મોદી સરકારનો મોટો નિર્ણય, 4 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે શરદી-ખાંસીની આ દવા પર પ્રતિબંધ

કેન્દ્ર સરકારે નાના બાળકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે, જેમાં ચાર વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે શરદી અને ખાંસીની દવાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સરકારે ક્લોરફેનિરામાઇન મેલેટ અને ફિનાઇલેફ્રાઇન હાઇડ્રોક્લોરાઇડ ધરાવતા તમામ ફિક્સ્ડ-ડોઝ કોમ્બિનેશન (FDC) પર પ્રતિબંધ મૂક્યો છે. આ કોમ્બિનેશન શરદી-ખાંસીની સારવાર માટે આપવામાં આવે છે. આ પગલું બાળકોની સલામતી અંગેની ચિંતાઓ અને સંભવિત પ્રતિકૂળ અસરો અંગે ગંભીર ફરિયાદોને પગલે લેવામાં આવ્યું છે.

કેન્દ્ર સરકારે ક્લોરફેનિરામાઇન મેલેટ અને ફિનાઇલેફ્રાઇન હાઇડ્રોક્લોરાઇડ ધરાવતી તમામ FDC દવાઓના ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર ચાર વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં ઉપયોગના સંબંધમાં કડક પ્રતિબંધો લાદ્યા છે. સરકારના નવા આદેશ અનુસાર, આ બંને દવાઓ ઘટકો ધરાવતી તમામ FDC દવાઓ પર સ્પષ્ટ ચેતવણી આપવી ફરજિયાત છે કે તેનો ઉપયોગ 4 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ન કરવામાં આવે.

cough-syrup2

આ ચેતવણી દવાના લેબલ, પેકેજની અંદર આપવામાં આવતા વિવરણ અને પ્રચાર સામગ્રી પર સ્પષ્ટપણે દર્શાવવી જોઇએ. અહેવાલો અનુસાર, સરકારે આ નિર્ણય નિષ્ણાત સમિતિ અને ડ્રગ્સ ટેકનિકલ એડવાઇઝરી બોર્ડ (DTAB)ની ભલામણોના આધારે લીધો છે. સરકારના મતે, આ દવાઓના સંયોજનોનો ઉપયોગ ચાર વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે જોખમ ઊભું કરી શકે છે, જ્યારે આ વય જૂથ માટે અપેક્ષાકૃત સુરક્ષિત વિકલ્પો ઉપલબ્ધ છે.

આ અગાઉ, 15 એપ્રિલ, 2025ના રોજ જાહેર કરાયેલ એક અધિસૂચના દ્વારા ક્લોરફેનિરામાઇન મેલેટ અને ફિનાઇલેફ્રાઇન હાઇડ્રોક્લોરાઇડ ધરાવતા કેટલાક FDC પર  આ પ્રકારની વય-સંબંધિત ચેતવણી લાગૂ કરવામાં આવી હતી. સરકારે હવે આ પ્રાવધાનનો દાયરો વધારીને આ બે ઘટકો ધરાવતા તમામ ફોર્મ્યુલેશનને આની હેઠળ લાવી દીધો છે.

cough-syrup1
medicalnewstoday.com

નિર્માતાઓએએ દવાઓ પર સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી લખવી પડશે કે ‘Fixed Dose Combination shall not be used in children below four years of age’ ફાર્માસ્યુટિકલ કંપનીઓને તેમના ઉત્પાદન લેબલ અને પેકેજિંગ પર સ્પષ્ટ ચેતવણી છાપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે કે, આ દવા ચાર વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે નથી.

સરકારે આ અધિસૂચના ડ્રગ્સ અને કોસ્મેટિક્સ એક્ટ 1940ની કલમ 26A હેઠળ જાહેર આરોગ્યના હિતમાં જાહેર કરી છે. આ આદેશ સત્તાવાર ગેઝેટમાં પ્રકાશિત થયાની તારીખથી અમલમાં આવી ગયો છે. એક નિષ્ણાત સમિતિએ સ્વીકાર્યું કે આ સંયોજન નાના બાળકો માટે સુરક્ષિત નથી અને ગંભીર સ્વાસ્થ્ય જોખમો પેદા કરી શકે છે.

About The Author

Top News

RBI દ્વારા રજુ થનારા નવા નિયમો વિશે જાણીને લોન લેનારાઓએ પોતાની EMI વિશે આ બાબતો યાદ રાખવી જોઈએ

ભારતીય રિઝર્વ બેંક (RBI)એ ફ્લોટિંગ રેટ લોન મેળવતા ગ્રાહકો માટે એક મહત્વપૂર્ણ દરખાસ્ત રજૂ કરી છે. કેન્દ્રીય બેંકે...
Business 
RBI દ્વારા રજુ થનારા નવા નિયમો વિશે જાણીને લોન લેનારાઓએ પોતાની EMI વિશે આ બાબતો યાદ રાખવી જોઈએ

CM રેવંત રેડ્ડીની માયા ટ્યુડર સાથેની મુલાકાત પર BJP ગુસ્સે; જાણો આ ઓક્સફર્ડના પ્રોફેસર કોણ છે?

તેલંગાણાના CM રેવંત રેડ્ડી હાલમાં યુરોપના પ્રવાસ પર છે. સરકારે તેમને અમેરિકા જવાની પરવાનગી નકારી કાઢતાં તેમનો કાર્યક્રમ ચર્ચાનો વિષય...
National 
CM રેવંત રેડ્ડીની માયા ટ્યુડર સાથેની મુલાકાત પર BJP ગુસ્સે; જાણો આ ઓક્સફર્ડના પ્રોફેસર કોણ છે?

આવા ચોર જોયા છે, જે જ્વેલરીની દુકાનથી જ પોલીસને ફોન કરીને કહી રહ્યા છે સાહેબ અમને બચાવી લો...

ગુજરાતના વલસાડ જિલ્લામાં ચોરીના પ્રયાસ દરમિયાન એક ઘટના બની. જ્વેલરીની દુકાનમાંથી ચોરીનો પ્રયાસ કરનારા બે ચોરોએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું....
Gujarat 
આવા ચોર જોયા છે, જે જ્વેલરીની દુકાનથી જ પોલીસને ફોન કરીને કહી રહ્યા છે સાહેબ અમને બચાવી લો...

Gen Zને આકર્ષવા ભાજપે ખાસ ટીમ બનાવી, હર્ષ સંઘવી અને સ્મૃતિ ઈરાની પણ ટીમમાં

BJPએ દેશના યુવાનો અને 'Gen Z' મતદારો સુધી પહોંચવા માટે એક ખાસ ટીમ બનાવી છે. PM નરેન્દ્ર મોદીના નિર્દેશ...
National 
Gen Zને આકર્ષવા ભાજપે ખાસ ટીમ બનાવી, હર્ષ સંઘવી અને સ્મૃતિ ઈરાની પણ ટીમમાં

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.