‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

પ્રિયદર્શનની હિટ કોમેડી ફિલ્મ 'હેરા ફેરી'ના ફેન્સ માટે એક ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે. એવા સમાચાર છે કે ફિલ્મમાં બાબુ રાવનું પાત્ર ભજવનારા એક્ટર પરેશ રાવલે ફિલ્મમાંથી બહાર થવાનો નિર્ણય લીધો છે. તેના બહાર થવાનું કારણ મેકર્સ સાથે ક્રિએટિવ ડિફ્રેસેઝ હોવાનું કહેવાય છે. પોતે એક્ટરે પણ આ સમાચારની પુષ્ટિ કરી છે. ન્યૂઝ વેબસાઇટ 'બોલિવુડ હંગામા'ના એક અધિકારીએ જણાવ્યું હતું કે 'હેરા ફેરી 3’ના મેકર્સ અને પરેશ રાવલ વચ્ચે ક્રિએટિવ ડિફ્રેસેઝ હતા. ત્યારબાદ એક્ટરે ફિલ્મમાંથી નીકળવાનો મુશ્કેલ નિર્ણય લીધો. જ્યારે તેની ટીમે એક્ટર સાથે વાત કરી, ત્યારે એક્ટરે પોતે કહ્યું કે, ‘હા, આ સાચું છે. હું હવે હેરા ફેરી 3’માં કામ નહીં કરું.

Paresh-Rawal1
bollywoodbubble.com

 

પરેશ રાવલનું પાત્ર બાબુ રાવ ફિલ્મનો સૌથી મહત્ત્વપૂર્ણ હિસ્સો રહ્યું છે. તેના પાત્રને ફેન્સ તરફથી ભરપૂર પ્રેમ મળ્યો છે. એવામાં, આ સમાચાર ફેન્સ માટે જરૂર દિલ તોડી શકે છે. જોકે, ઇન્ડસ્ટ્રીના ઘણા લોકોનું માનવું છે કે પરેશ રાવલ ફરી આ ફિલ્મનો હિસ્સો બની શકે છે. તેમનુ કહેવું છે કે આ અગાઉ અક્ષય કુમાર પણ 'હેરા ફેરી 3'નો ભાગ નહોતો. મેકર્સ સાથે ક્રિએટિવ ડિફ્રેસેઝ કારણે ફિલ્મમાંથી બહાર થઈ ગયો હતો. પરંતુ બાદમાં તે ફરીથી ફિલ્મનો હિસ્સો બન્યો. જ્યારે 'હેરા ફેરી 3'નું ડિરેક્શન કરનારા પ્રિયદર્શન, જે અગાઉ તેને બનાવવાનો ઇનકાર કરી રહ્યા હતા. એવામાં તેમને વિશ્વાસ છે કે પરેશ રાવલ પણ પાછા આવી શકે છે.

Paresh-Rawal2
movietalkies.com

 

થોડા સમય અગાઉ પરેશ રાવલે  એક ન્યૂઝ વેબસાઇટને કહ્યું હતું કે, તેના માટે આ ભૂમિકા 'ગળાનો ફંદો' છે. આ એક્ટર પોતાના સૌથી લોકપ્રિય પાત્રમાંથી છૂટકારો મેળવવા માગે છે જેના માટે તેણે ઘણા ફિલ્મ મેકર્સ સાથે વાત કરી હતી, પરંતુ તેને આ પાત્રમાંથી મુક્તિ મળી શકી નહોતી. પરંતુ હવે હેરા ફેરી 3’માંથી તેનું બહાર નીકળવું ફેન્સને જરૂર નિરાશ કરશે. તેનું 'બાબુ રાવ'નું પાત્ર કયો અભિનેતા ભજવશે, એ જોવાનું રસપ્રદ રહેશે. વાત કરીએ 'હેરા ફેરી 3'ની તો, તેનું શૂટિંગ હજુ શરૂ થયું નથી. જોકે, તેનું મુહૂર્ત શૂટિંગ થઈ ગયું છે. ફિલ્મના ડિરેક્ટર પ્રિયદર્શને તેની સ્ક્રિપ્ટ પર કામ કર્યું છે. ફિલ્મમાં અત્યારે, અક્ષય કુમાર અને સુનિલ શેટ્ટી પોતાના પાત્રો રાજુ અને શ્યામને ભજવતા નજરે પડશે.

About The Author

Related Posts

Top News

POCOએ લોન્ચ કર્યો નવો સ્માર્ટફોન X8, 9000mAh બેટરી, 50MP કેમેરા; દોઢ મીટર પાણીમાં પણ કંઈ નહીં થાય

POCOએ બજેટ સેગમેન્ટમાં પોતાનો નવો સ્માર્ટફોન, POCO X8 રજૂ કર્યો છે, જે મોટી બેટરી અને બ્રાઇટ ડિસ્પ્લે...
Tech and Auto 
POCOએ લોન્ચ કર્યો નવો સ્માર્ટફોન X8, 9000mAh બેટરી, 50MP કેમેરા; દોઢ મીટર પાણીમાં પણ કંઈ નહીં થાય

કરિયાવરમાં સ્કોર્પિયો ન મળી તો લવ મેરેજના છ મહિનામાં જ પત્નીનો જીવ ગયો, પતિની ધરપકડ

ગાઝિયાબાદના મુરાદનગરમાં દહેજની માંગણીને લઈને પરિણીત મહિલાને હેરાન કરવા અને શંકાસ્પદ સંજોગોમાં તેનું મૃત્યુ થવાના મામલે પોલીસે પતિ ગૌરવની ધરપકડ...
National 
કરિયાવરમાં સ્કોર્પિયો ન મળી તો લવ મેરેજના છ મહિનામાં જ પત્નીનો જીવ ગયો, પતિની ધરપકડ

કેનેડામાં ભારતીય મહિલા અને ભાડૂઆત વચ્ચે ઝઘડો કેમ થયો? વાયરલ દાવાઓથી અલગ છે કહાની

કેનેડાના સરે શહેરમાં ભારતીય મૂળની મહિલા અને તેના ભાડૂઆત વચ્ચેનો વિવાદ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટનાની શરૂઆત...
World 
કેનેડામાં ભારતીય મહિલા અને ભાડૂઆત વચ્ચે ઝઘડો કેમ થયો? વાયરલ દાવાઓથી અલગ છે કહાની

ઈન્જરીના નામે બેસી જશો તો નહીં ચાલે, મેચ રમશો તો જ કરોડોનો વાર્ષિક પગાર મળશે, BCCI કરી રહી છે નવા નિયમની તૈયારી

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ખેલાડીઓને અપાતા વાર્ષિક સેન્ટ્રલ કોન્ટ્રાક્ટના નિયમોમાં મોટો ફેરફાર કરવાની તૈયારી કરી રહ્યું છે. જેની...
Sports 
ઈન્જરીના નામે બેસી જશો તો નહીં ચાલે, મેચ રમશો તો જ કરોડોનો વાર્ષિક પગાર મળશે, BCCI કરી રહી છે નવા નિયમની તૈયારી
Copyright (c) Khabarchhe All Rights Reserved.