'કેસરી 2' માટે અક્ષય કુમારે કેટલી લીધી ફી? 100 કે 145 કરોડ! જાણો શું છે સત્ય

અક્ષય કુમારની ફિલ્મ 'કેસરી ચેપ્ટર 2' હવે સિનેમાઘરોમાં આવી ચૂકી છે. આ ફિલ્મની કહાની જલિયાંવાલા બાગ હત્યાકાંડની પૃષ્ઠભૂમિ પર આધારિત છે અને અક્ષય તેમાં શંકરન નાયરનું પાત્ર ભજવી રહ્યો છે. અક્ષય કુમારને ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધુ ફિસ લેનારા એકટર્સમાથી એક માનવામાં આવે છે. શું તેણે આ ફિલ્મ માટે પણ મોટી ફી લીધી છે? ચાલો જાણીએ.

kesari-chapter-23
hindustantimes.com

 

ફોર્બ્સના રિપોર્ટ મુજબ, અક્ષય કુમાર પ્રતિ ફિલ્મ 60 કરોડ રૂપિયાથી 145 કરોડ રૂપિયા સુધીનો ચાર્જ લે છે અને એવું માનવામાં આવે છે કે તેણે 'કેસરી 2' માટે પણ આજ રેન્જમાં ફીસ લીધી છે. પરંતુ તે ફિલ્મના સ્કેલ પર નિર્ભર કરે છે. ગયા વર્ષે હિન્દુસ્તાન ટાઇમ્સ સાથેની વાતચીતમાં, એક્ટરે સ્વીકાર્યું હતું કે તે હવે સેલેરી નથી લેતો, પરંતુ પોતાની ફિલ્મોમાં પ્રોફિટ શેર લે છે. તેણે કહ્યું હતું કે, ‘હું મોટાભાગની વાતો સાથે સહમત છું. જો અમે આજે કોઈ ફિલ્મ સાઈન કરીએ છીએ, તો અમે માત્ર એક હિસ્સો લઈએ છીએ. જો ફિલ્મ ચાલે છે, તો અમને પ્રોફિટમાં હિસ્સો મળે છે, પરંતુ નથી ચાલતી તો અમને કોઈ પૈસા મળતા નથી.

kesari-chapter-2
boxofficeworldwide.com

 

તેનું આ નિવેદનને જોતા એ સંભાવ છે કે અક્ષય કુમારે 'કેસરી 2' માટે પણ નિશ્ચિત ફીસ લેવાની જગ્યાએ પ્રોફિટ વિકલ્પ પસંદ કર્યો હોય, પરંતુ એક્ટરે અત્યાર સુધી તેની પુષ્ટિ કરી નથી. રિપોર્ટ્સ મુજબ, અક્ષય કુમારે તેની છેલ્લી રીલિઝ ફિલ્મ 'સ્કાય ફોર્સ' માટે લગભગ 70 કરોડ રૂપિયાનો ચાર્જ લીધો હતો. ગયા વર્ષે એપ્રિલમાં, ફાઇનાન્સિયલ એક્સપ્રેસે પણ એક્ટરની ફી બાબતે વાત કરી હતી અને કહ્યું હતું હતું કે અક્ષયને 'બડે મિયાં છોટે મિયાં'માં મુખ્ય ભૂમિકા ભજવવા માટે 80 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા.

kesari-chapter-21
hindi.news18.com

 

જલિયાંવાલા બાગ હત્યાકાંડની પૃષ્ઠભૂમિ પર આધારિત અક્ષય કુમારની ફિલ્મ 'કેસરી ચેપ્ટર 2' રીલિઝ થઈ ગઈ છે. રિપોર્ટ્સ મુજબ, અક્ષય કુમાર સામાન્ય રીતે પ્રતિ ફિલ્મ 60 કરોડથી 145 કરોડ રૂપિયા ચાર્જ કરે છે, પરંતુ ગયા વર્ષે તેણે કહ્યું હતું કે તે હવે પ્રોફિટ શેરિંગને પ્રાથમિકતા આપે છે. એવું માનવામાં આવે છે કે તેણે 'કેસરી 2' માટે પણ આમ કર્યું છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર સાથે એક્ટર આર. માધવન અને અનન્યા પાંડે પણ મહત્ત્વની ભૂમિકામાં છે.

About The Author

Related Posts

Top News

ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ(IMF)ના ચીફના નિવેદનથી વિશ્વભરમાં ફેલાયો ગભરાટ!

અમેરિકા-ઈરાન યુદ્ધના કારણે વિશ્વભરમાં ઉથલપાથલ થઇ ગઈ છે. તેલ પુરવઠામાં વિક્ષેપને કારણે શિપિંગ ખર્ચ અને મોંઘવારી વધી છે. આ દરમિયાન...
Business 
ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ(IMF)ના ચીફના નિવેદનથી વિશ્વભરમાં ફેલાયો ગભરાટ!

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-04-2026 દિવસ: શુક્રવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

BYDએ સૌથી નાની કારAtto 1 લોન્ચ કરી; 380 Kmની રેન્જ, કાર નાની છે પણ કિંમત મોટી છે

BYD કંપનીએ તેની સૌથી નાની કાર લોન્ચ કરી છે. અમે વાત કરી રહ્યા છીએ BYD Atto 1 વિશે, જે...
Tech and Auto 
BYDએ સૌથી નાની કારAtto 1 લોન્ચ કરી; 380 Kmની રેન્જ, કાર નાની છે પણ કિંમત મોટી છે

‘રીલ જોતી હતી એટલે જીવું છું’, મથુરા બોટ દુર્ઘટનામાં બચેલી મહિલાનો દાવો

વૃંદાવન, મથુરા (ઉત્તર પ્રદેશ)માં થયેલા દુ:ખદ નાવ અકસ્માત વચ્ચે એક ચોંકાવનારી કહાની સામે આવી છે. અકસ્માતમાં બચી ગયેલી અને...
National 
‘રીલ જોતી હતી એટલે જીવું છું’, મથુરા બોટ દુર્ઘટનામાં બચેલી મહિલાનો દાવો
Copyright (c) Khabarchhe All Rights Reserved.