ઘટતી માઇલેજ, પાર્ટ્સમાં ખરાબી... શું E20થી વાહનને નુકસાન થઇ રહ્યું છે? કેજરીવાલે મિકેનિક દ્વારા સમજાવ્યું

દિલ્હીના ભૂતપૂર્વ CM અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે E20 પેટ્રોલ સામે ઝુંબેશ વધુ તીવ્ર બનાવી છે. ગઈકાલે, 1 ઓગસ્ટના રોજ, કેજરીવાલે 'કોન્સ્ટિટ્યુશન ક્લબ ઓફ ઇન્ડિયા' ખાતે 'નેશનલ ટાઉન હોલ અગેઇન્સ્ટ E20' કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન, તેમણે કેન્દ્ર સરકારની E20 નીતિ સામે અનેક આરોપો લગાવ્યા હતા, જેમાં જણાવ્યું હતું કે E20 માત્ર વાહન માઇલેજ ઘટાડી રહ્યું નથી પરંતુ વાહનોના પાર્ટ્સને પણ નુકસાન પહોંચાડી રહ્યું છે.

E20 પર સરકારની આકરી ટીકા કરવા ઉપરાંત, અરવિંદ કેજરીવાલે એક મોટર મિકેનિક (અમીર ખાન)ને પણ સ્ટેજ પર આમંત્રિત કર્યા હતા, જેણે ઇથેનોલ-મિશ્રિત E20 ઇંધણથી વાહનોને થતા નુકસાન વિશે વિગતવાર જણાવ્યું હતું. આમિરે કહ્યું કે તે ઉત્તરપશ્ચિમ દિલ્હીમાં ભલસ્વા ડેરી પાસે મિકેનિકની દુકાન ધરાવે છે અને છેલ્લા 12-13 વર્ષથી પેટ્રોલ ટુ-વ્હીલરનું સમારકામ કરી રહ્યો છે.

Arvind-Kejriwal1
amarujala.com

આમિરે જણાવ્યું કે, ઇથેનોલ-મિશ્રિત E20 પેટ્રોલને કારણે જૂના BS4 વાહનો સૌથી વધુ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. જૂના (BS3 અને BS4) વાહનમાં વપરાતા કાર્બોરેટર બતાવતા, તેણે જણાવ્યું કે પેટ્રોલ કાર્બોરેટરની નીચે રિઝર્વ માટે એક કેપમાં જમા થાય છે. જો તમે તમારા વાહનને કેટલા મહિનાઓ સુધી વપરાશમાં લેતા નથી, તો આ કેપમાં આ પેટ્રોલ એકઠું થશે, અને મિશ્રિત પેટ્રોલમાં ભળેલા મીઠા પદાર્થ, શેવાળ અને કાદવ એકઠા થશે, જેના કારણે વાહન ચાલતું બંધ થઈ જશે. પહેલાં, આ સમસ્યા ઓછી થતી હતી, પરંતુ હવે તે વધારે અને વારંવાર બની રહી છે.

આમીરે BS6 ફ્યુઅલ પંપનું પ્રદર્શન કરતા કહ્યું, 'હાલમાં ઉત્પાદનમાં રહેલા E20-અનુરૂપ BS6 વાહનોમાં પણ આ જ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. E20 પેટ્રોલનો ઉપયોગ કર્યા પછી, આ વાહનોનું પિકઅપ અને માઇલેજ ખૂબ જ ઓછું થઈ ગયું છે. વાહન ઘણીવાર રસ્તા પર ચાલતા ચાલતા અટકી જાય છે.'

Arvind-Kejriwal
jagran.com

ફ્યુઅલ પંપને બતાવતા, અમીરે કહ્યું કે તેની અંદર એક ફિલ્ટર લાગેલું હોય છે. E20 પેટ્રોલના કારણે આ ફિલ્ટર ખૂબ ઝડપથી ચોકઅપ થઇ જાય છે, જેનાથી વાહનનો જાળવણી ખર્ચ અને રીપેરીંગ ખર્ચમાં વધારો થાય છે.

છેલ્લા કેટલાક દિવસોમાં, ઘણા જૂના વાહન માલિકોએ વાહનની માઇલેજમાં ઘટાડો અને જાળવણી ખર્ચમાં વધારો થવાની ફરિયાદ કરી છે. ત્યાં સુધી કે સરકારે પણ હવે સંસદમાં સ્વીકાર્યું છે કે E20 પેટ્રોલનો ઉપયોગ કરવાથી વાહનની ઇંધણ કાર્યક્ષમતા 2 ટકાથી 6 ટકા સુધી ઘટી શકે છે. આ ઉપરાંત, સરકારે સ્પષ્ટતા કરી છે કે, E20 પેટ્રોલ 2005 અને 2016 વચ્ચે ઉત્પાદિત BS-3 વાહનોમાં રબર પાઇપ, સીલ અને ગાસ્કેટ જેવા ભાગોને અસર કરી શકે છે.

About The Author

Related Posts

Top News

નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

ઉત્તર પ્રદેશથી મધ્ય પ્રદેશ સુધી, તમારા રસોડામાં બનતા ખાવામાં નફાખોરીનું ધીમું ઝેર પીરસવામાં આવી રહ્યું છે. ખાદ્ય સુરક્ષા વિભાગ...
National 
નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

તમિલનાડુના CM C. જોસેફ વિજય અને તેમની પત્ની સંગીતા વચ્ચે ચાલી રહેલા છૂટાછેડાના કેસમાં મોટો વળાંક આવ્યો છે. તેમના અલગ...
Entertainment 
CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રયાગરાજ ખાતે યોજાયેલા ‘છાત્રો કી ગૂંજ’ કાર્યક્રમમાં 20 મિનિટ સુધી દેશભરમાંથી આવેલા વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા...
National 
છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

CM ધામીને ટેગ કરીને રિષભ પંતે જમીન ખરીદવામાં મદદ માંંગી, કહ્યું 3 વર્ષથી કોશિશ કરી રહ્યો છું પણ...

રિષભ પંતે ઉત્તરાખંડના CM પુષ્કર સિંહ ધામી પાસે જમીન ખરીદવામાં મદદ માંગી, પરંતુ તેમની પોસ્ટ સોશિયલ મીડિયા પર અલગ...
Sports 
CM ધામીને ટેગ કરીને રિષભ પંતે જમીન ખરીદવામાં મદદ માંંગી, કહ્યું 3 વર્ષથી કોશિશ કરી રહ્યો છું પણ...
Copyright (c) Khabarchhe All Rights Reserved.