આ રાજ્યમાં પેટ્રોલ રૂ.18 અને ડીઝલ રૂ.11 પ્રતિ લીટર સસ્તું થયું

સમગ્ર દેશમાં પેટ્રોલ ડીઝલની કિંમત આકાશને આંબી રહી છે. વધતા જતા પેટ્રોલ ડીઝલના ભાવની અસર દરેક લોકોના જીવન પર પડી રહી છે. વ્યાપારથી લઈને સર્વિસ સુધી મોંઘવારીની એક અસર જોવા મળી રહી છે. ટ્રાંસપોટર્સ ભાડું વધારી રહ્યા છે તો ક્યાંય વિરોધ પક્ષ મોંઘવારી અને પેટ્રોલ ડીઝલના મુદ્દે વિરોધ કરી રહ્યો છે. સોશિયલ મીડિયા પર પેટ્રોલ ડીઝલના ભાવને લઈને અનેક મિમ્સ પણ બની રહ્યા છે.

પણ આ માહોલ વચ્ચે આપણા દેશમાં એક એવું પણ રાજ્ય છે. જ્યાં પેટ્રોલ રૂ.18 અને ડીઝલ રૂ.11 પ્રતિ લિટર સુધી સસ્તું થયું છે. આ રાજ્યનું નામ છે નાગાલેન્ડ. જેને પોતાના રાજ્યની પ્રજાને રાહત આપવા માટે પેટ્રોલ ડીઝલની કિંમતમાં મોટો કાપ મૂકવાનું એલાન કર્યું છે. પૂર્વોત્તરના આ રાજ્યમાં પેટ્રોલી ડીઝલના ભાવ ઘટાડીને રાજ્ય સરકારે ખરા અર્થમાં રાહત આપી છે. નાગાલેન્ડ સરકારે ભાવ ઘટાડવા માટે પેટ્રોલ ડીઝલ પર લાગતા ટેક્સમાં સારો એવો ઘટાડો કર્યો છે.

નાગાલેન્ડ સરકારે એક મોટું પગલું ભરી પેટ્રોલિયમ પેદાશ તથા મોટર સ્પ્રીટ પર જે ટેક્સ અગાઉ 29.80% લાગતો હતો એમાં કાપ મૂકીને 25% કરી નાંખ્યો છે. આ સિવાય નાગાલેન્ડ સરકારે ડીઝલ માટે ટેક્સના દરમાં 11.08 રૂ.નો ઘટાડો કરી 10.51 રૂ. પ્રતિ લિટર અથવા 17.50%થી ઘટાડી 16.50% પ્રતિ લિટર કરવાનો નિર્ણય લીધો છે. નાગાલેન્ડ ભલે પૂર્વોત્તરનું નાનકડું રાજ્ય હોય પણ સરકારે ભરેલું આ પગલું આવકાર્ય છે. જેનાથી રાજ્યની પ્રજાને ખરા અર્થમાં એક મોટી આર્થિક રાહત થઈ છે. આવું પગલું ભરનાર નાગાલેન્ડ દેશનું પાંચમું રાજ્ય છે.

આ પહેલા પશ્ચિમ બંગાળ, મેઘાલય, રાજસ્થાન અને અસમમાં સરકારે ટેક્સમાં કાપ મૂકીને પેટ્રોલ ડીઝલના ભાવમાં એક મોટી રાહત આપી છે. મંગળવારે નાગાલેન્ડ રાજ્યની સરકારે આ નિર્ણય લીધો હતો. ક્રુડ ઓઈલની કિંમત પર નજર કરવામાં આવે તો ક્રુડ ઓઈલની કિંમતમાં મંગળવારે વધારો થયો હતો.

દિલ્હીમાં બુધવારે પેટ્રોલ રૂ.90.93 અને ડીઝલ રૂ.81.32 સુધી પહોંચ્યું છે. સતત વધારા અંગેની ગણતરી કરવામાં આવે તો પેટ્રોલના ભાવ સતત 13 દિવસ સુધી વધ્યા છે. બુધવારે મુંબઈમાં પેટ્રોલનો ભાવ રૂ.97.34 અને ડીઝલનો ભાવ રૂ.88.44 નોંધાયો છે. દેશના અન્ય મહાનગર કરતા મુંબઈમાં પેટ્રોલ-ડીઝલ ખૂબ મોંઘા છે. આ અંગે અગાઉ પણ નાણામંત્રી નિર્મલા સીતારામણે કહ્યું હતું કે, આ એક દુવિધાભરી સ્થિતિ છે.

About The Author

Related Posts

Top News

સોનમ વાંગચુકે જણાવી ભૂખ હડતાળ સમાપ્ત કરવાની સંપૂર્ણ કહાની, કહ્યું- મંત્રીઓએ વચનો તોડ્યા, હું તો...

NEET પેપર લીક સામે વિરોધ કરી રહેલા સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે ગુરુગ્રામની એક હોસ્પિટલમાં તેમની ભૂખ હડતાળ કેવી રીતે સમાપ્ત...
National 
સોનમ વાંગચુકે જણાવી ભૂખ હડતાળ સમાપ્ત કરવાની સંપૂર્ણ કહાની, કહ્યું- મંત્રીઓએ વચનો તોડ્યા, હું તો...

કોકરોચ જનતા પાર્ટી હવે કોની પાછળ પડવાની છે? અભિજીત દીપકેએ પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી દીધી

કોકરોચ જનતા પાર્ટી (CJP)એ જંતર મંતર પર તાજેતરમાં થયેલા વિરોધ પ્રદર્શનની સફળતા પછી રાષ્ટ્રવ્યાપી જનસંપર્ક અભિયાનની જાહેરાત કરી...
National 
કોકરોચ જનતા પાર્ટી હવે કોની પાછળ પડવાની છે? અભિજીત દીપકેએ પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી દીધી

ગડકરીજી અમેરિકા જેવા રસ્તા પછી બનાવજો, પહેલા જે છે એને સારા કરો, 4 હજાર કરોડના ખર્ચે બનેલો એક્સપ્રેસવે પર 18 દિવસમાં 84 સ્થળોએ ધસ્યો

નીતિન ગડકરીએ જુલાઇમાં કહ્યું હતું કે, ઉત્તર પ્રદેશના રાષ્ટ્રીય ધોરીમાર્ગો અમેરિકા જેવા જ હશે. હું તમને આ વચન આપવા માંગુ...
National 
ગડકરીજી અમેરિકા જેવા રસ્તા પછી બનાવજો, પહેલા જે છે એને સારા કરો, 4 હજાર કરોડના ખર્ચે બનેલો એક્સપ્રેસવે પર 18 દિવસમાં 84 સ્થળોએ ધસ્યો

મુંબઈ-UP-નેપાળમાં 3 દીકરીઓ રહે છે પણ પિતાના અંતિમ સંસ્કારમાં ન આવી, 1 દીકરીએ 5100 રૂપિયા મોકલી વીડિયો કોલથી જ ચિતા જોઈ

મુંબઈના રહેવાસી શિવચરણ રામ રતન ગુપ્તા, તેમના સમયના જાણીતા કાપડ વેપારી હતા. તેઓ સારી કમાણી કરતા હતા. તેમનો પરિવાર...
National 
મુંબઈ-UP-નેપાળમાં 3 દીકરીઓ રહે છે પણ પિતાના અંતિમ સંસ્કારમાં ન આવી, 1 દીકરીએ 5100 રૂપિયા મોકલી વીડિયો કોલથી જ ચિતા જોઈ
Copyright (c) Khabarchhe All Rights Reserved.