- National
- શીબાએ પતિને છોડી ઇમરાન સાથે લગ્ન કર્યા, પછી ફરહાન સાથે પ્રેમમાં પડી, ઇમરાને વિરોધ કર્યો તો કાસળ કાઢી...
શીબાએ પતિને છોડી ઇમરાન સાથે લગ્ન કર્યા, પછી ફરહાન સાથે પ્રેમમાં પડી, ઇમરાને વિરોધ કર્યો તો કાસળ કાઢી નાખ્યું

UPના ઉન્નાવમાં, એક પત્નીએ તેના પ્રેમી દ્વારા તેના પતિની હત્યા કરાવી. ગુનો છુપાવવા માટે, તેણે પરિવારને એક ખોટી વાર્તા કહી. જોકે, ઘટનાના ત્રણ દિવસ પછી, પોલીસે હવે કેસનો ખુલાસો કર્યો છે અને આરોપી પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી છે. જ્યારે, પોલીસ પ્રેમીના સાથીની શોધ કરી રહી છે.
હકીકતમાં, 7 જુલાઈની સવારે, અચલગંજ પોલીસે કંચનખેડાના પુલ નીચે ગંદા નાળામાંથી ગળું કાપેલી એક અજાણી લાશ મળી. ત્યાર પછી લાશની ઓળખ ગંગાઘાટ કોતવાલી વિસ્તારના અખલાક નગરના રહેવાસી ઇમરાન ઉર્ફે કાલે તરીકે થઈ. જ્યારે પોલીસે કેસની ઊંડાણપૂર્વક પુરી તપાસ કરી, ત્યારે તેઓ હત્યાનું કારણ જાણીને ચોંકી ગયા.
પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક ઇમરાનની પત્ની શીબાએ તેના પ્રેમી ફરહાન સાથે કાવતરું રચ્યું હતું. ફરહાને તેના સાથી સાથે મળીને ઇમરાનનું ગળું કાપીને ક્રૂરતાથી હત્યા કરી હતી. હત્યા પછી લાશ ગટરમાં ફેંકી દેવામાં આવી હતી. પત્ની શીબાના પ્રેમ સંબંધનો વિરોધ કરવા બદલ પતિ ઇમરાનની હત્યા કરવામાં આવી હતી.

શીબાએ ઇમરાન સાથે બીજા લગ્ન કર્યા હતા. તેના પહેલા લગ્ન ત્રણ વર્ષ પહેલા સફીપુરમાં એક પુરુષ સાથે થયા હતા. પરંતુ શીબા તેના પહેલા પતિને છોડીને ઇમરાન સાથે રહેવા લાગી. બંનેને એક પુત્રી છે. ઇમરાન E-રિક્ષા ચલાવતો હતો અને નશાનો વ્યસની બની ગયો હતો. તે જે પણ પૈસા કમાતો હતો તે બધા નશા પાછળ ખર્ચી નાખતો હતો. જેના કારણે તેની પત્ની શીબા સાથે તેનો ઝઘડો થવા લાગ્યો. 6 મહિના પહેલા, તે ગુસ્સે થઈ ગઈ અને તેના પિયરના ઘરે ગઈ, જ્યાં તેની મુલાકાત ફરહાન સાથે થઇ, જે સાઉદીથી પાછો ફર્યો હતો.
ફરહાન શીબાની બધી જરૂરિયાતો પૂરી કરવા લાગ્યો. ધીમે ધીમે, બંનેમાં પ્રેમ વધતો ગયો. આ દરમિયાન, ફરહાન સાઉદી પાછો ફર્યો પરંતુ તેઓ ફોન પર વાત કરતા રહ્યા. 18 જૂને, ફરહાન તેના મિત્ર રફીક સાથે ફરી પાછો ફર્યો. શીબા અને ફરહાન એકબીજાને મળવા લાગ્યા. જ્યારે પતિ ઇમરાનને આ વાતની ખબર પડી, ત્યારે તેણે તેની પત્નીને માર માર્યો. ઉપરાંત, તેણે તેને તેના પિયરના ઘરેથી તેના સાસરિયાના ઘરે જવા માટે દબાણ કર્યું.
