- National
- IAS અધિકારીની ગાડી રોકી તો પોલીસકર્મીને SPએ ઓફિસમાં બોલાવી ઉઠક-બેઠક કરાવી, DGP ગરમ
IAS અધિકારીની ગાડી રોકી તો પોલીસકર્મીને SPએ ઓફિસમાં બોલાવી ઉઠક-બેઠક કરાવી, DGP ગરમ
ગોવામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ચેકિંગ માટે એક IAS અધિકારીની ગાડી રોકવી પોલીસ માટે ખુબ મોંઘુ સાબિત થયું. પોલીસ અધિક્ષક (SP)એ ચેકિંગ કરી રહેલા અધિકારીઓને પોતાની ઓફિસમાં બોલાવ્યા અને તેમને ઉઠક બેઠક કરવા માટે જબરજસ્તીથી મજબૂર કર્યા. ગોવાના પોલીસ મહાનિર્દેશક (DGP)એ પોલીસ અધિક્ષક (SP)ના આ પગલાને અયોગ્ય ગણાવ્યું છે અને તેમણે પોલીસ અધિકારીઓને જનતા સાથે નમ્રતાપૂર્વકનું વર્તન કરવાનું કહ્યું છે.
ઓલ્ડ ગોવા પોલીસ અને ઇન્ડિયન રિઝર્વ બટાલિયન (IRB)ના પોલીસ અધિકારીઓ સાન્ટા ક્રુઝમાં નાકાબંધી કરી વાહન ચેકિંગ અભિયાન ચલાવી રહ્યા હતા. તેમણે પણજી તરફ જતી બિહાર રજીસ્ટ્રેશન નંબરવાળી કારને રોકવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન તેમણે ડ્રાઇવરને તેનું લાઇસન્સ બતાવવાનું કહ્યું હતું. કારમાં બેઠેલા વ્યક્તિએ તેમને બતાવ્યું કે તે IAS અધિકારી છે અને તે કાર લઈને ત્યાંથી નીકળી ગયા. થોડી વાર પછી, તે IAS અધિકારી ચેકપોઇન્ટ પર પાછા ફર્યા.

ગુસ્સામાં, તેમણે પોતાની કારની પાછળની ડિક્કી ખોલી, તેમાં રહેલ વસ્તુઓ કાઢી અને બહાર રસ્તા પર ફેંકી દીધી, અને ત્યાર પછી પોલીસ કર્મચારીઓને કારની તપાસ કરવાનું કહ્યું. આ દરમિયાન, IAS અધિકારીએ ફોન પર એક વરિષ્ઠ પોલીસ અધિકારીને ઘટનાની પુરી વિગતો આપી અને તે વિશે ફરિયાદ કરી હતી. વરિષ્ઠ અધિકારીએ તપાસનું કામ પોલીસ અધિક્ષક હરિશ્ચંદ્ર મડકાઈકરને સોંપી હતી, જેમણે નાકાબંધી ફરજ પરના પોલીસકર્મીઓને તેમની ઓફિસમાં બોલાવ્યા અને તેમને ઉઠક બેઠક કરવા માટે મજબુર કર્યા હતા.
આ ઘટના પછી પોલીસ વિભાગમાં ભારે રોષ ફેલાયેલો જોવા મળી રહ્યો છે. આ ઘટનાની જાણ થતાં, ગોવાના DGP આલોક કુમારે પોલીસ કર્મચારીઓને ઉઠક બેઠક કરાવવાની ઘટનાને અયોગ્ય ગણાવીને તેની નિંદા કરી હતી. DGએ SPને સલાહ આપી કે, તેમણે તેમની પાસે ઉઠક બેઠક કરાવવાને બદલે, ટ્રાફિક નિયમોનો અમલ કરાવવા માટે કહેવું જોઈએ. તેમણે નાકાબંધી પર તૈનાત પોલીસકર્મીઓને યોગ્ય માહિતી આપવા અને લોકો સાથે નમ્રતાપૂર્વક વર્તન કરવા પણ સૂચના આપી. તેમણે SPને સ્પષ્ટપણે જણાવ્યું કે, પોલીસકર્મીઓને શારીરિક સજા કરવી એ નિયમો અનુસાર નથી.

