માલિકે નોકરીમાંથી કાઢી મૂક્યો તો રોષે ભરાયેલા કર્મચારીએ ગેરેજમાં પાર્ક કરેલી 22 બાઇકને આગ લગાવી દીધી

મહારાષ્ટ્રના નાગપુરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં નોકરીમાંથી છૂટા કરી દીધા બાદ એક કર્મચારીએ કથિત રીતે ગેરેજમાં પાર્ક કરેલી 22 બાઇકને આગ લગાડી દીધી હતી. આગજનીની આ સનસનીખેજ ઘટના ગુરુવારે રાત્રે નાગપુરના સાન્યાલ નગરમાં આવેલા 'દેવેશ હોન્ડા' ગેરેજમાં બની હતી. અહેવાલો અનુસાર, નોકરીમાંથી કાઢી મુકાયા બાદ રોષે ભરાયેલા એક કર્મચારીએ ત્યાં પાર્ક કરેલી લગભગ 22 બાઇકને આગ ચાંપી દીધી હતી.

આગની ઝપેટમાં આવવાખી અનેક વાહનોને નુકસાન થયું છે. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે, જેમાં આરોપી આગ લગાવતો જોવા મળે છે. ઘટનાની જાણ થતા જ કપિલ નગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. આ અંગે કેસ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આગજની પાછળનું કારણ અને નુકસાનનું આંકલન પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થઇ શકશે.

આગ બાદનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં બાઇક બળીને રાખ થઈ ગયેલી જોવા મળે છે; કેટલીક બાઇક અડધી બળી ગયેલી જોવા મળી રહી છે. આ ઘટનામાં ગેરેજ માલિકને મોટું નુકસાન થયું છે અને પોલીસ હાલ આરોપીની શોધખોળ કરી રહી છે.

આ પહેલાં, છત્રપતિ સંભાજીનગરની એક હોસ્પિટલના NICU વોર્ડમાં ભીષણ આગ લાગી હતી. સદભાગ્યે, 9 નવજાત શિશુઓને સમયસર બચાવી લેવામાં આવ્યા હતા; બચાવ કામગીરીનો વીડિયો પણ સામે આવ્યો હતો. અહેવાલ મુજબ, એર કન્ડીશનરમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી, જેનાથી હોસ્પિટલમાં અફરાતફરી મચી ગઈ હતી. NICUમાં દાખલ કરાયેલા નવ નવજાત શિશુઓને તાત્કાલિક સુરક્ષિત રીતે બહાર કાઢીને અન્ય હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડની 5 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો.

માહિતી મળતા જ ફાયર બ્રિગેડની પાંચ ગાડીઓ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને લગભગ 10-15 મિનિટની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. તમામ નવ નવજાત શિશુઓને ઘાટી હોસ્પિટલ, MGM હોસ્પિટલ અને સંજીવની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આગને સમયસર બુઝાવી દેવાને કારણે અને શિશુઓને સુરક્ષિત રીતે બહાર કાઢવાને કારણે એક મોટી દુર્ઘટના ટળી ગઇ હતી.

About The Author

Related Posts

Top News

વિજય માલ્યાએ કોર્ટમાં કહ્યું- બધુ દેવું ચુકતે કરી દીધું છે, બેંકોએ જવાબ આપ્યો- હજુ 8752 કરોડ બાકી છે

ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર દાવો કર્યો હતો કે બેંકોએ તેમની તમામ રકમ વસૂલ કરી લીધી છે....
Business 
વિજય માલ્યાએ કોર્ટમાં કહ્યું- બધુ દેવું ચુકતે કરી દીધું છે, બેંકોએ જવાબ આપ્યો- હજુ 8752 કરોડ બાકી છે

ગુજરાત ભાડા વિધેયક 2026ના વિરોધમાં આખા ગુજરાતના વકીલો 5 ઓક્ટોબરથી હડતાળ પર જશે

ગુજરાત સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા 'ગુજરાત ભાડા વિધેયક, 2026' (Gujarat Rent Bill, 2026) સામે સમગ્ર રાજ્યના...
Gujarat 
ગુજરાત ભાડા વિધેયક 2026ના વિરોધમાં આખા ગુજરાતના વકીલો 5 ઓક્ટોબરથી હડતાળ પર જશે

કોણ છે યાકુબ જેના પર MLA જિગ્નેશ મેવાણી કડક કાર્યવાહીની માંગ કરી

વડગામના કોંગ્રેસ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આજે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને ભાજપ સરકાર અને સ્થાનિક નેતાગીરી સામે આકરા પ્રહારો કર્યા હતા....
Politics 
કોણ છે યાકુબ જેના પર MLA જિગ્નેશ મેવાણી કડક કાર્યવાહીની માંગ કરી

રાહુલ ગાંધીએ 'સત્યાગ્રહ' પહેલ શરૂ કરી; કહ્યું- મહાત્મા ગાંધીએ પણ આ જ પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો, તમે...

રાહુલ ગાંધીએ અન્યાય સામે અને તેમના અધિકારો માટે લડતા દેશભરના લોકોના અવાજોને એક કરવા માટે 'સત્યાગ્રહ' નામની પહેલ...
National 
રાહુલ ગાંધીએ 'સત્યાગ્રહ' પહેલ શરૂ કરી; કહ્યું- મહાત્મા ગાંધીએ પણ આ જ પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો, તમે...
Copyright (c) Khabarchhe All Rights Reserved.