉપાડતી નહોતી. ન તો કોઈ મેસેજનો જવાબ આપ્યો.

Team-India-Victory-Trick4
sports.ndtv.com

પરિવાર દ્વારા શોધખોળ કરવા છતા કોઈ પત્તો ન લાગતા આખરે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે મામલાની ગંભીરતા જોઈ તાત્કાલિક ટેકનિકલ સર્વેલન્સ અને લોકેશનના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

 અંતે શંકાસ્પદ હાલતમાં તેમનો મૃ*તદાહ મંદિર પરિસરના બાથરૂમમાંથી મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતા જ ડીંડોલી પોલીસ કાફલો સ્થળ પર પહોંચી દોડી આવ્યો હતો અને બંને યુવતીના મૃ*તદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, બંને યુવતીઓ બાથરૂમમાં જતી હતી તે સમયના CCTV ફૂટેજ પણ સામે આવી છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બંને યુવતીઓ બાથરૂમ તરફ જઈ રહી છે અને બાદમાં બાથરૂમમાં પ્રવેશી દરવાજો બંધ કરી દે છે. બાથરૂમમાંથી ઇન્જેક્શન અને દવાની બોટલો પણ મળી છે.

Gulf-States
thenationalnews.com

પોલીસ તપાસ દરમિયાન આજે શનિવારે સવારે બંને યુવતીઓનું છેલ્લું લોકેશન સણીયા ગામ પાસે મળી આવ્યું હતું. પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા સણીયા ગામના સ્વામિનારાયણ મંદિરના પરિસરમાંથી યુવતીઓની સ્કૂટી મળી આવી હતી. ત્યારબાદ પોલીસે મંદિરના CCTV ફૂટેજ ચેક કરતા બંને યુવતીઓ જાતે જ મંદિરના બાથરૂમ તરફ જતી હોવાનું અને અંદરથી દરવાજો બંધ કરતી હોવાનું કેમેરામાં કેદ થયું હતું. શંકા જતા પોલીસે બાથરૂમનો દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો.

બાથરૂમનો દરવાજો તોડતા જ અંદરનું દૃશ્ય જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. રોશની અને જ્યોત્સના બંને ત્યાં મૃ*ત હાલતમાં મળી આવી હતી. તપાસ દરમિયાન મૃ*તદેહોની પાસેથી ઇન્જેક્શન અને દવાની ત્રણ બોટલો પણ મળી આવી છે, જે શંકા જન્માવે છે કે યુવતીઓએ કોઈ ઝેરી દવા અથવા ઓવરડોઝના કારણે આવડું મોટું પગલું ભર્યું હોઈ શકે છે. જોકે, આ મોત પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી.

Team-India-Victory-Trick
reddit.com

ડીંડોલી પોલીસે આ મામલે એ.ડી (અકસ્માત મો*ત) ક્રમાંક 32, 33/2026 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બંને યુવતીઓએ કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું અથવા તેમની સાથે શું બન્યું હતું તે જાણવા માટે મૃ*તદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે. ઇન્જેક્શનમાં કઈ દવા હતી અને તેનાથી મોત નીપજ્યું છે કે કેમ તે દિશામાં FSLની મદદ લેવામાં આવી રહી છે.

ડીંડોલી વિસ્તારમાં બનેલી વિદ્યાર્થિનીઓની આત્મહત્યાની ઘટનામાં પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, આત્મહત્યા કરતા અગાઉ આ વિદ્યાર્થિનીઓએ તેમના મોબાઈલમાં ChatGPT જેવા AI પ્લેટફોર્મ પર 'How to commit suicide' સર્ચ કર્યું હતું. આ ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ મળતા જ પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ છે.

