'હું હવે હસ્તિનાપુરથી ચૂંટણી નહીં લડું...' શું CM યોગીના મંત્રી દિનેશ ખટીક દ્રૌપદીના શ્રાપથી ડરી ગયા?

CM યોગી સરકારના એક મંત્રીએ એક મોટું નિવેદન આપીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. જળ શક્તિ રાજ્યમંત્રી દિનેશ ખટીકે જાહેર મંચ પરથી જાહેરાત કરી કે, તેઓ 'શ્રાપિત' હસ્તિનાપુર બેઠક પરથી ત્રીજી વખત ચૂંટણી નહીં લડે. મેરઠના ખારખોડામાં એક ખાનગી કોલેજના વાર્ષિક કાર્યક્રમ દરમિયાન, કલ્કી પીઠાધીશ્વર આચાર્ય પ્રમોદ કૃષ્ણમની હાજરીમાં, દિનેશ ખટીકે પોતાના વિચારો શેર કર્યા. તેમણે કહ્યું કે હસ્તિનાપુરની ભૂમિને દ્રૌપદીનો શ્રાપ મળ્યો છે.

Dinesh-Khatik1
news.abplive.com

મંત્રીએ કહ્યું, 'મને ખબર નથી, પણ કેમ મારા મનમાં વારંવાર એવું આવે છે કે એક વાર ધારાસભ્ય બન્યા પછી, હસ્તિનાપુરથી ફરી ક્યારેય કોઈ ચૂંટાઈને MLA બન્યું નથી. લોકો મને પૂછતા હતા, 'શું હું ફરીથી જીતીશ?' તે સચ્ચાઈ છે કે હું બે વાર ધારાસભ્ય અને બે વાર મંત્રી બન્યો, પરંતુ હવે હું આ શ્રાપિત ભૂમિ પરથી ત્રીજી વખત ચૂંટણી નહીં લડું. પક્ષનો ગમે ત્યાંથી લડવાનો આદેશ હોય, તે હું સ્વીકારી લઈશ.' મંત્રીએ કહ્યું, 'હું તે સમયે આટલું બધું કહેવા માંગતો ન હતો. પણ હવે હું થોડું બોલીશ. સ્વાભાવિક છે કે હું બે વાર ધારાસભ્ય અને બે વાર મંત્રી બન્યો. પણ એક વાત મારા મનમાં આવે છે. મેં મેરઠમાં એવું કહ્યું નહોતું, અને આજે મારે તે તમારી સામે કહેવું છે. હું વારંવાર કહું છું કે હું બે વાર ધારાસભ્ય બન્યો છું. હું આ શ્રાપિત ભૂમિમાંથી ત્રીજી વખત ધારાસભ્ય બનવા માંગતો નથી. ઘણા લોકો તો આશીર્વાદ પણ આપે છે. મેં ભાગવત પણ વાંચ્યું છે, અને મેં તમામ પુરાણો વાંચ્યા છે. જેણે તે વાંચ્યું છે અથવા વાંચશે તે જાણશે કે મહાભારત શું છે.'

Dinesh-Khatik3
timesofindia.indiatimes.com

દિનેશ ખટીકે સ્વીકાર્યું કે, તે ફક્ત PM નરેન્દ્ર મોદી અને CM યોગી આદિત્યનાથના પ્રભાવને કારણે જ હસ્તિનાપુરની જૂની 'પૌરાણિક દંતકથા'ને તોડવામાં સફળ રહ્યા હતા. તેમણે કહ્યું, 'જ્યારે અહીં બીજું કોઈ ફરી જીત્યું નથી શક્યું તો દિનેશ ખટીકમાં એટલી હિમ્મત ક્યાંથી? પરંતુ દેશમાં PM નરેન્દ્ર મોદી અને રાજ્યમાં CM યોગી આદિત્યનાથ જેવા વ્યક્તિઓ હતા, જેમણે મને આગળ વધવામાં મદદ કરી અને મને ફરીથી ધારાસભ્ય બનાવ્યો.'

Dinesh-Khatik
Dinesh Khatik

રાજકીય વર્તુળોમાં લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે કે, હસ્તિનાપુરના કોઈપણ ધારાસભ્ય ફરીથી ચૂંટણી લડે છે તે હારી જાય છે. દિનેશ ખટીકે આ રાજકીય દંતકથાને પૌરાણિક આધાર આપ્યો છે, તેને મહાભારત કાળ દરમિયાન દ્રૌપદીના શ્રાપ સાથે જોડી દીધી છે. રાજ્યમંત્રીનું નિવેદન હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. આચાર્ય પ્રમોદ કૃષ્ણમની સામેની આ જાહેરાત પછી, અટકળો ચાલી રહી છે કે શું દિનેશ ખટીક આગામી ચૂંટણીમાં પોતાની બેઠક બદલશે કે સક્રિય રાજકારણમાંથી વિરામ લેશે. હાલ પૂરતું, તેમના 'શ્રાપિત ભૂમિ' નિવેદને વિરોધી પક્ષોને પણ ચર્ચાનો નવો વિષય આપી દીધો છે.

About The Author

Related Posts

Top News

વડોદરામાં હિન્દુ ડૉક્ટર યુવતી સાથેના લગ્નનું નકલી સર્ટિફિકેટ રજૂ કર્યું, માતા બોલી- દીકરી પાછી લાવી આપો

વડોદરા જિલ્લામાંથી લવ-જેહાદનો મામલો સામે આવ્યો છે. કરજણ તાલુકાના કિયા ગામના ફૈઝલ મજીદ દિવાન નામના યુવક સામે જંબુસરની હિન્દુ ડૉક્ટર...
Gujarat 
વડોદરામાં હિન્દુ ડૉક્ટર યુવતી સાથેના લગ્નનું નકલી સર્ટિફિકેટ રજૂ કર્યું, માતા બોલી-  દીકરી પાછી લાવી આપો

મિત્રને ભાઈ માની ઘરે લાવતો, પત્નીને જ ફસાવી લીધી, હવે પત્ની પ્રેમી કે પતિ કોઈને છોડવા તૈયાર નથી, ત્રણેયને સાથે રહેવું છે પણ...

બધાએ આ કહેવત સાંભળી હશે- ‘જો મિયાં બીબી રાજી, તો ક્યાં કરે કાઝી?’ જોકે, ઉત્તર...
National 
મિત્રને ભાઈ માની ઘરે લાવતો, પત્નીને જ ફસાવી લીધી, હવે પત્ની પ્રેમી કે પતિ કોઈને છોડવા તૈયાર નથી, ત્રણેયને સાથે રહેવું છે પણ...

CM વિજયે પણ મફત આપવાનું શરૂ કર્યું, વર્ષમાં 3 મફત સિલિન્ડર, મફત બસ મુસાફરી અને...

તમિલનાડુ સરકાર તરફથી સતત મફત લાભો આપતી કલ્યાણકારી યોજનાઓની જાહેરાત કરવામાં આવી રહી છે. મફત યોજનાઓની આ યાદીમાં ઘણી નવી...
Politics 
CM વિજયે પણ મફત આપવાનું શરૂ કર્યું, વર્ષમાં 3 મફત સિલિન્ડર, મફત બસ મુસાફરી અને...

મહિલાએ પતિથી છુપાવીને 8 વર્ષમાં 12 લાખ રૂપિયા ભેગા કર્યા; પણ ઉંદરો નોટો કાતરી ગયા!

ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો...
National 
મહિલાએ પતિથી છુપાવીને 8 વર્ષમાં 12 લાખ રૂપિયા ભેગા કર્યા; પણ ઉંદરો નોટો કાતરી ગયા!

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.