તેથી શીબા અને ફરહાને ઇમરાનને મારી નાખવાની યોજના બનાવી. ઘટનાના દિવસે ફરહાન ઇમરાનને પોતાની સાથે લઈ ગયો. ત્યાં, ઇમરાનને નશો કરાવ્યા પછી, તેણે તીક્ષ્ણ હથિયારથી તેનું ગળું કાપીને તેની હત્યા કરી. પછી તે લાશને ગંદા ગટરમાં ફેંકી દીધા પછી ભાગી ગયો.
પોલીસે કોલ ડિટેલ્સ અને સર્વેલન્સ દ્વારા ઘટનાનો ખુલાસો કર્યો. પોલીસે જણાવ્યું કે, જ્યારે વિગતવાર તપાસ કરવામાં આવી, ત્યારે ઇમરાનની હત્યા માટે કોઈ મજબૂત કારણ મળ્યું નહીં. કારણ કે, મૃતક ઇમરાન E-રિક્ષા ચલાવતો હતો, તે રોજિંદો કામ કરતો હતો. આવી સ્થિતિમાં, તેની પત્ની શીબાના મોબાઇલ નંબરની કોલ ડિટેલ્સ મેળવી અને જ્યારે તપાસ કરવામાં આવી, ત્યારે સત્ય બહાર આવ્યું.
પત્ની શીબા એક જ નંબર પર કલાકો સુધી વાતો કરતી હતી અને તે નંબર ફરહાન ઉર્ફે ચુન્નાનો હતો, જે તે જ પોલીસ સ્ટેશન વિસ્તારના તુર્કિયા બદરકા ગામનો રહેવાસી હતો. જ્યારે પોલીસે તેને કસ્ટડીમાં લીધો અને કડક પૂછપરછ કરી, ત્યારે તેણે પૂરું સત્ય જણાવ્યું કે, તેનો અને શીબા વચ્ચે પ્રેમ સંબંધ હતો, જેનો ઇમરાને વિરોધ કર્યો હતો. આનું ખુન્નસ રાખીને તેને રસ્તામાંથી હટાવી દીધો.
ફરહાને જણાવ્યું કે, તેણે ઇમરાનને તેના મિત્ર રફીક કુરેશી ઉર્ફે લલ્લી સાથે કાનપુર-લખનઉ નેશનલ હાઇવે પર દારૂ પીવા માટે બોલાવ્યો હતો. પહેલા તેણે તેને ચરસ પીવડાવ્યો અને પછી તેને વધુ નશો કરવા માટે દારૂ પીવડાવ્યો. આ પછી તે તેને બાઇક પર કંચનખેડા પુલ પર લઈ ગયો. ત્યાં તેણે તેને બાઈક પરથી જમીન પર ફેંકી દીધો અને છરીથી તેનું ગળું કાપીને લાશને ગંદા ગટરમાં ફેંકી દીધી. તેણે હત્યાનું હથિયાર ત્યાં ઝાડીઓમાં ફેંકી દીધું. હાલમાં, પોલીસે ચાકુ કબજે કર્યું છે અને આરોપી પત્ની શીબા અને તેના પ્રેમી ફરહાનની ધરપકડ કરીને જેલ મોકલી દીધી છે. હવે બીજા આરોપી રફીકની શોધ ચાલી રહી છે.
Related Posts
Top News
લોકો સસ્તું સોનું ખરીદી શકે તેના માટે સરકારે કાઢ્યો આ રસ્તો
કમર્શિયલ પર્પઝ માટે બેંકની સેવા મેળવનાર બેંકના ગ્રાહક ગણાય નહીં: ગ્રાહક કમિશન
બીગ બી-શાહરૂખ, અજય દેવગણે જેમાં રોકાણ કરેલું છે તે કંપનીનો IPO આવી રહ્યો છે
Opinion
