જે કોલેજમાં પિતા માળી, ત્યાં વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ તરીકે ચૂંટાયો પુત્ર

દિલ્હીની સેન્ટ સ્ટીફન્સ કોલેજના માળીના પુત્ર પંકજ યાદવ વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે. નવ વર્ષ પહેલા તેમના મોટા ભાઈ રોહિત યાદવ વિદ્યાર્થી સંઘના અધ્યક્ષની ચૂંટણી જીત્યા હતા. પંકજના પિતા આ કોલેજમાં માળીનું કામ કરે છે. પંકજે આ ચૂંટણીમાં અડધાથી વધુ મતોથી જીત મેળવી છે. તેમને 765માંથી 497 મત મળ્યા હતા.

પંકજ અહીં BAના ત્રીજા વર્ષનો વિદ્યાર્થી છે અને પોલિટિકલ સાયન્સ અને હિસ્ટ્રીમાં BA કરી રહ્યો છે. સ્ટીફન્સ કોલેજમાં અગાઉ 2019માં ચૂંટણી યોજાઈ હતી, તે સમયે કોરોનાના સમયગાળા દરમિયાન લોકડાઉનને કારણે કોલેજ બંધ હતી. પંકજ ઉત્તર પ્રદેશના પ્રતાપગઢનો વતની છે અને ત્રણ ભાઈઓમાં સૌથી નાનો છે. 2007માં તેમનો પરિવાર દિલ્હી શિફ્ટ થયો હતો. તેના પિતા કોલેજમાં માળી છે તેથી તેને કોલેજ કેમ્પસમાં જ આવાસ ફાળવવામાં આવ્યું છે.

સૂત્રો સાથે વાત કરતાં પંકજે કહ્યું, 'હું 2007થી કેમ્પસમાં રહું છું. હું હંમેશા મારા ભાઈની જેમ મારી કોલેજના ભલા માટે કામ કરવા માંગુ છું.' રોહિત કુમાર યાદવ 2014માં વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ બન્યા હતા. રોહિત અને પંકજ બંનેએ સ્ટાફ-વોર્ડ ક્વોટા દ્વારા કોલેજમાં પ્રવેશ મેળવ્યો. પંકજે કહ્યું, 'મેં મારા ભાઈના કેમ્પેઈનના આધારે મારા અભિયાનનું મોડલ બનાવ્યું હતું. મેં મારું ભાષણ હિન્દીમાં આપ્યું હતું, પરંતુ જે વિદ્યાર્થીઓ હિન્દી ન સમજતા હતા તેમની સાથે પણ મેં અંગ્રેજીમાં વાત કરી હતી. હું હિન્દીમાં વધુ આરામદાયક છું. હું હિન્દી સમાજનો ઉપાધ્યક્ષ પણ છું. હું એ સુનિશ્ચિત કરવા માંગુ છું કે આપણે માત્ર અંગ્રેજી જ નહીં પણ હિન્દીને પણ આગળ વધારીએ.'

પ્રેસિડેન્ટ બન્યા બાદ ખાસ કરીને તેમનું લક્ષ્ય માત્ર દિવ્યાંગો અને મહિલાઓ માટે જ કામ કરવાનું છે. તેમણે ઉમેર્યું કે, 'તેનો ધ્યેય વિકલાંગ લોકો માટે સુવિધાઓમાં સુધારો કરવા, મહિલા સશક્તિકરણ અને સલામતી સુનિશ્ચિત કરવા અને કોઈપણ સમુદાયના વિદ્યાર્થીઓ સામે કોઈપણ પ્રકારના ભેદભાવને દૂર કરવાનો છે.' તેમણે કહ્યું કે, વિકલાંગોનું જીવન સરળ બનાવવા માટે કેમ્પસમાં નવી ટેકનોલોજી લાવવાના પ્રયાસો કરવામાં આવશે. ઉદાહરણ તરીકે, જો કોઈ વિદ્યાર્થી જોઈ શકતો નથી, તો તેના માટે તેની આસપાસની વસ્તુઓને સ્કેન કરવા અને તે કેમ્પસમાં ક્યાં છે તે જાણવા માટે ટેક્નોલોજી હોવી જોઈએ.

તેના પિતા હરીશ કુમારે કહ્યું, 'મારા પિતાએ પણ 1948થી લગભગ 30 વર્ષ સુધી સ્ટીફન્સમાં માળી તરીકે કામ કર્યું હતું. મારો જન્મ કેમ્પસમાં થયો હતો અને જ્યારે તે નિવૃત્ત થયા ત્યારે મેં તેની નોકરી સંભાળી લીધી હતી.' તેણે કહ્યું, 'લોકો હંમેશા કહેતા હતા કે માળીનો દીકરો માળી બનશે, પણ મેં કંઈક બીજું કહ્યું. મેં મારા બાળકોને શિક્ષિત કર્યા અને સુનિશ્ચિત કર્યું કે તેઓ કોલેજ અને આપણા દેશનું નામ રોશન કરે… મારા બંને પુત્રોએ મને ગૌરવ અપાવ્યું છે.' તમને જણાવી દઈએ કે દિલ્હીની સેન્ટ સ્ટીફન્સ કોલેજની ગણતરી દેશની શ્રેષ્ઠ કોલેજોમાં થાય છે. શશિ થરૂર અને સચિન પાયલટ જેવા દિગ્ગજ નેતાઓએ આ કોલેજમાંથી અભ્યાસ કર્યો છે.

Top News

‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

પ્રિયદર્શનની હિટ કોમેડી ફિલ્મ 'હેરા ફેરી'ના ફેન્સ માટે એક ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે. એવા સમાચાર...
Entertainment 
‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

સુરતના ડુમસ રોડ પર એરપોર્ટની સામે આવેલા સાયલન્ટ ઝોનમં મે 2025માં 2500 કરોડ રૂપિયાનું બોગસ પ્રોપર્ટી કાર્ડ કૌભાંડ સામે આવ્યું...
Gujarat 
સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં હરિયાણાની એક યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી છે. યુટ્યુબ સહિત ઇન્સ્ટગ્રામ પર પણ જ્યોતિએ ...
National 
પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...

દિલ્હીમાં આજે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો હતો, જ્યારે 15 કોર્પોરેટરોએ AAPમાંથી રાજીનામું આપીને પોતાની અલગ પાર્ટી...
Politics 
15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.