E20 પેટ્રોલ બંધ નહીં કરે સરકાર? કહ્યું- 1 લાખ કરોડ અને ખેડૂતો સાથે સંકળાયેલો છે આખો મામલો

E20 પેટ્રોલને લઇને રાષ્ટ્રવ્યાપી બહેસ વચ્ચે કેન્દ્ર સરકારે તેની ઇથેનોલ મિશ્રણ નીતિનો મજબૂત રીતે બચાવ કર્યો છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયનું કહેવું છે કે, હવે E20થી E10 પેટ્રોલ પર પાછા ફરવાથી ઇથેનોલ ઉત્પાદન અને સંબંધિત માળખાગત સુવિધાઓમાં થયેલા આશરે ₹1 લાખ કરોડનું રોકાણ જોખમમાં મુકાઈ શકે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં મંત્રાલયના જણાવ્યા અનુસાર, જાહેર ક્ષેત્રની બેંકોએ વાર્ષિક આશરે ₹1 લાખ કરોડનું નાણાકીય પોષણ ઇથેનોલ ઉત્પાદન ક્ષમતા વધારવા અને તેની સાથે સંકળાયેલા પ્રોજેક્ટ્સ માટે કર્યું છે.

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એવા દાવાઓ સામે આવ્યા છે, જેમાં કહેવામાં આવ્યું છે કે E20 પેટ્રોલથી વાહનની માઇલેજ ઘટે છે અને એન્જિન, ઇંધણ ટાંકી અને રબર પાઇપ જેવા હિસ્સાઓને નુકસાન પહોંચાડી શકે છે. પરંતુ આ દાવાઓ પર મંત્રાલયે સ્વીકાર્યું કે, કેટલાક વાહનો E20નો ઉપયોગ કરતા કેટલાક વાહનોમાં માઇલેજ 3 થી 5 ટકા ઘટી શકે છે, પરંતુ એવા કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી કે તે સાબિત કરે કે તે એન્જિન અથવા અન્ય વાહનના ભાગોને નુકસાન પહોંચાડે છે.

મંત્રાલયે કહ્યું કે સમય-સમય પર એવી અફવા ફેલાતી રહે છે કે ઇથેનોલથી એન્જિન જામ થઇ જશે, રબરના પાઇપ ખરાબ થઇ જશે અથવા ઇંધણની ટાંકીમાં કાટ લાગી જશે; જોકે, વૈજ્ઞાનિક પરીક્ષણોમાં આવા દાવાઓની પુષ્ટી થઇ નથી. સરકારનું કહેવું છે કે ઇથેનોલ ઉત્પાદન વધારવા માટે ખેડૂતો, સહકારી મંડળીઓ, ખાનગી કંપનીઓ, નાણાકીય સંસ્થાઓ અને સરકારી કંપનીઓએ હજારો કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. જો હવે અચાનક E20ને બદલે E10 લાગૂ કરવામાં આવે, તો આ સમગ્ર ઉત્પાદન ક્ષમતા બેકાર થઇ શકે છે.

E20-2

મંત્રાલયે ભાર મૂક્યો હતો કે કોઈપણ રાષ્ટ્રીય નીતિમાં ફેરફાર કરતા પહેલા, ખેડૂતો, ઉદ્યોગો અને રોકાણકારો પર તેની અસરનું મૂલ્યાંકન કરવું જરૂરી છે. તેથી, ઊર્જા સુરક્ષા, પર્યાવરણીય સંરક્ષણ, ખેડૂતોની આવક અને રાષ્ટ્રીય સંસાધનોના શ્રેષ્ઠ ઉપયોગને સમાવિષ્ટ કરવા માટે ગ્રાહક હિતોથી આગળ વધવું જોઈએ.

