LICએ રિજેક્ટ કર્યો 60 લાખનો ક્લેમ, કોર્ટે એક કારણે વ્યાજ સાથે ચૂકવણીનો આપ્યો આદેશ

ભારતીય જીવન વીમા નિગમ (LIC)ને દેશની સૌથી વિશ્વસનીય સંસ્થાઓમાંની એક માનવામાં આવે છે; લોકો તેમના જીવનકાળ દરમિયાન અને પછી પણ LICને યાદ રાખે છે. જોકે, મુંબઈની નિવાસી જયશ્રી ગંભીરનો LIC સાથેનો અનુભવ સારો નહોતો. તેમના પુત્ર, નીતિનનું હૃદયરોગના હુમલાથી અવસાન થયું, અને ત્યારબાદ LIC₹60 લાખનો ક્લેમ ફગાવી દીધો. જયશ્રીને મહારાષ્ટ્ર રાજ્ય ગ્રાહક વિવાદ નિવારણ આયોગનો સંપર્ક કરવો પડ્યો, પરંતુ તેમને રાષ્ટ્રીય ગ્રાહક વિવાદ નિવારણ આયોગ દ્વારા રાહત મળી.

13 વર્ષ સુધી ચાલેલી કાનૂની લડાઈ પછી રાષ્ટ્રીય ગ્રાહક મંચે LICને ₹60 લાખનો ક્લેમ ચૂકવવાનો આદેશ આપ્યો છે. માનસિક યાતના માટે ₹1 લાખનું વળતર અને કેસના ખર્ચ માટે ₹50,000 ચૂકવવા પડશે. LIC12 વર્ષના સમયગાળા માટે ક્લેમની રકમ પર 9% વ્યાજ પણ ચૂકવવાનું રહેશે.

મુંબઈના રહેવાસી નીતિન સુરેશે ગંભીરે જૂન 2010માં LIC પાસે પાંચ જીવન વીમા પોલિસી માટે દરખાસ્તો રજૂ કરી હતી. LICએ તેના પેનલ ડૉક્ટરો દ્વારા તબીબી તપાસ કર્યા પછી પાંચેય પોલિસીઓ જાહેર કરી હતી. આમાંથી ₹10 લાખ, ₹15 લાખ અને ₹15 લાખના વીમાની 3 પોલિસીઓ 26 ઓગસ્ટ, 2010ના રોજ જાહેર કરવામાં આવી હતી. બાકીની ₹10-10 લાખની બે પોલિસીઓ માટે, તેમના પરિવારે 7 સપ્ટેમ્બર, 2010ના રોજ પહેલું પ્રીમિયમ ચૂકવ્યું હતું. જોકે, LICએ કહ્યું હતું કે તેને 13 સપ્ટેમ્બરના રોજ પહેલું પ્રીમિયમ મળ્યું હતું એટલે તે તારીખથી જ રિસ્ક કવરેજ શરૂઆત થઇ હતી.

LIC1
businesstoday.in

આ દરમિયાન નીતિનને 11 સપ્ટેમ્બર 2010ના રોજ પી.ડી. હિન્દુજા નેશનલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાં જાણવા મળ્યું કે તે બે મહિનાથી ડાયાબિટીસ છે, એટલે તેના પગ પરના ઘાને રૂઝાઈ રહ્યો નથી. તેમની સારવાર ચાલી અને 13 સપ્ટેમ્બર, 2010ના રોજ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. હોસ્પિટલમાંથી રજા મળ્યાના લગભગ ત્રણ વર્ષ પછી 11 જૂન, 2013ના રોજ નીતિનનું હૃદયરોગના હુમલાને કારણે અવસાન થયું. ત્યારબાદ તેની માતા જયશ્રી ગંભીરે, પાંચેય પોલિસીઓ માટે ક્લેમ કર્યા. LICએ બધા ક્લેમ ફગાવી દીધા. કંપનીનું કહેવું હતું કે નીતિને દરખાસ્ત ફોર્મમાં એ વાતની માહિતી આપી નહોતી કે તેને વીમા મેળવવા પહેલા ડાયાબિટીસ હતી.

ક્લેમઓ નકારવામાં આવ્યા પછી નીતિનની માતા, જયશ્રી સુરેશ ગંભીરે મહારાષ્ટ્ર રાજ્ય ગ્રાહક વિવાદ નિવારણ પંચનો દરવાદો ખખડાવ્યો. ત્યાં કોર્ટે કહ્યું કે LICને 26 ઓગસ્ટ, 2010ના રોજ ત્રણ પોલિસીઓ માટે પ્રારંભિક પ્રીમિયમ મળ્યું હતું, અને તે જ દિવસથી રિસ્ક કવરેજ શરૂ થઈ ગયું હતું. જ્યારે નીતિનને 13 સપ્ટેમ્બરના રોજ હોસ્પિટલમાં દાખલ થયો હતો. એટલે, પ્રથમ ત્રણ પોલિસીઓ માટેના ક્લેમ એટલે કે 40 લાખ રૂપિયા અપવામાં આવે. જોકે, રાજ્ય પંચે બાકીની બે પોલિસીઓ અંગેના ક્લેમઓને ફગાવી દીધા.

