નિવૃત્ત DIG 53 કરોડની સંપત્તિ EDએ જપ્ત કરી, 4 હોટેલ પણ જપ્ત

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ આસામ પોલીસના ભૂતપૂર્વ વરિષ્ઠ અધિકારી નિવૃત્ત DIG પ્રશાંત કુમાર દત્તા અને તેમના પરિવારની આશરે ₹53.28 કરોડની સ્થાવર સંપત્તિ જપ્ત કરી છે. દત્તા સામે આ કાર્યવાહી અપ્રમાણસર સંપત્તિના કેસના સંદર્ભમાં કરવામાં આવી છે.

EDએ આસામ પોલીસની વિજિલન્સ અને ભ્રષ્ટાચાર વિરોધી શાખા દ્વારા નોંધાયેલી FIRના આધારે આ તપાસ શરૂ કરી હતી. FIRમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે સરકારી સેવા દરમિયાન, પ્રશાંત કુમાર દત્તાએ તેમની આવકના જાણીતા સ્ત્રોતો કરતા ખૂબ વધુ સંપત્તિ એકઠી કરી હતી.

તપાસ એજન્સી અનુસાર, પ્રસાંતા કુમાર દત્તાએ 1992 અને 2019 સુધી સેવા દરમિયાન કથિત રીતે એવી સંપત્તિઓ મેળવી હતી જેનો હિસાબ તેમની આવક સાથે મેળ ખાતો નથી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે અધિકારી અને તેમની પત્નીની ઘોષિત આવક આશરે ₹7.23 કરોડ હતી, જ્યારે તેમનો ખર્ચ આશરે ₹9.04 કરોડ હોવાનું જણાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત, આશરે ₹77.21 કરોડની સંપત્તિ મળી આવી હતી જેનો કોઈ સ્પષ્ટ સ્ત્રોત નહોતો.

02

તપાસમાં કુલ અપ્રમાણસર સંપત્તિનું અનુમાન લગભગ ₹79.01 કરોડ હતી. EDની તપાસમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે કથિત રીતે કાળી કમાણી છુપાવવા માટે ત્રણ કંપનીઓનો ઉપયોગ કરવામાં આવ્યો, જેમાં મહામાયા એસ્ટેટ્સ પ્રાઇવેટ લિમિટેડ, મેસર્સ ઇશાન કોમર્શિયલ પ્રાઇવેટ લિમિટેડ અને મુરારી કોમોડિટીઝ પ્રાઇવેટ લિમિટેડનો સમાવેશ થાય છે. તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે આ કંપનીઓની રજિસ્ટર્ડ ઓફિસો ખરેખર અસ્તિત્વમાં નહોતી.

EDના જણાવ્યા મુજબ, આ કંપનીઓ અને પરિવારના સભ્યોના ખાતામાં ₹14.74 કરોડથી વધુની બિનહિસાબી રોકડ જમા કરવામાં આવી હતી. ત્યારબાદ ખોટા શેરધારકો, કોલકાતા સ્થિત શેલ કંપનીઓ અને વિવિધ બેંક ખાતાઓ દ્વારા પૈસા ફેરવીને આ પૈસાઓને મુંબઈમાં હોટલ પ્રોપર્ટી અને ફ્લેટમાં રોકાણ કરવામાં આવ્યા હતા. EDએ એવો પણ દાવો કર્યો હતો કે કંપનીઓમાં જણાવવામાં આવેલા ઘણા શેરધારકો એવા લોકો હતા, નાણાકીય સ્થિતિ આટલી મોટી રોકાણ કરવાની નહોતી. આમાંના કેટલાક વ્યક્તિઓને ફક્ત ધિરાણકર્તા અથવા ડમી શેરધારકો તરીકે બતાવવામાં આવ્યા હતા જેઓ તેમની આવક અને તેમના રોકાણના સ્ત્રોત અંગે સંતોષકારક જવાબ ન આપી શક્યા.

તપાસમાં બીજી એક મહત્ત્વપૂર્ણ હકીકત બહાર આવી કે, પ્રશાંત કુમાર દત્તા 2019માં DIG પદ પરથી નિવૃત્ત થયા હતા. આમ છતા 2022-23 દરમિયાન જ્યારે તેમની સામે FIR નોંધાઈ અને ED તપાસ શરૂ થઇ ચૂકી હતી, તેમણે ઇશાન કોમર્શિયલ પ્રાઇવેટ લિમિટેડના આશરે 3.70 લાખ શેર તેમના નામે ટ્રાન્સફર કરાવી લીધા હતા. ત્યારબાદ, તેઓ કંપનીના સૌથી મોટા શેરહોલ્ડર બન્યા. ED અનુસાર, આ કંપની સામેલ ચાર હોટલમાંથી ત્રણની વાસ્તવિક માલિક છે.

03

ED દ્વારા જપ્ત કરાયેલી મિલકતોમાં ગુવાહાટીની ઘણી મોટી હોટલોનો સમાવેશ થાય છે જેમ કે હોટેલ ભાર્ગવ (પલટન બજાર), ભાર્ગવ ઇન (જી.એસ. રોડ, પલટન બજાર), હોટેલ ભાર્ગવ (ઈશાન આર્કેડ, લોખરા ચરિયાલી), અને હોટેલ ભાર્ગવ ગ્રાન્ડ (બેટકુચી) અને મુંબઇના અંધેરી વેસ્ટ સ્થિત, તેમજ સમર્થ દીપ સોસાયટીના બે ફ્લેટનો સમાવેશ થાય છે.

About The Author

Related Posts

Top News

પૂર્વ મંત્રીની પુત્રીએ SBI મેનેજરને તમાચો મારી દીધો, FIR દાખલ કરાઈ

તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં સત્તાની દમદાટી અને ગેરવર્તણૂકનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના...
National 
પૂર્વ મંત્રીની પુત્રીએ SBI મેનેજરને તમાચો મારી દીધો, FIR દાખલ કરાઈ

કોણ છે નવા શિક્ષણ મંત્રી પ્રલહાદ જોશી? ધર્મેન્દ્ર પ્રધાનથી ઓછું ભણ્યા છે

NEET પરીક્ષાના પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યાના થોડા કલાકો બાદ જ નવા કેન્દ્રીય શિક્ષણ મંત્રીના નામની જાહેરાત...
Politics 
કોણ છે નવા શિક્ષણ મંત્રી પ્રલહાદ જોશી? ધર્મેન્દ્ર પ્રધાનથી ઓછું ભણ્યા છે

ખેડૂતે જમીન, 2 માળનું મકાન... પોતાની બધી મિલકત ભગવાન સાંવલિયા શેઠને દાનમાં આપી દીધી

મંદિરોમાં લોકો શું પ્રસાદ ચઢાવે છે? કેટલાક નારિયેળ, કેટલાક મીઠાઈ, કેટલાક સોનું અને ચાંદી ચઢાવે છે. પરંતુ...
National 
ખેડૂતે જમીન, 2 માળનું મકાન... પોતાની બધી મિલકત ભગવાન સાંવલિયા શેઠને દાનમાં આપી દીધી

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ પંજાબમાં શિક્ષણમંત્રીને હટાવવાની માંગ કેમ થઈ રહી છે?

પૂર્વ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની અસર હવે પંજાબના રાજકારણ પર સ્પષ્ટપણે દેખાઈ રહી છે. પેપર લીક અને પરીક્ષા...
National 
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ પંજાબમાં શિક્ષણમંત્રીને હટાવવાની માંગ કેમ થઈ રહી છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.