ઓપરેશન સિંદૂર બાદ માલદીવ્સના બદલાયા સૂર, આમ જ નથી ભારત સરકારના સમર્થનમાં ઉતરી મુઇજ્જૂ સરકાર

માલદીવ્સે પહેલગામ હુમલાની કડક શબ્દોમાં નિંદા કરતા ભારતને સહયોગ આપવાનો વાયદો કર્યો છે. ભારતની મુલાકાતે આવેલા માલદીવ્સના વિદેશ મંત્રી ડૉ. અબ્દુલ્લા ખલીલે વિદેશ મંત્રી એસ. જયશંકર સાથેની મુલાકાતમાં પોતાના દેશના સમર્થનની વાત કહી. બંને દેશોના વિદેશ મંત્રીઓની અધ્યક્ષતામાં ભારત-માલદીવ્સ ઉચ્ચ સ્તરીય કોર ગ્રુપની બીજી બેઠક સંપન્ન થઈ હતી. તેમાં, બંને દેશો વચ્ચે આર્થિક સંબંધોને મજબૂત બનાવવા સાથે જ, સમુદ્રી સુરક્ષાના મુદ્દા પર પણ ચર્ચા કરવામાં આવી હતી.

Maldives2
greaterkashmir.com

 

આ સાથે જ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇજ્જૂ તરફથી તરફથી જાહેર કરાયેલા વિઝન ડોક્યૂમેન્ટના લક્ષ્યો અને તેને હાંસલ કરવા માટે ઉઠાવવામાં આવનારા પગલાં પર પણ વાત થઈ છે. ડૉ. અબ્દુલ્લા ખલીલ હાલમાં ભારતની મુલાકાતે છે. કહેવામાં આવી રહ્યું છે કે, 2 વર્ષ અગાઉ મુઇજ્જૂના માલદીવ્સના રાષ્ટ્રપતિ બન્યા બાદ બંને દેશો વચ્ચેના સંબંધોમાં જે કડવાશ આવી હતી તે પૂરી રીતે ખતમ થઈ ચૂકી છે. વિદેશ મંત્રાલય તરફથી બતાવવામાં આવ્યું છે કે, ડૉ. ખલીલે ભારત તરફથી સમયસર મળેલી નાણાકીય સહાય માટે ફરી એક વખત ભારતનો આભાર માન્યો છે. તેનાથી માલદીવ્સના સામાન્ય નાગરિકોના જીવન પર પણ ખૂબ જ સકારાત્મક અસર પડી છે.

Maldives1
greaterkashmir.com

 

ભારત અને માલદીવ્સ વચ્ચેના સંબંધોને દિશા આપવાને લઈને ઉચ્ચ સ્તરીય કોર ગ્રુપની ભૂમિકા સૌથી મહત્ત્વપૂર્ણ રહેવાની છે. સમુદ્રી સુરક્ષાને લઈને કયા મુદ્દાઓ પર વાત થઈ તેની બાબતે વિસ્તારથી કશું જ બતાવવામાં આવ્યું નથી, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે માલદીવ્સ તરફથી ભારતને એવું બતાવવામાં આવ્યું છે કે ત્યાંની સરકાર એવી કોઈ ગતિવિધિ કરી રહી નથી, જેથી ભારતના હિતોને નુકસાન થાય. બેઠકમાં ભારત તરફથી શરૂ કરવામાં આવનારા નવી માળખાગત પરિયોજનાઓ પર પણ વાત થઈ હતી.

About The Author

Top News

અમદાવાદ પ્લેન ક્રૅશમાં બચી ગયેલા વિશ્વાસ કુમારને ઉંઘ નથી આવતી, કોઈને મળતા નથી

આજે દુનિયાના ઘણા લોકો તેમને સૌથી ભાગ્યશાળી વ્યક્તિ માને છે, પરંતુ 12 જૂનના રોજ એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં બચી...
Gujarat 
અમદાવાદ પ્લેન ક્રૅશમાં બચી ગયેલા વિશ્વાસ કુમારને ઉંઘ નથી આવતી, કોઈને મળતા નથી

મહારાષ્ટ્રમાં ભાષાને લઈને ફરી વિવાદ, ઓટો ડ્રાઇવરની પિટાઈ

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વિરારમાં શનિવારે એક ઓટો રિક્ષા ચાલકને માર મારવામાં આવ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો....
National 
મહારાષ્ટ્રમાં ભાષાને લઈને ફરી વિવાદ, ઓટો ડ્રાઇવરની પિટાઈ

ટાઈમ બગાડતા ક્રાઉલી પર ગીલ ગુસ્સે થયો તો ઇંગ્લિશ કોચે કહ્યું- શુભમન પણ મસાજ કરાવતો હતો...

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સ ટેસ્ટ મેચનો ત્રીજો દિવસ (12 જુલાઈ) નાટકીય રીતે સમાપ્ત થયો. ઇંગ્લિશ ઓપનર જેક ક્રાઉલીએ...
Sports 
ટાઈમ બગાડતા ક્રાઉલી પર ગીલ ગુસ્સે થયો તો ઇંગ્લિશ કોચે કહ્યું- શુભમન પણ મસાજ કરાવતો હતો...

રીલ જોઈ મહિલાએ હળદરની ગોળીઓ ખાવાનું શરૂ કર્યું, લીવર નિષ્ફળ જવાની આરે હતું, પરંતુ બચાવી લેવાઈ

હળદરના વધુ પડતા ડોઝને કારણે 57 વર્ષીય મહિલાનું લીવર ખરાબ થવાના આરે હતું. હાલમાં, મહિલા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે....
World 
રીલ જોઈ મહિલાએ હળદરની ગોળીઓ ખાવાનું શરૂ કર્યું, લીવર નિષ્ફળ જવાની આરે હતું, પરંતુ બચાવી લેવાઈ
Copyright (c) Khabarchhe All Rights Reserved.