- National
- ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ, જાણો આખો ઘટનાક્રમ
ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ, જાણો આખો ઘટનાક્રમ
-copy-recovered.jpg)
તણાવ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં ભારત અને પાકિસ્તાન બંને સીઝફાયર માટે માની ગયા છે અને તત્કાલ પ્રભાવથી યુદ્ધવિરામ કરી દેવામાં આવ્યું છે. આ સમાચારની ભારત અને પાકિસ્તાન બંને દેશે પૃષ્ટિ કરી છે. આજે સાંજે 5 કલાકથી બંને દેશ સીઝફાયર માટે રાજી થયા છે. આ અંગે સૌથી પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાણકારી આપી હતી.
USના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, ડોનાલ્ડ જે. ટ્રમ્પ, યુનાઇટેડ સ્ટેટ્સની મધ્યસ્થી હેઠળ રાતભર ચાલેલી લાંબી વાતચીત પછી, મને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે ભારત અને પાકિસ્તાન સંપૂર્ણ અને તાત્કાલિક યુદ્ધવિરામ માટે સહમત થયા છે. સામાન્ય સમજ અને મહાન બુદ્ધિનો ઉપયોગ કરવા બદલ બંને દેશોને અભિનંદન. આ બાબત પર ધ્યાન આપવા બદલ આભાર!
આ અંગે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો પણ ટ્વીટ કરીને કહ્યું હતું કે, છેલ્લા 48 કલાકમાં, વાઇસ પ્રેસિડન્ટ વાન્સ અને મેં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શાહબાઝ શરીફ, વિદેશ પ્રધાન એસ. જયશંકર, આર્મી ચીફ અસીમ મુનીર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને અસીમ મલિક સહિત વરિષ્ઠ ભારતીય અને પાકિસ્તાની અધિકારીઓ સાથે વાતચીત કરી છે.
https://twitter.com/ANI/status/1921181759561183318
મને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે ભારત અને પાકિસ્તાનની સરકાર તાત્કાલિક યુદ્ધવિરામ માટે અને તટસ્થ સ્થળે વિવિધ મુદ્દાઓ પર વાટાઘાટો શરૂ કરવા માટે સંમત થઈ છે. શાંતિનો માર્ગ પસંદ કરવામાં વડાપ્રધાન મોદી અને શરીફની તેમની શાણપણ, સમજદારી અને રાજનીતિની અમે પ્રશંસા કરીએ છીએ.
આ ટ્વીટ બાદ પાકિસ્તાના ઉપ પ્રધાનમંત્રી ઈશાક ડારે ટ્વીટ કરી હતી કે, તેમનો દેશ યુદ્ધવિરામ માટે તૈયાર છે. તેણે પોતાની પોસ્ટમાં લખ્યું પાકિસ્તાન અને ભારતે તત્કાલ પ્રભાવથી યુદ્ધવિરામ પર સહમતિ દર્શાવી છે. પાકિસ્તાને હંમેશાં પોતાની સંપ્રભુતા અને ક્ષેત્રિય અખંડતાથી સમજુતી કર્યા વગર ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષા માટે પ્રયાસ કર્યો છે.
ત્યાર બાદ ભારતના વિદેશમંત્રી વિક્રમ મિસરીએ કહ્યું હતું કે, પાકિસ્તાન તરફથી અને તેની સેનાના DGMOએ તણાવ ઓછો કરવા માટે ભારતીય સેનાના DGMOને સંપર્ક કર્યો. ત્યાર બાદ ભારતે પોતાની શરતો પર યુદ્ધવિરામ માટે રાજી થયું છે. બંને દેશોના DGMO યુદ્ધવિરામને લઈને આગળની કાર્યવાહી માટે 12 મેના રોજ ફરી વાતચીત કરશે.
Related Posts
Top News
ઓવૈસીને સંસદમાં અમિત શાહે કહી હતી એક વાત, આજે સાચી થઈ ગઈ
બૂમરાહને ન બનાવવો જોઇએ કેપ્ટન; રવિ શાસ્ત્રીએ આ 2 ખેલાડીઓનું નામ સૂચવ્યું
ગ્રાહક પાસે પાણીની બોટલ પર 1 રૂપિયો GST લેવાનું મોંઘું પડ્યું, હવે રેસ્ટોરાંએ ચૂકવવા પડશે આટલા રૂપિયા
Opinion
