કુરકુરેના પેકેટમાં મળેલો બોલ ગળી જવાથી 5 વર્ષીય બાળકે જીવ ગુમાવ્યો

કર્ણાટકના મૈસુરમાં એક દુ:ખદ ઘટનામાં પાંચ વર્ષના છોકરાનું મોત નીપજ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, બાળકે 'કુરકુરે' નાસ્તાના પેકેટ સાથે મફતમાં મળેલો પ્લાસ્ટિકનો રમકડાનો બૉલ રમતી વખતે ગળી લીધો હતો. બૉલ તેના ગળામાં ફસાઈ ગયો હતો, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડી અને ગૂંગળામણથી તેનું મૃત્યુ થયું.

આ ઘટના ગૌરીપુરા ગામમાં બની હોવાનું કહેવાય છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર બાળક રમી રહ્યો હતો ત્યારે તેણે પ્લાસ્ટિકનો બોલ તેના મોંમાં નાખ્યો. અચાનક, બોલ તેના ગળામાં ફસાઈ ગયો. તેની હાલત બગડતા તેના પરિવારે સારવાર માટે તેને હોસ્પિટલમાં ખસેડ્યો, પરંતુ ડૉક્ટરો તેને બચાવી શક્યા નહીં.

toy ball
indiatoday.in

આ ઘટના બાદ પરિવાર ભારે શોક પ્રસરી ગયો છે. કહેવામાં આવે છે કે બાળક તેના માતા-પિતાનું એકમાત્ર સંતાન હતું, અને પરિવાર ગામમાં જાણીતો છે. નાના છોકરાના મૃત્યુના સમાચારથી સ્થાનિક લોકો પણ દુઃખી છે. આજતકના અહેવાલ મુજબ, પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે પ્લાસ્ટિકનો બોલ કુરકુરેના પેકેટ સાથે કોમ્પલિમેન્ટ્રી આઇટમ તરીકે મળ્યો હતો. બાળકે તેને રમતી વખતે કથિત રીતે ગળી લીધો. બૉલ તેના ગળામાં ફસાઈ ગયા બાદ તે ગૂંગળાવા લાગ્યો, અને તેની હાલત ગંભીર બની ગઈ.

પરિવારના સભ્યોએ બાળકને તાત્કાલિક તબીબી સહાય અપાવવાનો પ્રયાસ કર્યો. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, પરંતુ સારવાર છતા તેને બચાવી શકાયો નહીં. આ ઘટનાથી પરિવાર ઘેરા આઘાતમાં છે. પોલીસના જણાવ્યા અનુસાર, પરિવારે હજુ સુધી આ બાબતે ઔપચારિક ફરિયાદ નોંધાવી નથી. આ જ કારણ છે કે, અત્યાર સુધી આકસ્મિક મૃત્યુ (UDR) નો કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી, અને કોઈ ફોજદારી કાર્યવાહી શરૂ કરવામાં આવી નથી.

boy
ndtv.com

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે તેઓ પરિવારના સંપર્કમાં છે અને કેસની પરિસ્થિતિઓ પર નજર રાખી રહ્યા છે. અધિકારીઓએ કહ્યું કે આગળની કાર્યવાહી પરિવાર ઔપચારિક ફરિયાદ નોંધાવે છે કે નહીં તેના પર નિર્ભર રહેશે. અત્યાર સુધી, પોલીસે કોઈની સામે ફોજદારી કાર્યવાહી શરૂ કરી નથી. બાળકના મૃત્યુ બાદ પરિવાર અને ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પોલીસ પરિવાર સાથે સંપર્ક જાળવીને ઘટના અંગે માહિતી એકત્રિત કરી રહી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, બાળકે આકસ્મિક રીતે પ્લાસ્ટિકનો બોલ ગળી જતા આ દુર્ઘટના બની હતી. હાલમાં ઉપલબ્ધ માહિતીના આધારે, આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત માનવામાં આવી રહી છે, અને ઔપચારિક ફરિયાદ નોંધાયા પછી જ આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવશે.

About The Author

Top News

ગર્લફ્રેન્ડના પીરિયડના બ્લડને -80°C ફ્રીઝરમાં રાખે છે આ કરોડપતિ! પોતે જણાવ્યું કારણ

શું કોઈ તેની ગર્લફ્રેન્ડના પીરિયડ બ્લડને ફ્રીઝરમાં રાખી કરશે? સાંભળવામાં તે વિચિત્ર લાગે છે, પરંતુ  વિશ્વના સૌથી ચર્ચિત...
World 
ગર્લફ્રેન્ડના પીરિયડના બ્લડને -80°C ફ્રીઝરમાં રાખે છે આ કરોડપતિ! પોતે જણાવ્યું કારણ

બીગ બીએ મુંબઈમાં પોતાનો ફલેટ ભાડે આપ્યો, મહિને ભાડુ એટલું જેમાં આપણે ગુજરાતમાં એક ઘર ખરીદાય જાય

બોલિવુડ અભિનેતા અમિતાભ બચ્ચને અંધેરી વેસ્ટમાં પોતાના એક ફલેટના 3 રૂમ ભાડે આપ્યા છે જેનું મહિને ભાડુ સાંભળીને ચોંકી જશો.આ...
Entertainment 
બીગ બીએ મુંબઈમાં પોતાનો ફલેટ ભાડે આપ્યો, મહિને ભાડુ એટલું જેમાં આપણે ગુજરાતમાં એક ઘર ખરીદાય જાય

જ્યૂરિકમાં સરેરાશ માસિક પગાર 8 લાખ રૂપિયા, દુનિયાના આ 10 શહેરોમાં મળે છે સૌથી વધુ પગાર

તાજેતરમાં, ડ્યુશ બેંકે વર્ષ 2026 માટે વિશ્વભરના 69 મુખ્ય શહેરોમાં આવકવેરા કપાત પછી સરેરાશ માસિક પગારનો ડેટા જાહેર કર્યો....
Business 
જ્યૂરિકમાં સરેરાશ માસિક પગાર 8 લાખ રૂપિયા, દુનિયાના આ 10 શહેરોમાં મળે છે સૌથી વધુ પગાર

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 29-08-2026 દિવસ: શનિવાર મેષ: હરિફોથી સાવધ રહેવું, મનોદશા ડામાડોળ થાય, યોગ્ય નિર્ણયની કમી રહે. વૃષભ: કાર્યો પાર પડે, પરિવર્તન...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.