ઘટનાસ્થળેથી પોલીસને કેટલીક ઇન્જેક્શનની સીરિંજ પણ મળી આવી છે, જે આ કેસમાં કોઈ ખાસ પદ્ધતિનો ઉપયોગ થયો હોવાના સંકેત આપે છે. ડીંડોલી પોલીસે બંનેના મોબાઈલ ફોન કબજે કરીને તેને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યા છે. પ્રાથમિક તપાસમાં આ ઘટના પાછળ અભ્યાસનું ભારણ કે અન્ય કોઈ માનસિક તણાવ જવાબદાર હોવાની આશંકા છે. હાલમાં પોલીસ દ્વારા આ મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે કે આખરે કયા સંજોગોમાં આ તેજસ્વી વિદ્યાર્થીનીઓને આવો આત્મઘાતી નિર્ણય લેવાની ફરજ પડી. હાલ તો આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને મૃ*તદેહોને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. પવિત્ર ગણાતા મંદિર પરિસરમાં આ પ્રકારની ઘટના બનતા ભક્તો અને સ્થાનિકોમાં પણ અરેરાટી વ્યાપી ગઈ છે.

આ સમગ્ર મામલે ડીંડોલીના PI આર. જે. ચુડાસમાએ જણાવ્યું હતું કે, અમને ઘટનાની જાણકારી મળતા અમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. મંદિરના તમામ CCTV ફૂટેજ ચેક કરવામાં આવ્યા છે. લગભગ સવા સાત વાગ્યાના અરસામાં બંને યુવતીઓ મંદિરમાં પ્રવેશ કરે છે અને 7:30 વાગ્યે તેઓ બાથરૂમ તરફ જાય છે. બાથરૂમની અંદરથી અમને ઝેરના પડીકા પણ મળી આવ્યા છે, જેને અમે FSLમાં મોકલીશું. હાલ પરિવારનું નિવેદન લેવાની કામગીરી ચાલી રહી છે.

About The Author

Related Posts

Top News

સુરત અને અમદાવાદમાં ભગવો લહેરાયા બાદ હવે મેયર કોણ બનશે? આ નામોની ચર્ચાઓ તેજ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામ આવી ગયા છે. ગુજરાતભરમાં ફરી એકવાર ભગવો લહેરાયો છે. ત્યારે સુરત મહાનગરપાલિકા અને અમદાવાદ મહાનગર્પાલિકાની તાજેતરની...
Gujarat 
સુરત અને અમદાવાદમાં ભગવો લહેરાયા બાદ હવે મેયર કોણ બનશે? આ નામોની ચર્ચાઓ તેજ

શું હવે પેટ્રોલમાં 85 ટકા ઇથેનોલ હશે?, મળશે 'E85 પેટ્રોલ'; સરકારે ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું

પેટ્રોલના વધતા ભાવોને પહોંચી વળવા અને આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે સરકાર એક મોટું પગલું ભરી રહી છે. કેન્દ્ર સરકારે...
Tech and Auto 
શું હવે પેટ્રોલમાં 85 ટકા ઇથેનોલ હશે?, મળશે 'E85 પેટ્રોલ'; સરકારે ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું

નર્મદામાં ભાજપ સાથે ‘અયોધ્યા’ જેવું થયું થયું! જ્યાં દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા બનાવી ત્યાં AAPનો વિજય

ગુજરાતમાં પણ ભાજપ સાથે ‘અયોધ્યા’વાળી થઈ હોય તેવું લાગે છે. જ્યાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે,...
Gujarat 
નર્મદામાં ભાજપ સાથે ‘અયોધ્યા’ જેવું થયું થયું! જ્યાં દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા બનાવી ત્યાં AAPનો વિજય

હાઇ કોર્ટે કિર્તીદાન અને PI, PSI, SP સહિતના પોલીસ અધિકારીઓને ફટકારી નોટિસ, જાણો શું છે આખો મામલો?

હાઇકોર્ટે માર મારવાના કેસમાં લોક ગાયક કિર્તીદાન ગઢવીને નોટિસ ફટકારી છે. તેમના પર માર મારવાનો આરોપ લગાવવામાં કરવામાં આવ્યો છે....
Gujarat 
હાઇ કોર્ટે કિર્તીદાન અને PI, PSI, SP સહિતના પોલીસ અધિકારીઓને ફટકારી નોટિસ, જાણો શું છે આખો મામલો?
Copyright (c) Khabarchhe All Rights Reserved.