- National
- ‘પત્નીએ કર્યા છે 5 લગ્ન, હવે દિયરને કરી રહી છે પ્રેમ..’, સમાધાન માટે પરેશાન પતિ પહોંચ્યો પોલીસ પાસે
‘પત્નીએ કર્યા છે 5 લગ્ન, હવે દિયરને કરી રહી છે પ્રેમ..’, સમાધાન માટે પરેશાન પતિ પહોંચ્યો પોલીસ પાસે

ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લાના રાધા નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક હેરાન કરનારો મામલો સામે આવ્યો છે. જ્યાં એક પતિએ પોતાની પત્ની પર 5 લગ્ન કરવાનો આરોપ લગાવ્યો છે. પતિનું કહેવું છે કે, પત્ની હવે પોતાના જ દિયર સાથે આડા સંબંધ બનાવીને રહે છે. હાલમાં પોલીસે ફરિયાદ નોંધીને આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી દીધી છે.
પીડિત પંકજ અગ્રહરી વ્યવસાયે શાકભાજી વિક્રેતા છે. તેણે પોલીસ સ્ટેશનમાં લેખિતમાં ફરિયાદ આપીને પોતાની પત્ની ગુડિયા પર આરોપ લગાવ્યો છે. પીડિતનું કહેવું છે કે ગુડિયાએ તેને અને તેના માતા-પિતાને ઘરમાંથી કાઢી મૂક્યા અને ઘણી વખત બહારના યુવકોને બોલાવીને મારામારીની ઘટનાને અંજામ આપી ચૂકી છે. ગુડિયાએ આખું ઘર પોતાના કબજામાં લઈ લીધું અને હવે તે દિયર સાથે રહે છે.

પીડિતે જણાવ્યું કે, તેના લગ્ન 16 એપ્રિલ 2024ના રોજ બાંદા જિલ્લાના મરકા પોલીસ સ્ટેશન વિસ્તારની રહેવાસી ગુડિયા સાથે થયા હતા. લગ્નના થોડા મહિના બાદ ગુડિયાનો વ્યવહાર બદલાઈ ગયો. તેણે પંકજનો બધો સામાન, ઘરેણાં અને રોકડ રકમ પોતાના પિયરમાં મોકલી દીધા. સાથે જ તે પંકજ અને તેના માતા-પિતાને ઘરમાં પ્રવેશવા દેતી નથી.
પંકજે જણાવ્યું કે, તેની પત્નીએ આ અગાઉ 4 લગ્ન કર્યા હતા, જેમાંથી 3 લગ્ન ફતેહપુરમાં થયા હતા. તે પોતે ગુડિયાનો પાંચમો પતિ છે. પંકજે પોતાની પત્ની પર લગ્નને વેપારમાં બદલવાનો આરોપ લગાવતા કહ્યું કે તે લગ્ન બાદ વસ્તુઓ હડપીને બીજા કોઈ સાથે જતી રહે છે.

પોલીસને આપેલી ફરિયાદમાં પંકજે કહ્યું કે હું અત્યારે પણ અપનાવવા તૈયાર છું, પરંતુ તે મારા ભાઈ સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ ન રાખે. ત્યારે જ હું તેને મારી સાથે રાખીશ. પીડિતે પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. હાલમાં પોલીસે મામલાની તપાસ શરૂ કરી છે.
Top News
'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો
E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી
તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે
Opinion
-copy.jpg)