પૂર્વ CJI DY ચંદ્રચુડને ઘર શોધવામાં પડી રહી છે મુશ્કેલી, તેમણે તેનું કારણ પણ જણાવ્યું

ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ (CJI) DY ચંદ્રચુડે કહ્યું છે કે, તેમને તેમની બે અપંગ પુત્રીઓ માટે દિલ્હીમાં ઘર શોધવામાં મુશ્કેલી પડી રહી છે. હકીકતમાં, તેઓ એવું ઘર ઇચ્છે છે જે તેમની દીકરીઓની ચોક્કસ જરૂરિયાતોને અનુરૂપ હોય. ભૂતપૂર્વ CJI 30 એપ્રિલ સુધીમાં તેમનું સત્તાવાર નિવાસસ્થાન ખાલી કરી દેશે. પરંતુ આ પહેલાં, તેમને તેમની પુત્રીઓ માટે યોગ્ય જગ્યા મળી નથી.

DY Chandrachud
ndtv.in

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, ભૂતપૂર્વ CJI ચંદ્રચુડે 'મિશન એક્સેસિબિલિટી'ના કાર્યક્રમ 'ડિસેબિલિટી રાઇટ્સ એન્ડ બિયોન્ડ' પર એક પેનલ ચર્ચા દરમિયાન આ વાત કહી હતી. તેમણે કહ્યું કે, 'અમારી બે સુંદર દીકરીઓ છે, જેમને જરૂરિયાતો છે, પરંતુ તેમની જરૂરિયાતો પૂરી થઇ શકે તેવું ઘર શોધવું મુશ્કેલ થઇ રહ્યું છે. દરેક જાહેર જગ્યા એક જ પ્રકારની છે. ઘણા લાંબા સમયથી, આપણા સમાજે અપંગ લોકોને અજ્ઞાન અને જુલમના પડદા હેઠળ રાખ્યા છે.'

ભૂતપૂર્વ CJI DY ચંદ્રચુડ અને તેમની પત્ની કલ્પના દાસે બે પુત્રીઓ, પ્રિયંકા અને માહીને દત્તક લીધી છે. બંનેને 'નેમાલાઇન માયોપેથી' નામનો રોગ છે. ભૂતપૂર્વ CJI DY ચંદ્રચુડે જણાવ્યું કે, જ્યારે તેમણે આ બે દીકરીઓને દત્તક લીધી ત્યારે તેઓ ખૂબ જ નબળી હતી. તેમણે કહ્યું, 'અમે તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા. મારી મોટી દીકરી તેની નાની બહેન વિશે ખૂબ ચિંતિત હતી.' ભૂતપૂર્વ CJI DY ચંદ્રચુડ કહે છે કે, આમ હોવા છતાં, તેમની પુત્રીઓએ તેમના જીવનને એક નવી દિશા આપી અને પરિવારને શાકાહારી ખોરાક અને પ્રાણીઓ પ્રત્યે સંવેદનશીલતા શીખવી.

DY Chandrachud
ndtv-com.translate.goog

સુપ્રીમ કોર્ટના વડા રહી ચૂકેલા જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે, તેમના કાર્યકાળ દરમિયાન તેમણે સુપ્રીમ કોર્ટમાં 'મિટ્ટી કાફે' શરૂ કર્યું હતું. આ દિવ્યાંગો માટે એક ખાસ કાફે છે, જ્યાં તેઓ કામ કરે છે. આ પહેલને જોઈને રાષ્ટ્રપતિ ભવનમાં પણ 'મિટ્ટી કાફે' શરૂ કરવામાં આવ્યું.

ભૂતપૂર્વ CJI DY ચંદ્રચુડે એમ પણ કહ્યું કે, અપંગ વ્યક્તિઓને લગતા કેસોનો કોર્ટમાં ઝડપથી ઉકેલ લાવવો જોઈએ અને આ કેસો પ્રત્યે સહાનુભૂતિપૂર્ણ અદાલતોની જરૂર છે.

Related Posts

Top News

સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે

સામાન્ય રીતે એવી છાપ છે કે ભારતીય આર્મીમાં ગુજરાતીઓ જોડાતા નથી, ગુજરાતીઓને માત્ર બિઝનેસમાં જ રસ છે. પરંતુ ઓપરેશન...
Gujarat 
સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે

બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

પાકિસ્તાન અધિકૃત બલુચિસ્તાનમાં બલુચ લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને તેમનો રાષ્ટ્રીય ચુકાદો છે કે બલુચિસ્તાન પાકિસ્તાન નથી અને...
World 
બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

સરકાર આગામી સમયમાં બેન્કિંગ સિસ્ટમને લઈને કેટલાક મોટા ફેરફારની યોજના બનાવી રહી છે. એક તરફ, સરકાર IDBI બેન્કમાં લગભગ ...
Business 
આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

ઉત્તર પ્રદેશના બરેલીથી એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં, ફખરુદ્દીન નામનો વ્યક્તિ પોલીસ કસ્ટડીમાં લંગડાતા ચાલતો જોવા મળે છે. ફખરુદ્દીન...
National 
'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું
Copyright (c) Khabarchhe All Rights Reserved.