હનુમાનજીથી પ્રેરણાથી સલીમે અપનાવ્યો હિંદુ ધર્મ, દીક્ષા લઈને બન્યો સુખરામદાસ

મધ્ય પ્રદેશના મુરેના જિલ્લામાં એક મુસ્લિમ વ્યક્તિએ હિંદુ ધર્મથી પ્રભાવિત થઈને હિંદુ ધર્મ અપનાવ્યો હતો અને સલીમમાંથી બાબા સુખરામ દાસ બન્યા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ઘણા મહિનાઓ પહેલા સલીમે હનુમાનજીથી પ્રભાવિત થઈને પોતાનું ઘર છોડી દીધું હતું અને હનુમાન મંદિરમાં રહીને પૂજા આરતી કરવાનું શરૂ કર્યું હતું અને બાદમાં તેણે હિન્દુ ધર્મની દીક્ષા લઈને સાધુ બનવાની તમામ વિધિઓ પણ પૂર્ણ કરી હતી.

 

સુખરામદાસ કહે છે કે, તેણે અંતરઆત્માના અવાજ પર ઈસ્લામનો ત્યાગ કરીને હિંદુ ધર્મ અપનાવ્યો છે. સાત મહિના પહેલા, દિલ અને દિમાગથી ઇસ્લામ છોડીને સનાતની બનવા માટે, ગુરુ મહુરી દેવસ્થાનના મહંત શ્રી શ્રી 1108 રામ ખીલાવનદાસ મહારાજ પાસેથી વિધિવત પરવાનગી લીધી. છેલ્લા સાત મહિનાથી મંદિરમાં રહીને તેણે ભજન, કીર્તન અને પૂજા પાઠમાં ધ્યાન લગાવ્યું હતું અને અંતે ગુરુએ તેને સાધુ દીક્ષા આપવાનું નક્કી કર્યું.

તેણે કહ્યું કે, શ્રાવણ મહિનામાં અચાનક તેને લાગ્યું કે તેણે સનાતન ધર્મ તરફ જવું જોઈએ અને તે પોતાનું ગામ અને ઘર છોડીને ખાડિયાહાર વિસ્તારમાં સ્થિત પ્રસિદ્ધ કોંડાર વાલે હનુમાન મંદિર પહોંચ્યા. ત્યાં તેણે ગુરુ મહારાજને કહ્યું કે, તે મુસ્લિમ છે અને તેમને પોતાની અંતરાત્માનો અવાજ બતાવ્યો અને તેમની પરવાનગી મળ્યા પછી, તે જ મંદિરમાં રહીને ભગવત ભજન કરવાનું શરૂ કર્યું. ભગવાન અને ગુરુ મહારાજની કૃપા થવાથી, તેમણે મને વિધિવત દીક્ષા આપી અને મને નવું નામ સુખ રામ દાસ પણ આપ્યું.

 

હનુમાન મંદિરમાં આ દીક્ષા સમારોહ સનાતન પદ્ધતિ અનુસાર ખૂબ જ ભવ્ય રીતે થયો હતો. પૂજારીઓ દ્વારા દીક્ષા વિધિ કરવામાં આવી હતી અને ત્યારબાદ મંદિરમાં અખંડ રામાયણ, હવન અને ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સુખરામ દાસનું કહેવું છે કે, તેમના પર કોઈ દબાણ નહોતું. પરિવાર સહિત કોઈએ સનાતની બનવાનો નિર્ણય બદલવા કહ્યું નથી.

સલીમમાંથી સુખરામદાસ બાબા બનેલા આ વૃદ્ધના સંબંધીઓને જ્યારે તેની જાણ થઈ ત્યારે તેની પત્ની, બાળકો અને પૌત્રો તેને મળવા હનુમાન મંદિર પહોંચ્યા. તેમની પત્નીએ કહ્યું કે, અમને કોઈ વાંધો નથી. તેઓને તે ગમ્યું હશે, તેથી જ તેઓએ ધર્મ પરિવર્તન કર્યું. સુખરામ દાસ કહે છે કે, તેઓ મુસ્લિમ છે. અમે હવે જૂના કુટુંબ અને સંબંધોને છોડી દીધા છે. અમે અમારા ગુરુ અને હનુમાનજી મહારાજના શરણમાં છીએ.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.