કેટલાક નિષ્ણાતોએ સૂચવ્યું છે કે ગ્રાહકોને શુદ્ધ પેટ્રોલ, E10 અને E20 જેવા વિકલ્પોમાંથી તેમના મનપસંદ ઇંધણ પસંદ કરવાનો વિકલ્પ આપવો જોઈએ. મંત્રાલયે જણાવ્યું હતું કે આ સિસ્ટમનો અમલ અત્યંત મુશ્કેલ હશે. વિવિધ ગ્રેડના પેટ્રોલના પુરવઠા, સંગ્રહ અને વિતરણ માટે દેશભરમાં અલગ વ્યવસ્થા સ્થાપિત કરવાની જરૂર પડશે, જે ખર્ચમાં વધારો કરશે અને પુરવઠા શૃંખલાને જટિલ બનાવશે.

E20-2.jpg-3
autocarpro.in

E20 કેમ મોંઘું પડે છે?

મંત્રાલયે એ પણ સ્પષ્ટ કર્યું કે ઇથેનોલની ઉર્જા ક્ષમતા પેટ્રોલ કરતા ઓછી હોવા છતા તેનું ઉત્પાદન સસ્તું નથી. સરકારના મતે, જો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલનો ભાવ પ્રતિ બેરલ $70ની આસપાસ રહે છે, તો શુદ્ધ પેટ્રોલ ઉત્પાદન કરતા E20નું ઉત્પાદન વધુ મોંઘું પડે છે. જોકે, જો ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ $120–$130 સુધી પહોંચે છે, તો ઇથેનોલ પ્રમાણમાં સસ્તો વિકલ્પ બની જાય છે.

સરકાર ખેડૂતોને વાજબી ભાવ અપાવવા માટે નક્કી ભાવે ઇથેનોલ ખરીદે છે. વર્તમાન પુરવઠા વર્ષમાં C-હેવી મોલાસીસમાંથી ઉત્પાદિત ઇથેનોલનો ભાવ પ્રતિ લિટર ₹57.97 અને મકાઈમાંથી ₹71.86 નક્કી કરવામાં આવ્યો છે. સરકારનું કહેવું છે કે E20 નીતિનો ઉદ્દેશ્ય ફક્ત પેટ્રોલમાં મિશ્રણ ગુણોત્તર વધારવાનો નથી, પરંતુ ક્રૂડ ઓઇલની આયાત પર નિર્ભરતા ઘટાડવાનો, ખેડૂતોની આવક વધારવાનો અને સ્વચ્છ ઇંધણને પ્રોત્સાહન આપવાનો પણ છે.

About The Author

Related Posts

Top News

નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

ઉત્તર પ્રદેશથી મધ્ય પ્રદેશ સુધી, તમારા રસોડામાં બનતા ખાવામાં નફાખોરીનું ધીમું ઝેર પીરસવામાં આવી રહ્યું છે. ખાદ્ય સુરક્ષા વિભાગ...
National 
નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

તમિલનાડુના CM C. જોસેફ વિજય અને તેમની પત્ની સંગીતા વચ્ચે ચાલી રહેલા છૂટાછેડાના કેસમાં મોટો વળાંક આવ્યો છે. તેમના અલગ...
Entertainment 
CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રયાગરાજ ખાતે યોજાયેલા ‘છાત્રો કી ગૂંજ’ કાર્યક્રમમાં 20 મિનિટ સુધી દેશભરમાંથી આવેલા વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા...
National 
છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

CM ધામીને ટેગ કરીને રિષભ પંતે જમીન ખરીદવામાં મદદ માંંગી, કહ્યું 3 વર્ષથી કોશિશ કરી રહ્યો છું પણ...

રિષભ પંતે ઉત્તરાખંડના CM પુષ્કર સિંહ ધામી પાસે જમીન ખરીદવામાં મદદ માંગી, પરંતુ તેમની પોસ્ટ સોશિયલ મીડિયા પર અલગ...
Sports 
CM ધામીને ટેગ કરીને રિષભ પંતે જમીન ખરીદવામાં મદદ માંંગી, કહ્યું 3 વર્ષથી કોશિશ કરી રહ્યો છું પણ...
Copyright (c) Khabarchhe All Rights Reserved.