- National
- સેક્સ કરવા માટે બોલાવી છોકરી, કિન્નર નીકળી તો કરી નાંખી હત્યા
સેક્સ કરવા માટે બોલાવી છોકરી, કિન્નર નીકળી તો કરી નાંખી હત્યા

કિન્નર ઝોયાને અશરફી નગરમાં રહેનારા નૂરે માર્યો હતો. આરોપી નૂરે ઝોયાને શારીરિક સંબંધ બનાવવા માટે બોલાવી, પરંતુ ઝોયા કિન્નર નીકળ્યો અને તેને લઈને ઝઘડો થઈ ગયો. નૂરે ઝોયાને ટોવેલથી ગળે ટૂંપો આપી મારી નાંખ્યો અને બાદમાં મટન કાપવાના ચપ્પૂથી બે ટુકડા કરી નાંખ્યા. પોલીસે નૂરના ઘરે રાખેલી લોખંડની પેટીમાંથી ધડ પણ જપ્ત કરી લીધુ છે.
ડીસીપી ઝોન-2 સંપત ઉપાધ્યાયના જણાવ્યા અનુસાર, આરોપી 22 વર્ષીય નૂર મોહમ્મદ ટાઈલ્સ લગાવવાનું કામ કરે છે. થોડાં સમય પહેલા તેની 27 વર્ષીય ઝોયા ઉર્ફ મોહસિન ઉર્ફ હાજી બાબા સાથે ઈન્ટરનેટ પર મિત્રતા થઈ હતી. બંને વોટ્સએપ પર સતત ચેટિંગ કરતા હતા. થોડાં દિવસ પહેલા નૂરની મમ્મી હસીના બી અને પિતા જહૂર મોહમ્મદ ઉમરા કરવા ગયા હતા. પત્ની રુખસાર ગર્ભવતી હોવાના કારણે પિયરમાં હતી. 27 ઓગસ્ટે નૂરે ઝોયાને ફોન કરીને ઘરે બોલાવી. બંને વચ્ચે આશરે અડધો કલાક વાત થઈ પરંતુ, બાદમાં નૂરે સંબંધ બનાવવાની ના પાડી દીધી. બંનેમાં મારામારી શરૂ થઈ ગઈ અને નૂરે ટોવેલ વડે ગળે ટૂંપો આપી ઝોયાને મારી નાંખી. શવ ઠેકાણે લગાવવા માટે ઘરમાં રાખેલા ચપ્પૂ વડે શરીરના બે ટુકડાં કરી નાંખ્યા. કમરની નીચેનો ભાગ કોથળામાં ભરીને એમઆર-10 પર પર ફેંકી દીધો અને કમરનો ઉપરનો હિસ્સો ઘરમાં રાખેલી લોખંડની પેટીમાં મુકી દીધો. DCPના જણાવ્યા અનુસાર, નૂરે જણાવ્યું કે તેણે ઝોયાને છોકરી સમજીને બોલાવી હતી.
એસીપી જયંતસિંહ રાઠોડના જણાવ્યા અનુસાર, હત્યા બાદ નૂર ઘરે તાળુ મારીને ગોહર નગરમાં રહેતા ભાઈ પાસે ચાલ્યો ગયો હતો. શવ મળ્યાના સમાચાર સાંભળીને તે આલાપુરીમાં રહેતા પોતાના ભાઈ અહમદ નૂરના ઘરે ચાલ્યો ગયો. પોલીસે ટાવર લોકેશનના આધાર પર રાત્રે ત્રણ વાગ્યે અહમદના ઘરે છાપો માર્યો અને ત્રીજા માળેથી નૂરની ધરપકડ કરી લીધી. તેણે પૂછપરછમાં જણાવ્યું કે સંબંધ ના બનાવવા પર ઝોયા બદનામ કરવાની ધમકી આપી રહ્યો હતો. તેના માતા-પિતા ઉમરા કરવા ગયા છે. લગ્નને પણ એક વર્ષ થયુ છે. બદનામીના ડરથી તેણે ઝોયાની હત્યા કરી દીધી. બુધવારે બપોરે પોલીસે ઝોયાનું ધડ પણ કસ્ટડીમાં લઈ લીધુ. પોલીસના જણાવ્યા અનુસાર, ઝોયા પહેલા ચંદન નગરમાં તંત્ર ક્રિયાના નામ પર લોકોને છેતરતો હતો. તે જન્મથી કિન્નર નહોતો. હોર્મોન્સની ગડબડના કારણે તેણે દિલ્હીમાં બ્રેસ્ટ સર્જરી કરાવી લીધી. કિન્નરોના જૂથમાં સામેલ થવાનો પ્રયત્ન કર્યો, પરંતુ બાદમાં તે અનૈતિક ગતિવિધિઓમાં સામેલ થઈ ગયો.
શરીરનો ઉપરનો હિસ્સો ના હોવાના કારણે શવની ઓળખ ના થઈ. ગૂમ થયેલાનો રિપોર્ટ શોધ્યો તો જાણવા મળ્યું કે 27 ઓગસ્ટથી ઝોયા ગૂમ છે. સ્વજનને બોલાવ્યા તો તેની ઓઢણી જોઈ ઓળખ કરી લીધી. ભાઈઓએ જણાવ્યું કે, ઝોયા ઘરેથી કાર ખરીદવાનું કહીને નીકળ્યો હતો. તેને ફોઈનો છોકરો આબિદ રિક્શાથી લઈને આવ્યો. પોલીસે અશર્ફી નગરના CCTV ફૂટેજ કાઢ્યા તો ઝોયા મોબાઈલ પર વાત કરતો દેખાયો. કોલ ડિટેલમાં છેલ્લો કોલ નૂર મોહમ્મદનો જ નીકળ્યો. બંનેનું છેલ્લું લોકેશન પણ અશર્ફી નગરનું મળ્યું. મોડી રાત્રે બે કિન્નરોને પકડ્યા તો નૂરનું જ નામ જણાવ્યું.
Top News
સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ 5 લાખ કરોડ ગુમાવ્યા, શેરબજારમાં અંધાધૂંધીના આ છે કારણો
‘પરેશાન ન થાવ, આપણે અંગ્રેજી..’, બ્રિટિશ PM સાથેની વાતનો અનુવાદ કરવા અટકેલા ટ્રાન્સલેટરને બોલ્યા PM મોદી
ખોદકામ દરમિયાન નીકળ્યા સોનાના સિક્કા! સાંભળતા જ લેવા દોડી પડ્યા ગ્રામજનો, પણ પોલીસે...
Opinion
