ભોપાલમાં ખેડૂતો શું કરી રહ્યા છે કે મધ્ય પ્રદેશની ભાજપ સરકાર ટેન્શનમાં છે

મગ ખરીદી અંગે મધ્ય પ્રદેશ સરકાર અને ખેડૂતો વચ્ચે કોઈ સહમતિ સધાઈ નથી. ત્યારબાદ, ખેડૂતોએ મોડી રાત્રે જાહેરાત કરી કે તેઓ તેમનું આંદોલન ચાલુ રાખશે. અગાઉ, બુધવારે રાત્રે મધ્ય પ્રદેશ સરકાર અને ખેડૂતો વચ્ચે ત્રણ કલાકની બેઠક થઈ હતી, જેમાં સરકારે અગાઉના 25% ને બદલે 60% મગ ખરીદવાનો નિર્ણય લીધો હતો.

બેઠકમાં હાજર ખેડૂતોએ શરૂઆતમાં આ પગલાથી સંતોષ પણ વ્યક્ત કર્યો હતો; જોકે, થોડા સમય પછી એક સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે કોઈ સર્વસંમતિ સધાઈ નથી. આ જાહેરાત પછી, પ્રદર્શન કરી રહેલા ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું, જેના પરિણામે નાની ઝપાઝપી થઈ. પોલીસ ખેડૂતોને શાંતિ જાળવવા માટે લાઉડસ્પીકરનો ઉપયોગ કરતી જોવા મળી.

ખેડૂત પ્રતિનિધિઓ સાથેની ચર્ચા પછી મધ્ય પ્રદેશ સરકારનું એક નિવેદન બહાર આવ્યું. તેમાં જાહેરાત કરવામાં આવી છે કે મધ્ય પ્રદેશ સરકારે દરેક પાત્ર ખેડૂત પાસેથી મગના પાકના 25% નહીં 60% ખરીદવાનો નિર્ણય લીધો છે. જે નર્મદાપુરમ, સિહોર અને હરદા જેવા જિલ્લાઓમાં પ્રતિ એકર આશરે 3 ક્વિન્ટલ થાય છે. આ નિર્ણય તાત્કાલિક અસરથી લાગૂ કરવામાં આવશે.

farmers protest
dailypioneer.com

ખેડૂતોની સુવિધા માટે, સરકારે સ્લોટ-બુકિંગનો સમયગાળો 10 દિવસ લંબાવવાનો પણ નિર્ણય લીધો હતો; ખેડૂતો હવે 30 જુલાઈને બદલે 10 ઓગસ્ટ સુધી સ્લોટ બુક કરી શકે છે. તે જ રીતે, ખરીદી માટેની અંતિમ તારીખ 10 ઓગસ્ટથી 20 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી હતી. સાથે જ, ખાતર વિતરણ માટે લાગૂ કરાયેલી ઇ-ટોકન સિસ્ટમ તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવી હતી.

રાજ્યના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી ઐદલ સિંહ કંષાનાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી મોહન યાદવે કૃષિ ઉત્પાદન કમિશનરની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવાનો નિર્ણય લીધો છે. આ સમિતિ ઇ-ટોકન સિસ્ટમ સંબંધિત તમામ મુદ્દાઓની તપાસ કરશે અને રાજ્ય સરકારને તેની ભલામણો સુપરત કરશે. સમિતિની ભલામણોના આધારે જરૂરી સુધારા તાત્કાલિક લાગુ કરવામાં આવશે. આ સૂચનો અને ત્યારબાદના સુધારાઓ બાકી હોવાથી ઈ-ટોકન આધારિત ખાતર વિતરણ વ્યવસ્થા તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવી રહી છે.

ભારતીય કિસાન યુનિયનના સંતોષ બટવારેએ જણાવ્યું હતું કે, અમે ખેડૂતો સમક્ષ પોતાની વાત રજૂ કરી હતી, પરંતુ તેઓ સંમત થયા ન હતા; તેથી, વિરોધ પ્રદર્શન ચાલુ છે. સરકારે ખેડૂતોના હિતમાં નિર્ણય લેવો જોઈએ. જો ખેડૂતો પાસે આશરે 4 થી 6.5 ક્વિન્ટલનું ઉત્પાદન બાકી રહે છે તો તેમને લઘુત્તમ ટેકાના ભાવ (MSP) પર પણ પ્રતિ ક્વિન્ટલ લગભગ ₹2,800નું નુકસાન થાય છે. અમે સમાધાન કરવાનો પ્રયાસ કર્યો અને પ્રતિ હેક્ટર ઓછામાં ઓછા ₹10,000-12,000નું વળતર સૂચવ્યું, પરંતુ સરકાર સંમત થઈ નહીં.