court
wilsonllp.co.uk

રાજ્ય ગ્રાહક મંચના નિર્ણયથી LIC અને જયશ્રી સુરેશ ગંભીર અસંતુષ્ટ હતા, તે તેમણે રાષ્ટ્રીય ગ્રાહક મંચનો સંપર્ક કરવાનો નિર્ણય લીધો. પ્રમુખ સભ્ય ડૉ. ઇન્દ્રજીત સિંહ અને સભ્ય શશી નંદકોયલકરની બનેલી બેન્ચે આ મામલાની તપાસ કરી. કોર્ટનું કહેવું હતું કે LIC એવા કોઇ કાગળ રજૂ કરી શકે નથી જેથી ખબર પડે કે, નીતિનને પ્રપોઝલ ફોર્મ ભરવા પહેલા ડાયાબિટીસ હતું. સાથે જ, તેના પગ પરના ઘાને હૃદયરોગના હુમલા સાથે કોઈ સંબંધ નથી.

ફોરમે કહ્યું કે પછીની બે પોલિસીઓ માટે પ્રથમ પ્રીમિયમ રસીદમાં ભલે 13 સપ્ટેમ્બર, 2010ની તારીખ લખવામાં આવી હોય તેમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું નથી કે પ્રીમિયમ રકમ તે દિવસે પ્રાપ્ત થઈ હતી. કમિશને LICને પાંચેય પોલિસીઓ માટે ક્લેમની રકમ એટલે કે કુલ ₹60 લાખ ચૂકવવાનો આદેશ આપ્યો.

About The Author

Related Posts

Top News

SIR: બંગાળમાં જેમના નામ વોટર લિસ્ટમાંથી કાપી નાખવામાં આવ્યા હતા, તેને ફરીથી દાખલ કરવામાં 12 વર્ષ જેટલો સમય લાગી શકે છે

પશ્ચિમ બંગાળના મતદારોની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) યાદીમાંથી દૂર કરાયેલા મતદારો એક દાયકાથી વધુ સમય સુધી મતદાન કરી શકશે...
National 
SIR: બંગાળમાં જેમના નામ વોટર લિસ્ટમાંથી કાપી નાખવામાં આવ્યા હતા, તેને ફરીથી દાખલ કરવામાં 12 વર્ષ જેટલો સમય લાગી શકે છે

'અધિકારીઓનું લાંચ લેવું ખોટું નથી...' મંત્રીના નિવેદનથી હોબાળો; વિપક્ષે કહ્યું- સરકારનું સત્ય આખરે બહાર આવી ગયું!

કર્ણાટકના મંત્રી KM શિવલિંગે ગૌડાએ એક એવું નિવેદન આપ્યું છે જેનાથી દિલ્હીમાં પણ રાજકીય ગરમાવો આવ્યો છે. એક કાર્યક્રમને સંબોધતા...
National 
'અધિકારીઓનું લાંચ લેવું ખોટું નથી...' મંત્રીના નિવેદનથી હોબાળો;  વિપક્ષે કહ્યું-  સરકારનું સત્ય આખરે બહાર આવી ગયું!

વિધવા વહુ પાસેથી સાસુ માસિક ભરણપોષણની માંગણી નહીં કરી શકે, હાઈ કોર્ટે સમજાવ્યો કાયદો

વૃદ્ધ માતા-પિતાના ભરણપોષણની જવાબદારી તેમના સંતાનોની હોય છે. પરંતુ શું વૃદ્ધ માતા-પિતાના ભરણપોષણ માટે પુત્રવધૂ પણ જવાબદાર છે. ખાસ કરીને...
National 
વિધવા વહુ પાસેથી સાસુ માસિક ભરણપોષણની માંગણી નહીં કરી શકે, હાઈ કોર્ટે સમજાવ્યો કાયદો

70 વખત નહીં રામ મંદિરમાં 105 વખત ચોરી થઈ, CCTVમાં કેદ થઇ ઘટનાઓ; બે દિવસમાં થશે મોટા ખુલાસા

અયોધ્યા રામ મંદિર દાન ચોરી કેસની તપાસ એક મહત્વપૂર્ણ વળાંક પર પહોંચી ગઈ છે. ઉત્તર પ્રદેશ સરકારે સોમવારે સુપ્રીમ કોર્ટને...
National 
70 વખત નહીં રામ મંદિરમાં 105 વખત ચોરી થઈ, CCTVમાં કેદ થઇ ઘટનાઓ; બે દિવસમાં થશે મોટા ખુલાસા
Copyright (c) Khabarchhe All Rights Reserved.