પંચર રિપેર કરતા પિતાના પુત્રએ IAS પરીક્ષા પાસ કરી, ઇકબાલ અહેમદની એક પ્રેરણારૂપ વાર્તા

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ મંગળવારે સિવિલ સર્વિસ પરીક્ષા 2024ના પરિણામો જાહેર કર્યા. આમાં, UPના પ્રયાગરાજના રહેવાસી શક્તિ દુબેએ ટોચનું સ્થાન મેળવ્યું છે. જ્યારે, હર્ષિતા ગોયલ બીજા સ્થાને અને ડોંગરે અર્ચિત પરાગ ત્રીજા સ્થાને રહ્યા. અહીં તમને જણાવી દઈએ કે, UPના સંત કબીર નગર જિલ્લાના રહેવાસી ઇકબાલ અહેમદે પણ જિલ્લાનું નામ રોશન કર્યું છે. તેમણે UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષામાં 998મો રેન્ક મેળવ્યો છે.

ઉત્તર પ્રદેશના સંત કબીર નગર જિલ્લાનું નંદૌર શહેર આ દિવસોમાં ખુશીઓમાં ડૂબેલું છે. તેનું કારણ છે ઇકબાલ અહેમદ, જેમણે UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષા 2024માં 998મો રેન્ક મેળવીને જિલ્લાનું નામ રોશન કર્યું છે.

તેમની પસંદગીના સમાચાર ફેલાતાં જ નંદૌર શહેરમાં ઉત્સવ જેવો માહોલ છવાઈ ગયો. વિસ્તારના લોકો ઇકબાલના ઘરે મીઠાઈઓ લઈને પહોંચી રહ્યા છે અને તેના પિતા મકબુલ અહેમદ અન્સારીને અભિનંદન આપી રહ્યા છે. લોકો ગર્વથી કહી રહ્યા છે કે, ઇકબાલે ખરેખર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

Iqbal-Ahmad1
msn.com

ઇકબાલ અહેમદની વાર્તા એ ફક્ત સફળતાનું ઉદાહરણ નથી, પણ સંઘર્ષ, સખત મહેનત અને સમર્પણનું પણ ઉદાહરણ છે. ઇકબાલ ત્રણ ભાઈઓ અને એક બહેનમાં સૌથી નાના છે. તેમને શરૂઆતથી જ અભ્યાસમાં રસ હતો, પણ તેમના કૌટુંબિક સંજોગો સરળ નહોતા. તેમના પિતા મકબુલ અહેમદ અંસારી એક સમયે નંદૌર ચાર રસ્તા પર સાયકલ રિપેરની દુકાન ચલાવતા હતા. ત્યાર પછી, તેમણે તેમના મોટા દીકરા સાથે ઘરના કામકાજમાં લાગી ગયા હતા.

ઇકબાલે નંદૌરની એક ઇન્ટર કોલેજમાંથી ઇન્ટરમીડિયેટ કર્યું અને પછી ગ્રેજ્યુએશન પૂર્ણ કરવા માટે ગોરખપુર ગયા. આ પછી, તેમણે દિલ્હીમાં રહીને UPSCની તૈયારી શરૂ કરી. આ સમય દરમિયાન તેમને શ્રમ વિભાગમાં સારી નોકરી પણ મળી, પરંતુ તેમનું સ્વપ્ન આનાથી પણ મોટું હતું.

Iqbal-Ahmad3

ઇકબાલની માતા કાસીદુન નિનિસ ખુબ જ લાગણીશીલ થઈને કહે છે કે, અમે તેને ખૂબ મહેનત કરીને ઉછેર્યો છે, અમે તેને ઘણા સંઘર્ષો વચ્ચે ઉછેર્યો છે. આજે ઇકબાલ આ સ્થાને પહોંચી ગયો છે, તેથી હું દિલથી પ્રાર્થના કરું છું કે, આ રીતે સખત મહેનત કરીને વધુને વધુ અન્ય બાળકો પણ સફળ બને.

ઇકબાલને ત્રણ બાળકો છે, શાહિદ અલી (14 વર્ષ), નૂર સબા અને મોહમ્મદ શમી. આ સફળતા તેમના સંયુક્ત પરિવાર માટે કોઈ ઉત્સવથી ઓછી નથી.

ઇકબાલ અહેમદની વાર્તા લાખો યુવાનો માટે પ્રેરણારૂપ છે જેઓ મર્યાદિત સંસાધનો અને સંઘર્ષપૂર્ણ પરિસ્થિતિઓમાં પણ મોટા સપના જુએ છે. તેમણે સાબિત કર્યું છે કે, જો દિલમાં જુસ્સો હોય અને સતત મહેનત કરવામાં આવે તો કોઈ પણ લક્ષ્ય અશક્ય નથી.

Related Posts

Top News

કોરોનાની ફરી એન્ટ્રી, આ 2 દેશોમાં નવા કોરોનાના કેસોએ વધારી દુનિયાભરની ચિંતા

કોવિડ-19ના ડંખને દુનિયા હજી સુધી ભૂલી શકી નથી, આ બીમારીના જખમ હજુ ભરાયા નથી, પરંતુ તે ફરી એક...
World 
કોરોનાની ફરી એન્ટ્રી, આ 2 દેશોમાં નવા કોરોનાના કેસોએ વધારી દુનિયાભરની ચિંતા

લગ્નની પહેલી રાત્રે કન્યાએ વરરાજાને પીવડાવ્યું દૂધ, પછી શરૂ થયો ખેલ

ઉત્તર પ્રદેશના આગ્રામાં, નવપરિણીત દુલ્હને લગ્નની રાત્રે વરરાજાને દૂધ પીવડાવ્યું. આ પછી એવી 'ગેમ' થઈ કે બધા ચોંકી ગયા. મામલો...
National 
લગ્નની પહેલી રાત્રે કન્યાએ વરરાજાને પીવડાવ્યું દૂધ, પછી શરૂ થયો ખેલ

રાજકોટમાં ઓવરસ્પીડના 11 હજારથી વધુ કેસ: 134 દિવસમાં 2.20 કરોડનો દંડ

રાજકોટ શહેર પોલીસ દ્વારા માર્ગ અકસ્માતો ખાસ કરીને ઘાતક અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ઓવરસ્પીડ...
Gujarat 
રાજકોટમાં ઓવરસ્પીડના 11 હજારથી વધુ કેસ: 134 દિવસમાં 2.20 કરોડનો દંડ

આધાર, પાન કાર્ડથી ભારતીય નાગરિક માનવામાં આવશે નહીં! આ દસ્તાવેજ તમારી ઓળખાણ બનશે

પહેલગામ હુમલા પછી, પાકિસ્તાની નાગરિકોની તપાસ કરવામાં આવી હતી અને પછી તેમને દેશની બહાર જવાનો રસ્તો બતાવવામાં આવ્યો હતો....
National 
આધાર, પાન કાર્ડથી ભારતીય નાગરિક માનવામાં આવશે નહીં! આ દસ્તાવેજ તમારી ઓળખાણ બનશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.