વાયુસેનાએ દેખાડ્યા કરતબ, આકાશથી પાડી ભારેભરખમ હોડી, અભ્યાસ જોઈને કાંપી જશે દુશ્મ

આકાશથી લઈને સમુદ્ર અને ધરતી સુધી પોતાની મારક ક્ષમતાઓ વધારવાના ઉદ્દેશ્યથી ભારતીય વાયુસેના, નેવી અને સ્થળ સેના સમય સમય સંયુક્ત અભ્યાસ કરતી રહે છે. આ જ પ્રકારનો અભ્યાસનો એક વીડિયો વાયુસેનાએ શેર કર્યો છે, જેણે જોઈને દુશ્મન પણ કાંપી જશે. વાયુસેનાના ભારે ભરકમ  વિમાન C-17એ આકાશથી નેવીની એક નાવને સુનિશ્ચિત રીતે સમુદ્રમાં ઉતારી દીધી. ભારતીય વાયુસેનાએ પોતાના સત્તાવાર X (ટ્વીટર) હેન્ડલથી વીડિયો શેર કરતા લખ્યું કે, એક સાથે કામ કરવામાં આવે તો અસીમિત સંભાવનાઓ છે.

તેણે લખ્યું કે, ‘એક સાથે કરવામાં આવેલા ઉલ્લેખનીય અભ્યાસમાં IAF C-17એ ભારતીય નૌકાદળની એક કઠોર પતવારવાળી ઇન્ફ્લેટેબલ નાવને ગઢ સમુદ્રમાં પાડી દીધી હતી. એક સાથે અસીમિત સંભાવનાઓ. ઉલ્લેખનીય છે કે, બે દિવસ અગાઉ સ્થળ સેનાએ પણ એક એવો જ આશ્ચર્યજનક વીડિયો શેર કર્યો હતો. વીડિયોમાં સ્થળ સેનાના જવાન વાયુસેનના વિમાનમાં બેઠા છે. ત્યારબાદ તેઓ એક એક કરીને દોરડાના સહારે પોતાની સાથે ખૂંખાર ટ્રેની શ્વાનોને લઈને ઉતરે છે.

આ અભ્યાસ દિવસ અને રાત બંનેમાં કરવામાં આવ્યો હતો. સ્થળ સેનાની પશ્ચિમી કમાને વીડિયો શેર કરતા લખ્યું કે, સ્પેશિયલ ફોર્સિસે કોઈ પણ ધરતી આધારિત જોખમને બેઅસર કરવા માટે ભારતીય વાયુસેના સાથે સંયુક્ત ટ્રેનિંગમાં વિશેષ હેલિબોર્ન ઓપરેશનને અંજામ આપ્યું.

હાલમાં જ ભારતીય વાયુસેનામાં આત્મનિર્ભરતાને મોટું બુસ્ટ આપવાના ક્રમમાં રક્ષા મંત્રાલયે શુક્રવારે મોટો નિર્ણય લીધો છે. રક્ષા મંત્રાલયે આજે ભારતીય વાયુ સેના માટે 12 Su-30 MKIની ખરીદીના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ વિમાનોનું નિર્માણ ભારતમાં હિન્દુસ્તાન એરનોટિક્સ લિમિટેડ કરશે. સરકારના એક અધિકારીના જણાવ્યા મુજબ આ 12 વિમાન એ એરક્રાફ્ટસની જગ્યા લેશે, જે ગત વર્ષોમાં અલગ અલગ અકસ્માતનો શિકાર થયા હતા.

About The Author

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.