ખેડૂત સુબોધ રાયે જણાવ્યું, અમારી માંગ મગની 100% ખરીદીની હતી, પરંતુ સરકારે આ સ્વીકારી નહીં; તેઓ ફક્ત 60% ખરીદી કરવા સંમત થયા. ટોકન સિસ્ટમ તાત્કાલિક રદ કરવામાં આવી છે, પરંતુ અમે આને ખેડૂતોને શાંત કરવા અને વિરોધનો અંત લાવવા માટે માત્ર એક કામચલાઉ પગલા તરીકે જોઈએ છીએ. લગભગ 19 ખેડૂત સંગઠનો એક સાથે આવી રહ્યા છે, અને પરામર્શ પછી જ નિર્ણય લેવામાં આવશે. અમે 100% ખરીદીની અમારી માંગ પર અડગ છીએ.

farmers protest
thehindu.com

વિરોધ સ્થળ પર હાજર એક ખેડૂતે કહ્યું કે, વાતચીક 3 ક્વિન્ટલ પ્રતિ એકર બાબતે થઇ હતી, અને અમે ખેડૂતો સાથે સલાહ લીધા પછી જ દરખાસ્ત સ્વીકારવી કે નહીં તે નક્કી કરીશું. હું રાષ્ટ્રીય કિસાન મોરચાનો જિલ્લા પ્રમુખ પણ છું અને ખેડૂતોના હિતોનું પ્રતિનિધિત્વ કરવા માટે ત્યાં ગયો હતો. ખેડૂતો સંમત થાય ત્યારે જ અમે આગળનું પગલું લઈશું... સરકારે 3 ક્વિન્ટલ મર્યાદા માટે સંમતિ આપી છે, અને જો અમારા સાથી ખેડૂતો આનાથી સંતુષ્ટ હોય, તો અમે તેને સ્વીકારીશું. નહિંતર, અમે અમારી માંગણી પર અડગ રહીશું.

ભોપાલમાં ખેડૂતોના પ્રદર્શનનું કારણ શું છે?

સરકારે લઘુત્તમ ટેકાના ભાવ (MSP) પર પ્રતિ એકર માત્ર 1.20 ક્વિન્ટલ મગ ખરીદવાની મર્યાદા નક્કી કરી છે, જ્યારે ખેડૂતોના મતે પ્રતિ એકરે સરેરા 4 થી 5 ક્વિન્ટલ ઉત્પાદન હોય  છે. ખેડૂતોના મતે, સરકાર પ્રતિ ક્વિન્ટલ ₹8,668ના દરે માત્ર 1.20 ક્વિન્ટલ મગ ખરીદી રહી છે. ખેડૂતોને બાકીના 3 થી 4 ક્વિન્ટલ મગ ખુલ્લા બજારમાં (માર્કેટ) ₹4,000 થી ₹5,500 પ્રતિ ક્વિન્ટલ સુધીના ઓછા ભાવે વેચવાની ફરજ પડી રહી છે. આના પરિણામે ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ ₹3,000 થી ₹4,000 નું સીધું નુકસાન થાય છે.

About The Author

Top News

માથાના વાળ કાપશો તો રૂ. 15000 મળશે... એક ફોન આવ્યો અને મહિલાઓએ માથાના વાળ કાપી નાંખ્યા, પણ...!

એક પુરુષ એક ગામમાં ફોન કરે છે. અને પછી તે ગામની 3 મહિલાઓ પોતાના માથાના વાળ કઢાવી નાખે છે. કારણ...
National 
માથાના વાળ કાપશો તો રૂ. 15000 મળશે... એક ફોન આવ્યો અને મહિલાઓએ માથાના વાળ કાપી નાંખ્યા, પણ...!

રિટાયર્ડ બસ ડ્રાઇવરના ઘરેથી રૂ. 28 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળ્યું; આરોપીના સંબંધીનું નેતા સાથે જોડાણ

પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં પોલીસે બુધવારે રાત્રે દરોડા દરમિયાન રૂ. 28.5 કરોડથી વધુ રોકડા અને 15 કિલો સોનું જપ્ત કર્યું....
National 
રિટાયર્ડ બસ ડ્રાઇવરના ઘરેથી રૂ. 28 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળ્યું; આરોપીના સંબંધીનું નેતા સાથે જોડાણ

ગુજરાત માથે એક સાથે 4 સિસ્ટમ સક્રિય, ભારે વરસાદની આગાહી છે, જાણો અંબાલાલ પટેલે શું કહે છે

થોડા દિવસ અગાઉ મેઘરાજાએ ગુજરાતને ધમરોળ્યું. સુરત, નવસારી, વલસાડ સહિત રાજ્યના અનેક ભાગોમાથી પૂરની તબાહીના દૃશ્યો સામે આવ્યા હતા. જોકે...
Gujarat 
ગુજરાત માથે એક સાથે 4 સિસ્ટમ સક્રિય, ભારે વરસાદની આગાહી છે, જાણો અંબાલાલ પટેલે શું કહે છે

સુરત પોલીસ કીર્તિ પટેલને સુરેન્દ્રનગરથી ઉપાડી ગઈ, આ વખતે આરોપ ગંભીર છે, જોઈએ કેટલા દિવસ જેલમાં રહે છે

પોતાના વિવાદિત નિવેદનો અને સોશિયલ મીડિયા પોસ્ટને કારણે હંમેશા ચર્ચામાં રહેતી સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ ફરી એકવાર કાયદાના સકંજામાં...
Gujarat 
સુરત પોલીસ કીર્તિ પટેલને સુરેન્દ્રનગરથી ઉપાડી ગઈ, આ વખતે આરોપ ગંભીર છે, જોઈએ કેટલા દિવસ જેલમાં રહે છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.