- Entertainment
- કપિલ શર્મા શૉમાં ક્રિકેટર્સની ધમાલ! રોહિત જેઠાણી, હાર્દિક જમાઈ, રિષભ પંતે ફુવાનું નામ પણ બતાવ્યું
કપિલ શર્મા શૉમાં ક્રિકેટર્સની ધમાલ! રોહિત જેઠાણી, હાર્દિક જમાઈ, રિષભ પંતે ફુવાનું નામ પણ બતાવ્યું
નેટફ્લિક્સ પર કપિલ શર્માનો શૉ ખૂબ જ લોકપ્રિય છે. દરરોજ તેમાં સેલિબ્રિટી પોતાની ફિલ્મો અને વેબ સીરિઝના પ્રમોશન માટે આવે છે. પરંતુ આ અઠવાડિયે કોઈ ફિલ્મ એક્ટર નહીં, પરંતુ ભારતીય ક્રિકેટ ટીમ આ શૉમાં પહોંચી. નેટફ્લિક્સ પર આ એપિસોડ સ્ટ્રીમ થઈ રહ્યો છે જેમાં ગૌતમ ગંભીર, રિષભ પંત, અભિષેક અને યુઝવેન્દ્ર ચહલ નજરે પડ્યા હતા.
શૉમાં કપિલ શર્માનો ક્રિકેટ ખેલાડીઓ સાથે ફની સેગમેન્ટ જોવા મળ્યો હતો. તેમાં કપિલ શર્મા રિષભ પંતને પૂછતો નજરે પડ્યો હતો કે, ટીમની જેઠાણી કોણ છે જે સીનિયર હોવાનો ફાયદો ઉઠાવે છે? તેના પર રિષભ પંતે રોહિત શર્માનું નામ લીધું. વધુ સવાલ કરતા શૉના હોસ્ટે પૂછ્યું કે તે ટીમની 'દેરાણી'નો ટેગ કોને આપવા માગશે જે અહીં-ત્યાંની વાતો કરે છે. તેના પર રિષભ પંતે જવાબ આપ્યો- ‘ઘણા બધા છે, મોહલ્લો મોટો છે. એકનું નામ લેવું યોગ્ય નહીં રહે. આમ સૂર્યા ભાઈ છે.'
આ સેગમેન્ટને આગળ વધારતા કપિલે પૂછ્યું કે, ‘ટીમનો જમાઈ કોણ છે જે ખૂબ જ અકડાયેલો રહે છે?' તેના પર અર્ચના પૂરણ સિંહે કહ્યું કે તેને હાર્દિક પંડ્યા છે એવો લાગે. પરંતુ કપિલ શર્માએ હાર્દિક પંડ્યાના સમર્થનમાં કહ્યું કે તેણે હાર્દિક પંડ્યાને અંબાણીના લગ્નમાં એવી રીતે નાચતો જોયો જાણે તેણે પોતે જ લગ્ન કરાવ્યા હોય.
વધુમાં ગૌતમ ગંભીરે કહ્યું કે, 'હાર્દિક પંડ્યાને જમાઈ જેવી મહેમાનનવાજી જ જોઈતી હોય છે.' કપિલના આગળના સવાલોના જવાબમાં રિષભ પંતે કુલદીપને ટીમનો 'ફૂવો' અને મોહમ્મદ શમીને ટીમનો બનેવી કહ્યો. વધુમાં તેણે જસપ્રીત બૂમરાહને ટીમની 'સાસુ' કહ્યો.
શૉના પ્રોમોમાં એવું જોવા મળ્યું કે કૃષ્ણા અભિષેક રિષભ પંતના ખિસ્સા તપાસે છે. ત્યારબાદ તેણે મજાકમાં કહ્યું કે, IPLના સૌથી મોંઘા ખેલાડીના ખિસ્સામાં એક પણ રૂપિયો નથી. બાદમાં કપિલ શર્મા કહે છે કે તે ખિસ્સામાં 27 કરોડ લઈને થોડો ફરશે. આ વાત રિષભ પંત કહે છે કે કપિલ શર્મા એક મહિનામાં 27 કરોડ કમાય લે છે. જો આપણે કપિલ શર્માની કુલ નેટવર્થની વાત કરીએ, તો રિપોર્ટ્સ એવો દાવો કરે છે કે તે લગભગ 300 કરોડ રૂપિયાનો માલિક છે.

