1.5% વોટ સાથે 1 પણ ન જીતી અને 0.5% મતથી થઇ ગઇ વિધાનસભામાં એન્ટ્રી, કંઇ પાર્ટી...

ચૂંટણી લડી. અરવિંદ કેજરીવાલે ઘણી રેલીઓ કરી. દાવો હતો કે તેમના વિના હરિયાણામાં કોઇ ખાતું નહીં ખોલી શકે, પરંતુ જ્યારે પરિણામ આવ્યા તો ખબર પડી કે 1.5 ટકાથી વધુ વોટ તો મળ્યા, પરંતુ 1 પણ સીટ ન મળી. જ્યારે જમ્મુ-કાશ્મીરમાં અરવિંદ કેજરીવાલે માત્ર એક રેલી કરી અને AAPને 0.5 ટકા વોટ પણ મળ્યા, પરંતુ સૌથી મોટી વાત તેમની વિધાનસભામાં એન્ટ્રી થઇ ગઇ. તેમનો એક ઉમેદવાર જીતી ગયો.

બપોરે 3:00 વાગ્યા સુધી ચૂંટણી પંચના આંકડાઓને જોઇએ તો ભાજપને 40 ટકા અને કોંગ્રેસને 39 ટકાની આસપાસ મોટા મળ્યા છે. તો AAPને 1.77 ટકા લોકોએ વોટ આપ્યા છે. હેરાનીની વાત એ પણ છે કે દુષ્યંત ચૌટાલાની જે જનનાયક જનતા પાર્ટી (JJP)ને ગત વિધાનસભામાં 10 સીટો મળી હતી. તેમણે ભાજપ સાથે મળીને સરકાર બનાવી હતી અને નાયબ મુખ્યમંત્રી પણ બન્યા, તેમની પાર્ટીને પણ AAP કરતા અડધા વોટ મળ્યા. JJPને 1 ટકાથી પણ ઓછા લોકોએ વોટ આપ્યા.

મતોનું આ ગણિત જોઇને AAP ઉત્સાહિત જરૂર હશે કેમ કે વર્ષ 2019ની વિધાનસભાની ચૂંટણીમાં તેને 1 ટકા વોટ મળ્યા હતા. આ વખત તેણે પોતાના વોટ વધાર્યા છે, પરંતુ જમ્મુ-કાશ્મીરમાં જે કમાલ કરી છે, તે શાનદાર છે. 0.5 ટકા વોટ મેળવીને તેમનો ઉમેદવાર ધારાસભ્ય બની ગયો. આખરે આ ખેલ કઇ રીતે થયો. આવો સમજીએ. જમ્મુ-કાશ્મીરની ડોડા સીટ પર AAPના મેહરાજ મલિકને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યો હતો.

તેણે ભાજપના ગજય સિંહ રાણાને 4538 મતથી હરાવી દીધા છે. અહીની અન્ય વિધાનસભા સીટો પર AAP કોઇ ખાસ પ્રભાવ છોડી શકી નથી. પરંતુ માત્ર ડોડાની સીટ પર ઉમેદવારની છબીના કારણે તેને શાનદાર જીત મળી છે. આંકડાઓને જોઇએ તો પાર્ટીને 0.5 ટકા જે વોટ મળ્યા છે, તેમાં મોટા ભાગના વોટ આજ સીટ પર મળ્યા છે.

About The Author

Top News

નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

ઉત્તર પ્રદેશથી મધ્ય પ્રદેશ સુધી, તમારા રસોડામાં બનતા ખાવામાં નફાખોરીનું ધીમું ઝેર પીરસવામાં આવી રહ્યું છે. ખાદ્ય સુરક્ષા વિભાગ...
National 
નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

તમિલનાડુના CM C. જોસેફ વિજય અને તેમની પત્ની સંગીતા વચ્ચે ચાલી રહેલા છૂટાછેડાના કેસમાં મોટો વળાંક આવ્યો છે. તેમના અલગ...
Entertainment 
CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રયાગરાજ ખાતે યોજાયેલા ‘છાત્રો કી ગૂંજ’ કાર્યક્રમમાં 20 મિનિટ સુધી દેશભરમાંથી આવેલા વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા...
National 
છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

CM ધામીને ટેગ કરીને રિષભ પંતે જમીન ખરીદવામાં મદદ માંંગી, કહ્યું 3 વર્ષથી કોશિશ કરી રહ્યો છું પણ...

રિષભ પંતે ઉત્તરાખંડના CM પુષ્કર સિંહ ધામી પાસે જમીન ખરીદવામાં મદદ માંગી, પરંતુ તેમની પોસ્ટ સોશિયલ મીડિયા પર અલગ...
Sports 
CM ધામીને ટેગ કરીને રિષભ પંતે જમીન ખરીદવામાં મદદ માંંગી, કહ્યું 3 વર્ષથી કોશિશ કરી રહ્યો છું પણ...
Copyright (c) Khabarchhe All Rights Reserved.