લગ્ન બાદ ખબર પડી 'વાયરલ ગર્લ' મોનાલિસા 16 વર્ષની છે, જેલ જશે ફરમાન ખાન

'વાયરલ ગર્લ' મોનાલિસા ભોંસલે અંગે એક સનસનાટીભર્યો ખુલાસો થયો છે. ત્યારબાદ, આ કેસમાં નાટકીય વળાંક આવ્યો છે. રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું છે કે મોનાલિસા સગીર છે, જ્યારે તેના લગ્ન પુખ્ત બતાવીને કરવામાં આવ્યા હતા. આ ખુલાસા બાદ આરોપી ફરમાન ખાન સામે કડક કાનૂની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. હવે પ્રશ્ન એ છે કે શું મોનાલિસાનો પતિ ફરમાનને જેલની સજા થશે.

આયોગના અધ્યક્ષ અંતર સિંહ આર્યની આગેવાની હેઠળની તપાસમાં એ સ્પષ્ટ થઈ ગયું કે મોનાલિસા, પારધી આદિવાસી સમુદાયની સગીર છોકરી છે. એડવોકેટ પ્રથમ દુબે દ્વારા ઉઠાવવામાં આવેલા આ મામલાની ઊંડાણપૂર્વક તપાસમાં અનેક ચોંકાવનારા તથ્યો બહાર આવ્યા છે, જેના કારણે સમગ્ર કાવતરું ખુલ્યું છે.

monalisa1
newsx.com

તપાસ દરમિયાન, એવું જાણવા મળ્યું કે મોનાલિસાના લગ્ન માટે બનાવટી જન્મ પ્રમાણપત્રનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કેરળમાં મંદિર અને પંચાયત સ્તરે કરવામાં આવેલા લગ્ન નોંધણીમાં આધાર કાર્ડમાં નોંધાયેલી ખોટી ઉંમરને આધાર બનાવવામાં આવી હતી. જોકે, મહેશ્વરની સરકારી હોસ્પિટલના રેકોર્ડમાં તેની વાસ્તવિક જન્મ તારીખ 30 ડિસેમ્બર, 2009 હોવાનું બહાર આવ્યું છે, જેનાથી સાબિત થાય છે કે તે તેના લગ્ન સમયે માત્ર 16 વર્ષની હતી.

તપાસ ટીમે કેરળથી મધ્ય પ્રદેશના મહેશ્વર સુધીના દસ્તાવેજો અને રેકોર્ડની બારીકાઈથી તપાસ કરી. માત્ર 72 કલાકમાં આખો મામલાનો ખુલાસો થઈ ગયો.. આ પ્રક્રિયા દરમિયાન, મ્યુનિસિપલ કાઉન્સિલ દ્વારા જાહેર કરાયેલ બનાવટી જન્મ પ્રમાણપત્ર ઓળખવામાં આવ્યું. આ બનાવટી દસ્તાવેજને રદ કરવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે.

monalisa2
newsx.com

આ મામલો સામે આવતા જ મધ્ય પ્રદેશ પોલીસે ફરમાન ખાન વિરુદ્ધ POCSO એક્ટ, ભારતીય ન્યાય સંહિતા (BNS) અને SC/ST એક્ટ હેઠળ FIR નોંધી છે. પોલીસે તપાસ શરૂ કરી દીધી છે, અને આરોપીઓ સામે અનેક ગંભીર કલમો લગાવવામાં આવી છે. આ સમગ્ર મામલામાં ચોક્કસ રાજકીય પક્ષો અને સંગઠનોની કથિત સંડોવણી અંગે પણ પ્રશ્નો ઉભા થયા છે. ફરિયાદમાં આને એક મોટા ષડયંત્રનો ભાગ ગણાવવામાં આવ્યો છે, જેની તપાસ હવે આગળ વધી રહી છે.

આ મામલાની ગંભીર નોંધ લેતા રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગે 22 એપ્રિલ, 2026ના રોજ કેરળ અને મધ્ય પ્રદેશના પોલીસ મહાનિર્દેશકો (DGPs)ને સમન્સ પાઠવ્યા છે. કમિશને સ્પષ્ટતા કરી છે કે ગુનેગારો સામે કડક કાર્યવાહી સુનિશ્ચિત કરવામાં આવશે અને સમગ્ર મામલા પર સતત દેખરેખ રાખવામાં આવશે.

About The Author

Related Posts

Top News

સુરતમાં દાંતના ડોક્ટર સામે થયેલી 15 લાખની વળતરની માંગ કોર્ટે ફગાવી

​સુરત: ફરિયાદીની પુત્રીની દાંતની સારવારમાં સ્મીમેર હોસ્પિટલના દાંત વિભાગના તબીબોએ બેદરકારી દાખવીને જમણી બાજુને બદલે ડાબી બાજુની દાઢ કાઢી નાંખી...
Gujarat 
સુરતમાં દાંતના ડોક્ટર સામે થયેલી 15 લાખની વળતરની માંગ કોર્ટે ફગાવી

સુપ્રીમ કોર્ટે ઉમર અને શર્જીલને જામીન ન આપવાના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા

સુપ્રીમ કોર્ટે દિલ્હી રમખાણો કેસમાં ઉમર ખાલિદ અને શર્જીલ ઇમામને જામીન ન આપવાના પોતાના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે. જસ્ટિસ ...
National 
સુપ્રીમ કોર્ટે ઉમર અને શર્જીલને જામીન ન આપવાના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા

NEET પેપર લીક: 100 કરોડનું ટર્નઓવરવાળું કોચિંગ સેન્ટર ચલાવતા શિવરાજની ધરપકડ

NEET-UG 2026 પેપર લીક કેસની તપાસમાં એક બહુ મોટી સફળતા મળી છે. આ દેશવ્યાપી પરીક્ષા લીક નેટવર્કની તપાસના તાર હવે...
Education 
NEET પેપર લીક: 100 કરોડનું ટર્નઓવરવાળું કોચિંગ સેન્ટર ચલાવતા શિવરાજની ધરપકડ

અનોખા લગ્ન, 7 ફેરા ફરતા પહેલા વરરાજા અને કન્યાએ આ મેડિકલ ટેસ્ટ કરાવ્યો

હરિયાણાના ચરખી દાદરી જિલ્લામાં એક લગ્ન દેશભરમાં ચર્ચાનો વિષય બન્યા છે. પરંપરાગત વિધિઓ અને દેખાડાથી દૂર રહીને નવદંપતીઓએ લગ્ન પહેલાં ...
National 
અનોખા લગ્ન, 7 ફેરા ફરતા પહેલા વરરાજા અને કન્યાએ આ મેડિકલ ટેસ્ટ કરાવ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.