સાંસદોના પગારમાં 24 ટકાનો વધારો, હવે મહિને મળશે આટલા લાખ રૂપિયા

કેન્દ્ર સરકારે સંસદસભ્યો અને ભૂતપૂર્વ સભ્યોના પગાર, દૈનિક ભથ્થા અને પેન્શનમાં વધારા અંગે સત્તાવાર રીતે જાહેરનામું બહાર પાડ્યું છે. સંસદીય બાબતોના મંત્રાલય દ્વારા બહાર પડાયેલા નોટિફિકેશન અનુસાર, આ સુધારેલ પગાર ધોરણ 1 એપ્રિલ, 2023થી લાગુ થશે. મોદી સરકારે ફુગાવાને ધ્યાનમાં રાખીને, સંસદ સભ્યોના પગાર, ભથ્થાં અને પેન્શન અધિનિયમ, 1954 હેઠળ પગાર અને પેન્શનમાં સુધારો કર્યો છે.

MPs, Salary Increase
aajtak.in

હવે પગાર અને ભથ્થાની વાત કરીએ તો, પહેલા સંસદ સભ્યોને મહિને 1,00,000 રૂપિયા પગાર મળતો હતો અને હવે તે વધારીને 1,24,000 રૂપિયા કરવામાં આવ્યો છે. તેવી જ રીતે દૈનિક ભથ્થામાં પણ વધારો કરવામાં આવ્યો છે. તેને 2,000 રૂપિયાથી વધારીને 2,500 રૂપિયા કરવામાં આવ્યો છે. સભ્યો અને ભૂતપૂર્વ સંસદસભ્યો માટે માસિક પેન્શન 25,000 રૂપિયાથી વધારીને 31,000 રૂપિયા કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, વધારાનું પેન્શન પહેલા દર મહિને 2,000 રૂપિયા હતું, જેને વધારીને 2,500 રૂપિયા કરવામાં આવ્યું છે.

આ સુધારો સંસદના વર્તમાન બજેટ સત્ર દરમિયાન કરવામાં આવ્યો છે. સાંસદોના પગાર, ભથ્થાં અને પેન્શનમાં છેલ્લે એપ્રિલ 2018માં ફેરફાર કરવામાં આવ્યા હતા. આ વધારાથી સરકારી તિજોરી પર નાણાકીય અસર થવાની ધારણા છે, કારણ કે 543 લોકસભા સાંસદો, 245 રાજ્યસભા સાંસદો અને ઘણા ભૂતપૂર્વ સાંસદોને વધેલા પેન્શનનો લાભ મળશે. પગાર અને ભથ્થાં ઉપરાંત, સેવારત સાંસદો અન્ય અનેક લાભોનો પણ ફાયદો લે છે. સાંસદોને તેમના મતવિસ્તારમાં કામ કરવા માટે દર મહિને રૂ. 70,000 અને ઓફિસ ખર્ચ માટે દર મહિને રૂ. 60,000નું મતવિસ્તાર ભથ્થું મળે છે. આમાં સ્ટાફનો પગાર, ફોન અને સ્ટેશનરીનો સમાવેશ થાય છે.

MPs, Salary Increase
livehindustan.com

સાંસદોને દર વર્ષે પોતાના અને પોતાના પરિવાર માટે 34 મફત હવાઈ મુસાફરીનો લાભ પણ મળે છે. આ સાથે તેમને કેટલીક જગ્યાએ ભાડું આપ્યા વગર રહેવાની સગવડ પણ મળે છે. જેઓ સત્તાવાર રહેઠાણ લેવા માંગતા નથી તેઓ માસિક રૂ. 2 લાખના આવાસ ભથ્થાનો દાવો કરી શકે છે. આ બધા ઉપરાંત, સાંસદોને બીજા ઘણા લાભો મળે છે. આમાં 50 હજાર યુનિટ મફત વીજળી, પરિવારના સભ્યો માટે કેન્દ્ર સરકારની આરોગ્ય યોજના હેઠળ આરોગ્ય સંભાળ કવરેજનો સમાવેશ થાય છે.

About The Author

Top News

ભાવનગર કો.ઓ બેંકમાં સગાઓને નોકરી આપી દીધી, યુવરાજ સિંહનો આરોપ

ભાવનગર ડિસ્ટ્રીક્ટ કો. ઓ. બેંકમાં  80 ક્લાર્કની ભરતીમાં મોટું કૌભાંડ થયું હોવાનો ગુજરાતના વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આરોપ લગાવ્યો છે....
Education 
ભાવનગર કો.ઓ બેંકમાં સગાઓને નોકરી આપી દીધી, યુવરાજ સિંહનો આરોપ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બનશે? એક ચોંકાવનારું નામ સામે આવ્યું

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનું કોકડું છેલ્લાં 11 મહિનાથી ગુંચવાયેલું છે. આ વખતે ભાજપે ચૂંટણી કરીને રાષ્ટ્રીય અને પ્રદેશ પ્રમુખ બનાવવાનું નક્કી...
National 
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બનશે? એક ચોંકાવનારું નામ સામે આવ્યું

સેબી ચેરમેને કહ્યું- શેરબજારમાં આ કારણોને લીધે જોખમ વધ્યું છે

સેબીના નવા ચેરમેન તુહિન કાંત પાંડેએ બિઝનેસ ટુડેના એક કાર્યક્રમમાં રોકાણકારોને એલર્ટ કર્યા છે. તેમણે કહ્યું કે, કેટલાંક ગ્લોબલ...
Business 
સેબી ચેરમેને કહ્યું- શેરબજારમાં આ કારણોને લીધે જોખમ વધ્યું છે

ધમાકેદાર બેટિંગ છતા રડ્યો 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી, IPL ડેબ્યૂમાં તોડ્યા 3 મોટા રેકોર્ડ

19 એપ્રિલની રાત IPL 2025 માટે ઐતિહાસિક હતી. 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી ટુર્નામેન્ટના ઇતિહાસમાં રમનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી બન્યો....
Sports 
ધમાકેદાર બેટિંગ છતા રડ્યો 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી, IPL ડેબ્યૂમાં તોડ્યા 3 મોટા રેકોર્ડ
Copyright (c) Khabarchhe All Rights Reserved.